________________
જુએ છે. પ્રગટ સ્વરૂપવાળાની જાણવાની અને જોવાની રીત જુદી છે અને અપ્રગટને જાણવાની અને જોવાની રીત જુદી છે અને અપ્રગટ સ્વરૂપવાળાને મોહ વગેરે કર્મની હાજરી હોવાથી અજ્ઞાન મળે છે માટે મૂંઝાયેલી મતિથી જુએ, જાણે છે. પ્રગટ સ્વરૂપવાળાને મોહાદિ નષ્ટ થયેલા હોવાથી જાણવા માટે મતિ આદિ જ્ઞાનનો સહારો લેવો પડતો નથી. તે તેમના શુદ્ધ જ્ઞાનથી આત્માને જણાય છે તે આત્મપ્રત્યક્ષ જ્ઞાનમાં જોવાની, જાણવાની ભૂલ થતી નથી. મતિજ્ઞાન છે ત્યાં સુધી તેનો ઉપયોગ થાય છે અને મોહ ભળે ત્યારે જાણવામાં ભૂલ કરે છે.
૫. અભેદ ભાવે સાધના કેવી રીતે ?
મ.વ. ૫
દાસ્યભાવે ભક્તિ તે ભેદોપાસના છે અને તદ્રુપોડહં પરમાત્મભાવે ભક્તિ તે અભેદોપાસના છે. પરમાત્મભાવ એટલે શું? હું પોતે જ પરમાત્મા છું એ ભાવ આવે ત્યારે અભેદભાવ આવે છે પણ આટલા કર્મથી મલિન, શરીરથી બંધાયેલો તેમાં પરમાત્મભાવ આવે જ કેવી રીતે ? મલિનતામાં શુદ્ધતાનો વિચાર તે પણ અજ્ઞાનમાં - મૂર્ખતામાં લેખાય. જેવું હોય તેવું વિચારીએ, જોઈએ તો વિચારક સાચા કહી શકાય !
આ વાત સાચી છે પરંતુ વર્તમાનની મલિન અવસ્થાથી તેની મૂળ સ્થિતિને ભૂલી ગયા છીએ તે યાદ પણ નથી, તેને જાણવા પ્રયત્ન પણ કર્યો નથી, અને એને ગંદોને ગંદો માની જ લઈશું પણ તેના સાચા સ્વરૂપને જાણીશું જ નહિ તો તેની ગંદકી દૂર કરવાનો પુરુષાર્થ, પ્રયત્ન પણ કરવાનું મન નહિ થાય અને ભૂંડની જેમ ગંદકીમાં રચ્યા પચ્યા રહેવાનું મન થયા કરશે. આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે? તેમાં આનંદ કેવો છે? સુખ કેવું છે? એ જાણીએ તો આ પુગલાનંદી જીવ આત્માનંદી બનવા કોશિશ કરે.
એને કેવળ ચર્મ ચક્ષુથી જોયેલા પદાર્થો અને તેમાં જ પાંચ ઈન્દ્રિયના વિષયની આસક્તિ કરી છે અને તેમાં જ લયલીનતાથી આનંદ અને સુખની ભ્રાન્તિમાં રહ્યો છે. પણ ઈન્દ્રિયાતીત આત્મસ્વરૂપ છે તેનો આનંદ અને સુખ પણ અતીન્દ્રિય છે તે ઈન્દ્રિયાસક્તને કલ્પના પણ કેવી રીતે થાય કે તે આનંદ અને સુખ કેવાં હોય ?
તે તો તેના જ અનુભવીને યત્કિંચિત્ સાધના દ્વારા ચાખવા મળે.
માટે અનુભવીને મળવું જોઈએ, સાધનાનો માર્ગ મેળવવો જોઈએ, અને તેને પ્રક્રિયા દ્વારા - પુરુષાર્થ મન, વચન, કાયા એ ત્રણે યોગનો થાય તે વડે સાધના કરવી જોઈએ. સાધના કરવા પ્રથમ સાધ્ય લક્ષ્ય ઓળખવું જોઈએ. તે સાધ્ય ઓળખવા માટે જેણે સાધ્ય સિદ્ધ કર્યું છે તેની પ્રવૃત્તિ જાણવી જોઈએ, કેવી રીતે તેમણે સિદ્ધ કર્યું તે આખો માર્ગ જાણવો જોઈએ, એ માર્ગ છે દેવચંદ્રજીની ચોવીશીમાં તેના વાંચન દ્વારા જેમણે સાધ્ય સિદ્ધ કર્યું છે એવા પરમાત્માનું આલંબન લઈને તેમાં રહેલા પરમાત્મતત્ત્વને સ્વભાવ-સ્વ-આત્મ-ભાવે જોવાની ટેવ પાડીને તે સ્વરૂપ પોતાનું રૂપ છે તેમ ઓળખી, તેને સાધકનો અંતર્નાદ
147
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org