________________
આ નવપદનું આલંબન લઈ મન, વચન, કાયાને તેમાં સ્થિર કરવાથી અશુભનું આલંબન છૂટે છે અને શુભમાં યોગો પ્રવર્તે છે એટલે પાપાશ્રવ છૂટે છે, શુભાશ્રવ થાય છે અને તે પદોમાં મન વગેરેને જોડીને ઉપયોગને તે બાજુ વાળીને લીન બનાવાય છે ત્યારે સંવર પણ થાય છે અને તદાકાર બની તે રૂપે ઉપયોગ પરિણમે છે ત્યારે કર્મની નિર્જરા પણ થાય છે. પણ ઉપયોગને લીન બનાવવા યોગને શુભમાં જોડી સ્થિર કરવા અભ્યાસ કરવો જોઈએ. નિયમિત અભ્યાસથી ચેતના તેમાં રંગાય છે અને લીન બને છે. તેમાં લીન થતાં તે પદોના રહસ્યને પામી શકાય, તેની શુદ્ધ અવસ્થાનું ભાન થાય, તેનો બોધ થાય અને તે સાધના નિયમિત થતાં ચેતના તેમાં રંગાય ત્યારે આ સંસારના જડ - અનિત્ય પદાર્થો ઉપરથી ચિત્ત અલિપ્ત થાય છે અને જયારે શુદ્ધ અવસ્થાનું ચિંતન વગેરે કરતાં તદાકાર બને તો સાધ્યની - સિદ્ધિની નજીક પહોંચી જવાય છે.
૪. જીવ પ્રત્યે પ્રેમ
મ.વ. ૧, ૨,૫૧, શેરીસા અહંકારમાંથી નિંદા કુથલીની ટેવ પ્રગટ થયેલી હોય છે. દરેક જીવનો ઉપકાર માની કૃતજ્ઞભાવ ધારણ કરવાથી પ્રમોદભાવ જાગે છે ત્યારે અહંકાર ઘટવા માંડે છે અને તે જેમ જેમ ઘટે છે તેમ બીજા જીવોના ગુણનું દર્શન થાય છે ત્યારે નિંદા કુથલીનો રસ ઓછો થવા માંડે છે અને ત્યાર પછી જીવો પ્રત્યે પ્રેમ ઉભરાય છે. તેનું સુખ પોતાને માણવા મળે છે. અન્યથા અહંકારથી નિંદા, કુથલી કરનાર પોતે દુઃખી છે તેને ચેન હોતું નથી. જીવ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવો તે ઉપરના દુર્ગુણો ટળવાથી સહેલાઈથી બને છે. અહંકાર એટલે આપણે કંઈક (મહાન) છીએ. કૃતજ્ઞ બનવું એટલે ઉપકારીના ઉપકારને ભૂલવો નહિ. એ નહિ ભૂલવાની કૃતજ્ઞતાના કારણે હું કાંઈજ નથી જે કાંઈ થાય છે તે બીજા જીવોના ઉપકારથી તથા સહાયથી થાય છે.
બીજા જીવોની સહાયથી જ આપણે જીવીએ છીએ છતાં બીજાની મને સહાય મળે છે એ રીતે ઉપકારી છે એમ માનવું નહિ એ મોટો અન્યાય છે, અજ્ઞાન છે. અને દુઃખનું કારણ છે.
મ.વ. ૨ પ્રભુ ! તારી પાસે પહોંચવાનો માર્ગ કયો ? પ્રભુએ કહ્યું હે ભવ્યાત્મા ! માર્ગ એક જ છે અને સરળ-સીધો છે, પરંતુ તું આડા માર્ગે ચઢી ગયો છું અને ઘણે દૂર નીકળી ગયો છું. હા અહીંથી પાછો વળ, તો ય સાત - આઠ સ્ટોપે પહોંચી આવીશ.
માર્ગ છે સર્વથી વિરામ પામવું. કેમ? જે તારું નથી તેને અનાદિ કાળથી વળગી પડ્યો છું અને તેમાં જ રાચે, માચે છે અને લીન રહે છે, એ જ આડો માર્ગ છે. સીધો માર્ગ તો તારું જે છે તેને ઓળખ. અહીંથી થોભી જા અને પાછો વળ.
સર્વથી વિરામ પામવું એને સર્વવિરતિ કહી છે. સર્વથી વિરામ એટલે સર્વ પાપથી વિરામ. સર્વ સાધકનો અંતર્નાદ
144
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org