________________
જોવા જાણવાની શક્તિને ગુણ શબ્દથી સંબોધી. જોવા જાણવાની ક્રિયાને પર્યાય શબ્દથી સંબોધી. અરિહંત પરમાત્માનું કરુણાયુક્ત દ્રવ્ય છે. અરિહંત ભગવાનનું વિશાળ ક્ષેત્ર છે સમગ્ર જીવરાશિ. સમગ્ર જીવરાશિ પ્રત્યે તેમને કરુણા છે. આચાર્ય ભગવંતનું ક્ષેત્ર-ભવ્ય જીવો. તે પણ મનુષ્ય, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય. ઉપાધ્યાય ભગવંતનું ક્ષેત્ર-ભવ્ય જીવો તે પણ મનુષ્ય. આચાર્ય ભગવંતનો-આચાર દાનનો ગુણ. ઉપાધ્યાય ભગવંતનો-જ્ઞાન દાનનો ગુણ. સાધુ ભગવંતનો-અભયદાનનો ગુણ. અરિહંત ભગવંતનો-પરોપકારનો ગુણ. પાંચ પરમેષ્ઠિમાં પ્રથમનાં બે સિદ્ધ દ્રવ્ય. પાંચ પરમેષ્ઠિમાં પછીનાં ત્રણ સાધક દ્રવ્ય.
ત્રણેની દાન ક્રિયા (આચાર-જ્ઞાન-અભય દાન) તે પર્યાય છે. માણસ પણ ગુણથી શોભે છે. તેમ તે પાંચે પરમેષ્ઠિનું શુદ્ધાત્મ દ્રવ્ય-શક્તિ તે માત્ર નિષ્ક્રિય હોય તો પણ શોભે છે. સક્રિય ગુણથી વધુ શોભે છે.
સક્રિય ગુણ તે પર્યાય. આ અત્યંતર પર્યાય છે. બાહ્ય પર્યાય તેનું શરીર છે.
આત્મ દ્રવ્ય-શક્તિ રૂપ ગુણ અને સક્રિય શક્તિ તે પર્યાય, માણસના ગુણ જાણીને રાજી થઈએ છીએ પણ જયારે તેનો ગુણ કાર્યકારી હોય ત્યારે વધુ રાજી થઈએ છીએ. તેમાં આત્માના ગુણ-જ્ઞાનાદિ જાણીને આનંદ થાય જયારે તે ગુણો જાણવા વિગેરેની ક્રિયા કરે ત્યારે વધુ આનંદ મળે છે. તે ક્રિયાકતૃત્વ પર્યાય છે.
કા.શુ. ૧૩, ૨૦૪૬, પાલીતાણા ધ્રુવસત્તા વિશ્વ વ્યાપી છે. અવાન્તર સત્તા સ્વવ્યાપી છે. યોગ્યતા વ્યાપી છે.
શુદ્ધાત્મ દ્રવ્ય છે તે નિષ્ક્રિય નથી કેમકે સક્રિય છે. તે સક્રિયતા શક્તિથી જણાય છે. તે પોતે શક્તિરૂપ છે તે ગુણ નામથી ઓળખાય છે અને તે શક્તિની ક્રિયા તે પર્યાય નામથી ઓળખાય છે.
ધ્રુવસત્તા-શુદ્ધાત્મ દ્રવ્ય-સ્ફટિક જેવું નિર્મળ-શક્તિ સ્વરૂપ. અવાર સત્તા-અરિહંતનું દ્રવ્ય-કરુણા શક્તિ સ્વરૂપ.
અવાર સત્તા-અરિહંતનું દ્રવ્ય-કરુણા શક્તિ સ્વરૂપ. સાધકનો અંતનદ
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org