________________
અવાન્તર સત્તા-ભવ્યાત્મનું દ્રવ્ય-સિદ્ધ ભગવાનનું ચૈતન્ય શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું આચાર્ય ભગવાનનું જ્ઞાનાદિ પાંચ શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું ઉપાધ્યાય ભગવાનનું આગમ દાન શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું સાધુ ભગવાનનું સાધના શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું દર્શન પદનું શ્રદ્ધા શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું જ્ઞાન પદનું બોધ શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું ચારિત્ર પદનું રમણતા શક્તિ સ્વરૂપ. અવાન્તર સત્તા-ભવ્યાત્મનું તપ પદનું ભોગ શક્તિ સ્વરૂપ.
આ વિશ્વમાં છ દ્રવ્યો છે, તેને જાણો અને જાણીને આત્મ તત્ત્વને પામો. છ દ્રવ્યોનો બેમાં સમાવેશ થઈ જાય છે. તે બે દ્રવ્યો જડ અને ચેતન. આ બે મુખ્ય દ્રવ્યો છે તે જ શેય છે. તેમાં જડ એવું પુદ્ગલ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય પોતે નિર્મળ છે. છતાં પર્યાયયુક્ત બંને દ્રવ્યને અનાદિના ઝઘડા ચાલુ છે. તે ઝઘડાના કારણે નથી આત્મ દ્રવ્ય પોતાનું સ્વરૂપ દેખાડી શકતું, નથી પરમ અણુરૂપ શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય પોતાનું સ્વરૂપ દેખાડી શકતું. આ ઝઘડા ટળે ત્યારે આત્મ તત્ત્વ પામી
શકાય.
મ.વ. ૧૧, ૨૦૪૬
પુદ્ગલ દ્રવ્યની તરફેણમાં તો ઘણા ઘણા તેના સજાતીય બંધુઓ છે, જે ચેતનને નિરંતર હેરાન કરે છે જેથી આત્મા પોતાના સજાતીય બંધુઓનું વિસ્મરણ થવાથી નિર્બળ થઈને બેઠો છે. આના ઝઘડા ટાળવા માટે પરમાત્માએ શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે.
હે ભવ્યજીવો ! તમે જડ અને ચેતન બન્નેને ઓળખો તેમાં જડને તેના સ્થાને રાખો. અર્થાત્, આ જડ છે, હું નથી અર્થાત્, ચેતન આ નથી. આ રીતે બાહ્ય સ્વરૂપથી ઓળખી તેના આંતર સ્વરૂપને નિહાળો. જડત્વ માત્રથી જડ તે ચેતન સાથે ઝઘડતું નથી. તેનું આંતર સ્વરૂપ ઘણું જ વિકૃત છે. તે સ્વરૂપથી બહાર આવી ઝઘડો કરે છે. તે દેખાવમાં અક્રિય લાગે પણ ચેતનને આકર્ષણ કરીને લોભાવવાની શક્તિ જબ્બર છે જેથી ભલભલા માધાંતાઓ તેના આંતર સ્વરૂપમાં લલચાઈને ખુવાર થઈ ગયા અને પોતાનું અસલી સ્વરૂપ રગદોળાઈ ગયું.
માટે તેના આંતર સ્વરૂપને ઓળખી તેના આકર્ષણથી લલચાય નહિ અને મારી સાથે કોઈ આંતર સંબંધવાળું નથી તેમ નિશ્ચય કરે તો બચી શકે.
બીજું, ચેતન સ્વરૂપને ઓળખી તેને તેના સ્થાને રહેવા દો. હું જડથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છું અને આ જે હું ક્રિયા કરી રહ્યો છું તે મારું વિકૃત સ્વરૂપ છે, તે વિકૃત સ્વરૂપથી ઝઘડવાથી ઝઘડા ટળે નહિ પરંતુ શુદ્ધ સ્વરૂપને સ્મરી તેની બાજુ દૃષ્ટિને વાળો તો જડ સમજી જાય કે આ મને ઓળખી ગયો છે, હવે લલચાશે નહિ, એમ માની ર રહેશે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
48
www.jainelibrary.org