________________
દૂર રહેવાથી પોતાની ખોજ ચાલુ થશે ત્યારે આંતર દૃષ્ટિ સ્થિર થશે અને પોતાની સ્વયં શક્તિથી તેને જીતીને પોતે સદા માટે તે જડથી છૂટો થશે.
૫. ‘ચિદાનંદરૂપી પરબ્રહ્મલીલા, વિલાસી વિભો ત્યક્ત કામાગ્નિ કિલા.'' શ્રા.શુ. ૧૪, ૨૦૪૬
આત્મા શક્તિ સ્વરૂપ છે, વ્યક્તિ સ્વરૂપ છે. દ્રવ્યરૂપે શક્તિ સ્વરૂપ છે, પર્યાયરૂપે વ્યક્તિ સ્વરૂપ છે. આત્મ દ્રવ્ય શક્તિ સ્વરૂપ હોવાથી દ્રવ્ય ભિન્ન ભિન્ન ગુણનો આધાર હોવાથી અનેક શક્તિ સ્વરૂપ જણાય છે.
તેમાં બે શક્તિ મુખ્ય છે. ચિદ્ શકિત અને આનંદ શક્તિ. ચિક્તિ બે કામ કરે છે. જાણવું અને જોવું. જીવનો સ્વભાવ (શક્તિ સ્વરૂપ હોવાથી) તે સ્વભાવ છે. સહજ સ્વભાવ હોવાથી જીવની અશુદ્ધ કે શુદ્ધ અવસ્થામાં પણ એ કામ કરતો હોય છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવાની એની શક્તિ છે. પણ જ્ઞેયને જાણવામાં પ્રથમ તબક્કે તો વસ્તુનું દર્શન થાય છે, જે જ્ઞાનનો જ એક અંશ છે. જેને સામાન્યોપયોગ કહેવાય છે. આ પ્રમાણે સહજતાથી બનતી એ વસ્તુ છે કે જ્ઞાન કરતાં પહેલાં દર્શન જ થાય જે સામાન્ય ઉપયોગ સ્વરૂપ (જ્ઞાન સ્વરૂપ) છે. જે ચિદ્ શક્તિનું એક સ્વરૂપ છે જેને દર્શન-શક્તિ કહેવાય છે. સામાન્યજ્ઞાન થયા પછી વિશેષજ્ઞાન થાય છે. દર્શનમાં સામાન્ય જ્ઞાન થાય છે. જ્ઞાનમાં વસ્તુના ભેદ-પ્રકારનું જ્ઞાન થાય છે જેને વિશેષોપયોગ કહેવાય છે, જે ચિક્તિ સ્વરૂપ છે જેને જ્ઞાનશક્તિ કહેવાય છે.
જીવની અશુદ્ધ અવસ્થામાં જીવને વસ્તુને જોતાંની સાથે સામાન્યનું જ્ઞાન થતું હોવાથી પ્રથમ સામાન્યોપયોગ હોવાથી દર્શન શક્તિરૂપે ચિક્તિ કામ કરે છે અને વિશેષ ભેદભાવ પણ વિશેષોપયોગ હોવાથી જ્ઞાન શક્તિરૂપે ચિકિત કામ કરે છે અને શુદ્ધ અવસ્થામાં જ્ઞાનને કોઈ આવરણ નહિ હોવાથી હાથમાં રહેલો આમળો જેમ પ્રત્યક્ષ છે તેમ સર્વ પદાર્થો જ્ઞાનમાં પ્રત્યક્ષ હોવાથી વિશેષોપયોગ હોય છે. જેથી પ્રથમ તબક્કે જે જ્ઞાન થાય છે તેમાં જ્ઞાન શક્તિરૂપે ચિક્તિ સક્રિય બની કાર્ય કરે છે અને વસ્તુના બે ધર્મો છે સામાન્ય અને વિશેષ. માટે જેવું જ્ઞેય તેવું જ્ઞાનમાં પ્રતિબિંબ પડતું હોવાથી સામાન્ય ધર્મવાન્ જ્ઞેયને જાણવા માટે દર્શન શક્તિરૂપે ચિક્તિ કાર્ય કરે છે.
આ રીતે શુદ્ધ અને અશુદ્ધ અવસ્થામાં આત્માની ચિક્તિ સક્રિય છે. જાણવું અને જોવું એ શક્તિ સ્વરૂપ આત્માનો સ્વભાવ હોવાથી સહજતયા થયા કરે છે. પરંતુ આત્માની નિરાવરણતામાં તે ચિક્તિ કાર્ય કરે છે ત્યારે વસ્તુનું નિર્મળ શુદ્ધ અને પ્રત્યક્ષ જ્ઞાન-દર્શન થાય છે. આત્માની સાવરણતામાં ભિન્ન ભિન્ન ગુણોના આવરણથી ભિન્ન ભિન્ન શક્તિઓ દબાયેલી હોવાથી મલિન. અશુદ્ધ અને પરોક્ષ જ્ઞાનદર્શન થાય છે. જેથી પરમાત્માએ બતાવેલા ભાવો (પદાર્થોનું સ્વરૂપ)નું જ્ઞાન મોહાદિના ઉદયથી અજ્ઞાનરૂપ બને છે અને આત્માને અંધ બનાવે છે. જેથી ભવાટવીમાંથી બહાર નીકળી શકતો નથી, અથડાય છે, કુટાય છે.
હવે આત્માની એક બીજી શક્તિ છે તેનું નામ આનંદ શક્તિ, જે વીર્ય શક્તિરૂપ છે. જેના દ્વારા
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
49
www.jainelibrary.org