________________
એટલા માટે કહ્યાં કે પાપ અને તેનાં કારણો એ સર્વથી જીવ અટકે ત્યારે સર્વથી વિરામ થાય. તેમાં સૌથી પ્રથમ મોટું પાપ મિથ્યાત્વ છે. જે બધા પાપને નોંતરે છે. દૃષ્ટિ સુધરે એટલે મિથ્થાબુદ્ધિ જાય. ઊંધી દષ્ટિ એ છે કે જે તારું નથી તેને તારું માનીને તેમાં પ્રીતિ કરે છે. જડ એ એટલે પુદ્ગલ માત્ર એ તારું નથી, શરીરથી માંડીને ધનાદિ બધા પદાર્થો તથા કર્માદિ ભાવ પુદ્ગલો પણ તારા નથી એ બધું ચિંતન કરીને વિચારી જો.
તારું નથી અને તેની સાથે સહજમલના કારણે તારે જોડાવું પડયું છે પણ એટલું તો સમજવું જોઈએ ને કે તારે જોડાવું પડયું છે એટલે તને તેને આધીન બનાવીને રાખ્યો છે પણ તે તારું નથી. જો આટલું સમજીશ તો પણ તેનાથી ચેતીને ચાલીશ પણ ઊંધી બુદ્ધિથી માર્ગ ભ્રષ્ટ થયેલો તું અંધની જેમ ચેતવાનું તો દૂર રહ્યું પણ તેમાં સંપૂર્ણ ચેતનાને પૂરી દીધી છે અને તે જ જીવનમાર્ગ થઈ પડયો છે. તને સમજાવનાર મળ્યા રસ્તો બતાવવા માંડયો હતો પણ એ જ જીવનના શુષ્ક માર્ગ પર રસ લેતો થઈ ગયો બીજો મધુર રસ ચાખ્યો નથી એટલે રસિક માર્ગ પણ ગમતો નથી. આ જ મિથ્યાત્વની બીછાયેલી જાળ.
આ તો તું માર્ગ ભૂલ્યો છે તેનું કારણ ભૂલ બતાવી. સાચો માર્ગ સર્વ વિરતિનો છે તે હવે બતાવીશ. પર વસ્તુથી પાછો વળ અને સ્વ વસ્તુને ઓળખ. સ્વ એટલે શું અને પર એટલે શું ? સ્વ એટલે આત્મા, પર એટલે જડ.
આત્મામાં રહેવું તે સ્વભાવ
જડમાં રહેવું તે પરભાવ. આત્મામાં રહેવું એટલે આત્માના ગુણોમાં રહેવું, પુગલમાં રહેવું એટલે જડના ગુણોમાં રહેવું. રહેવું એટલે રમવું અને તેમાં જ સર્વસ્વ માનવું. પરમાં રમવાની કુટેવને છોડવા પરમાત્મા જેમને આત્મ સ્વરૂપે પ્રગટ કરી આત્માના ગુણોમાં રમવાની ટેવ છે તેમને ભજવા તેમનો પરિચય સાધવો. તેમનું જીવન, તેમનું સ્વરૂપ જોઈને જો પ્રીતિ જાગશે તો પર તરફ નફરત થશે અને તારા આત્મ ગુણોમાં રમવાની પ્રીતિ જાગશે. અર્થાત્, આત્મ સ્વરૂપે પ્રગટ કરવાનો પુરુષાર્થ જાગશે. ઊંઘતું ઉપાદાન ઢંઢોળાશે અને ગ્રાઢ નિદ્રામાંથી જાગૃત થતાં પ્રમાદને ખંખેરીને પુરુષાર્થી બનશે. પછી એ માર્ગનો પુરુષાર્થ શું છે તે જાણવા માટે સદ્ગુરુની શોધ કરીને પુરુષાર્થ માર્ગે ચાલવાનું આદરશે. એ માર્ગ છે સર્વ વિરતિ. સર્વ પરભાવથી વિરામ પામવું અને આત્મભાવમાં સ્થિર થવું આ છે સર્વવિરતિનો ઐદત્પર્યાર્થ
મ.વ. ૩, ૨૦૫૧, સેરીસા પરભાવથી વિરામ પામવું અને આત્મભાવમાં સ્થિર થવું એ જ સર્વથી વિરામ પામ્યા એમ સમજવું. સર્વ વિરતિ શબ્દનો નિચોડ આ છે. શબ્દાર્થ-સર્વથી વિરતિ. સર્વમાં શું સમજવું? સર્વ એટલે સર્વ પાપ અહીં સમજવાં, કેમકે સર્વનો સંગ છોડીએ ત્યારે સર્વથી વિરામ થાય, પણ પ્રથમ જ્યાં સુધી સાધકનો અંતર્નાદ
145
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org