________________
પરિવર્તનથી પલટાતી સહજ સ્વભાવની પર્યાય છે, જે તને આનંદ અને સુખ ઉપજાવવામાં જ નિમિત્ત બને છે.
મારી પર્યાય તો અસ્થિર, અનિત્ય છે. તેથી તે પલટાય ત્યારે સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જવાનો ભ્રમ પેદા કરી દુ:ખી કરે છે, અને પોતાની વસ્તુ ખોવાઈ જવાનો દેખાવ કરે છે.
વળી સમયે સમયે પલટાતી તે પર્યાયથી આત્માના સ્વરૂપને પ્રગટ કરવાનો ઉદ્યમ મંદ પડે છે. કારણ કે ક્ષણમાં એવી વિરૂપ બને કે આત્માની શક્તિ જાણે હણાઈ ગઈ હોય તેમ માયકાંગલો નિર્બળ બનીને બેસી રહે, ક્ષણમાં રંગમાં લાવીને કંઈક આત્માના સ્વાદને ચખાડીને લલચાવે. તે લાલચમાં તેની પ્રાપ્તિની આતુરતામાં દિવસો વર્ષો વ્યતીત થતાં કાળ નિર્ગમન કરે છે. હવે તારી કૃપાદૃષ્ટિ થઈ છે, તો આશા છે કે તારા જેવું સ્વરૂપ-સહજ સ્વભાવરૂપ પર્યાય પ્રગટ થશે. ત્યારે હું પણ તારા જેવા જ આનંદમાં મહાલીશ પ્રભુ !
હે પ્રભુ ! પહેલાં તો આપ પણ મારા જેવા હતા. પરંતુ તારું દ્રવ્ય જે અવાન્તર સત્તાથી યુક્ત હતું પણ અનુપમ હતું. જે અવાન્તર સત્તાના કારણે તીર્થંકર નામ કર્મ અને તેને લગતાં શુભ કર્મો વળગેલાં હતાં માટે જ તારું તો ચ્યવન, જન્મ વિગેરે બધું જ અનુપમ થયું. જેથી ચ્યવન વખતે પણ અલૌકિક એવા સ્વપ્નને તારી માતાએ નિહાળ્યા, જન્મ વખતે તો ઈન્દ્રો અને દેવોનાં ટોળેટોળાં તારા ઘેર આવ્યાં.
ફા.વ.પ્ર. ૭, અજારા
શ્રી અરિહંત ભગવાન સમવસરણમાં બેઠેલા છે તેમાં પ્રથમ તો અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત પરમાત્માની શોભા અચિંત્ય શક્તિ, અચિંત્ય સામર્થ્ય, અચિંત્ય પુણ્ય પ્રકર્ષ જોઈ આત્મા આનંદિત થયો અને પરમાત્મા પ્રત્યે ખેંચાયો એટલે કે અનાદિ કાલીન મિથ્યાત્વ નષ્ટ થયું અને પ્રભુ ગમ્યા જેથી પરમાત્માને જોતાં ધરાતો નથી.
પ્રભુ દેશના આપી રહ્યા છે. શુદ્ધ આત્મ દ્રવ્યની ઓળખાણ કરાવે છે. તે દેશ । સાંભળી આત્મા તેમાં જ લીન બને છે.
શુદ્ધાત્મ દ્રવ્ય શું છે ? પરમાત્મા જેવું જ શુદ્ઘ દ્રવ્ય મારું છે એવી ઓઘે ઓઘે ઓળખ થઈ. એટલું જ નહિ પણ શુદ્ધા દ્રવ્યને પ્રગટ કરવાની ઈચ્છા થઈ.
પ્રભુને પૂછ્યું કે શુદ્ધ આત્મ દ્રવ્ય શું ? પ્રભુએ કહ્યું કે નિરંજન, નિરાકાર, નિઃસંગ, અરૂપ એવું શુદ્ધ આત્મ દ્રવ્ય છે. જેમાં આત્મા સદા આપ રૂપે પોતાને જુએ છે એટલે વેદે છે-અનુભવે છે.
આ પ્રમાણે તત્ત્વ એટલે શુદ્ધ આત્મ તત્ત્વની ઓળખ કરાવવી. હવે તે શુદ્ધ તત્ત્વ પામવું કેવી રીતે? પર્યાયનો આધાર લીધા સિવાય સીધું જ નિરાકાર આત્માને પામવો ગહન છે. માટે પર્યાયનું આલંબન લેવું.
શુદ્ધ પર્યાય શ્રી અરિહંત પર્યાય છે. તેનું આલંબન લઈ અરિહંત ભગવાનમાં લીન થતાં તેમની સાથે સમાપત્તિ થાય ત્યારે આત્મા સ્વયં (આગમથી ભાવ નિક્ષેપે) પરમાત્મારૂપ બની જાય ત્યારે સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
5
www.jainelibrary.org