________________
૨.
૩.
નિઘ્યમાંદા : વૈર અને વિરોધ આત્મસમત્વ ભાવના કારણે ચાલ્યા ગયા છે, માટે જ સાધુ કોઈ પણ જીવનો દ્રોહ કરતા નથી. કરેલા ઉપકારને ભૂલાય છે તે જ ખરેખર દ્રોહ છે. “પરસ્પરોપગ્રહોજીવાનામ્’” જીવોનું આ લક્ષણ છે. એટલે પોતાને અનાદિ કાળથી ભમતા જીવોના અનેક ઉપકારો થયેલા છે તેના આલંબન (સહાયરૂપ)થી અનેક ભવોમાં શાંતિનો અનુભવ કરી શકયા છીએ. જેમ ભગવાને માર્ગ બતાવ્યો તે ઉપકાર છે. અહીં જીવો તે માર્ગે ચાલવામાં સહાયક છે, તે ઉપકાર છે. જીવના કારણે પુણ્ય બંધાય છે અને સુખ મળે છે. આ તેમના ઉપકારને સાધુ ભૂલતા નથી, આ કૃતજ્ઞભાવના કારણે તે સાધુઓ ઉપકારનો બદલો વાળવા માટે નિરંતર જીવોના કલ્યાણની, સુખની ઈચ્છાવાળા હોય છે. કેમકે એટલો બધો જીવોનો ઉપકાર છે કે બદલો વર્તનથી વાળતાં પહોંચી શકાય તેમ નથી પણ વર્તન કરતાંય ભાવથી શકય છે અને તેની શક્તિ પણ ઘણી છે કે જે પહોંચી વળે, માટે નિરંતર જીવો તરફ દ્રોહ રહિત કૃતજ્ઞભાવવાળા હોય છે. ૪. વસંતમુદ્દોદા : જીવો પ્રત્યેનો વૈર, વિરોધ નથી, દ્રોહ નથી જે આ દોષો જીવો પ્રત્યેની લાગણીના અભાવે કઠોરતાના કારણે હતા. હૃદયની કઠોરતા જવાથી મન નિર્મળ બની ગયું છે, તેથી સાધુનું મુખ સદા પ્રસન્ન હોય છે. શાંતમુદ્રા હોય છે કારણકે દ્વેષ, અમૈત્રીભાવ, દ્રોહ આદિ મનના રોગ શાંત થઈ જવાથી અશાંતિનું કોઈ કારણ રહ્યું નહિ, મનની અશાંતિથી જ પ્રસન્નતા જાય છે, સાધુનું મન સદા પ્રસન્ન છે તેથી મુખની શોભા પ્રશાંત હોય છે.
જેમને જીવો સાથે વિરોધ નથી તે સાધુ કહેવાય. વિરોધ પણ જડ ઉપરના રાગના કારણે જીવ પ્રત્યે અપ્રીતિ થવાથી પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય છે, વિરોધ એટલે જીવો સાથે મૈત્રી ભાવથી જે સંબંધ જોડયો હતો તે અક્ષમત્વ ભાવથી તૂટી જવો તે. એટલે અભેદ સંબંધ ભાવમાં જ એકતા હતી, તે છૂટી ગઈ અને સંબંધ તૂટી ગયો. સંબંધ અપ્રીતિ થવાથી તૂટે છે અને અપ્રીતિ સહન નહિ થવાથી કે કરવાથી થાય છે. આ વિરોધ (જીવો સાથે સંબંધ તૂટી ગયો છે તે) જીવો પાસે ક્ષમા યાચવાથી ટળે છે. એટલે તૂટેલા સંબંધને જોડવા માટે અગર જીવોને દુઃખી થવામાં આપણે નિમિત બન્યા હોઈએ માટે તે બદલ તેમની પાસે માફી માગવી જોઈએ. આ ક્ષમા ધર્મ જીવો પ્રત્યે લાગણી-આત્મસમાનભાવ હોય તો આવી શકે છે. આ ક્ષમા ધર્મ સાધુનો મુખ્ય ધર્મ છે. સાધુ આત્મસમદર્શિત્વ ભાવવાળા હોવાથી તેમનામાં આ ધર્મ પ્રગટ થયેલો હોય છે તે કારણે જીવો સાથે તેમને વિરોધ ટળી ગયેલો હોય છે.
૫.
મિમયશુસંરોઠા : મનનિર્મળ અને શાંત થઈ ગયેલું હોવાથી દુર્ગુણો પ્રત્યે ખેંચાણ પણ નથી હોતું, પણ અભિમય ગુણ સંદોહા-ગુણોના સમૂહો જ ઈષ્ટ હોય છે. ગુણોને વિકસાવવાની ઈચ્છા પ્રબળ હોય છે. તેથી ગુણીઓનું આલંબન (નવપદ) લઈ પોતાના ગુણો વિકસાવવા પ્રયત્ન કરી રહેલા હોય છે, કેમકે ગુણાનુરાગ એટલે ગુણો પ્રત્યે ઈષ્ટતા થઈ છે. સાધુ ગુણના અનુરાગી હોય છે.
ચોદા : ગુણોનો રાગ થવાથી મોહ કે જે સર્વ દૂષણોનો રાગ છે તે ટકતો નથી. એટલે કે ગુણો પ્રત્યે લક્ષ્ય જવાથી સાધુને મોહ મૂંઝવી શકતો નથી. મોહની સામે લડાઈ શરૂ કરી હોવાથી
સાધકનો અંતર્નાદ
193
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org