________________
ગમે છે હજી રતિ પ્રીતિ છે બહારમાં, તેથી તારા શ્રવણ, પૂજન, દર્શન થવા છતાં, તું આત્મ સ્વરૂપનું દર્શન કરાવનાર, અનંત ગુણનો ખજાનો પરમ આત્મા હોવા છતાં, તારા ખજાનાને મેં ઓળખ્યો નથી,
ઓળખવા માટે પ્રયત્ન કર્યા નથી એટલે ચિત્ત તેમાં લોભાતું નથી, રસ લેતું નથી અને તેમાં ચોંટતું નથી. તેથી જ હે જગતુબંધુ ! હું બધા અનર્થો, દુઃખો, પરાભવો, વિપત્તિઓનું પાત્ર બન્યો છું હવે તું મળ્યો છે. તારો જ આધાર છે. શરણ છે મારે તે દુઃખો નથી જોઈતાં મારે તો તારામાંજ ચિત્તને એકાગ્ર બનાવવું છે. તે સિવાય બીજી કોઈ વસ્તુ ગમતી નથી પણ કોણ જાણે ચિત્ત એકાગ્ર બનતું નથી ખરેખર પ્રભુ ! મારામાં કાંઈ શક્તિ નથી. હું તન ભૂલો પાંગળો છું માટે તારા શરણે આવ્યો છું, હવે તો તારામાં ચિત્તને એકાગ્ર બનાવવાની શક્તિ પણ તું આપ. તારે આપવી જ પડશે હું બીજે કયાં જઉં ? દુઃખી જન પર વાત્સલ્ય ધરાવનાર તું જ છે એટલે તો આ દુઃખીઓ હું તારી પાસે આવ્યો છું, હું નિરાધાર છું તારા વચનો નહિ સાંભળવાથી, તને નહિ પૂજવાથી, તારા દર્શન નહિ કરવાથી હું દુઃખોનો અનુભવ કરી રહ્યો છું. એ સાંભળવા, પૂજવા, દર્શનમાં ચિત્તને એકાગ્ર બનાવવું છે, તે મારી પાસે નથી. તું શક્તિઓનો ભંડાર છે તો તું મને તેમાંથી આ શક્તિ આપ. તું શરણ આપનાર છે, હું નિરાધાર છું. તો શરણ આપ. તું કરુણાનું ધામ છો, હું દયાપાત્ર છું. મારા પર દયા કર. હવે આ દુઃખો મારે નથી જોઈતાં મારાથી સહન પણ નથી થતાં. તું દયાળુ છે તે જાણી તારી પાસે આવ્યો છું તેનાથી તું મને છોડાવ. હું એટલું તો સમજયો છું કે તે દુઃખોથી છૂટવા માટે તારામાં ચિત્તને સ્થિર કરવાની જ જરૂર છે, માટે મારા ચિત્તને તું સ્થિર કર.
સાધુતાનાં લક્ષણો उज्झियवइरविरोहा निच्चमदोहा पसंतमुह सोहा ।
अभिमयगुणसंदोहा, हयमोहा साहुणो सरणं ॥१॥ ૧. જેમણે વૈર અને વિરોધનો ત્યાગ કર્યો છે, તે સાધુ કહેવાય. જીવને જડ ઉપરના રાગથી અનાદિ
કાળથી જીવ પર દ્વેષનો અનુબંધ ચાલ્યો આવે છે. આ ષનો જે અનુબંધ છે તેને જ વૈર કહેવાય છે. આ વૈર અમૈત્રીભાવમાંથી થયેલું છે. સાધુને સર્વ જીવો પ્રત્યે આત્મસમાનભાવ હોય છે, બીજાના હિતમાં તત્પર હોય છે, સદા મૈત્રીભાવથી યુક્ત હોય છે, તેથી વેરના કારણરૂપ જે અમૈત્રીભાવ તેમનામાં હોતો નથી. અનાદિ કાળનો જીવ પર દ્વેષ હતો તે મૈત્રીભાવથી ટળી ગયો હોય છે. જયાં કેવળ સ્વાર્થ હોય છે ત્યાં દ્વેષની પરંપરા ઉત્પન્ન થાય છે. સાધુને પરાર્થ મુખ્ય હોય છે. આ પરાર્થ જીવન જીવ પ્રત્યેનો દ્વેષ તૂટ્યા વિના અને મૈત્રીભાવ આવ્યા વિના બનતું નથી. એટલે સાધુ આત્મસમદર્શિત્વભાવથી જગતના સર્વ જીવો પ્રત્યે કલ્યાણ (સુખ)ની કામનાવાળા હોય છે. કારણકે તેઓએ જીવો પ્રત્યેના દ્વેષની પરંપરાથી ચાલ્યા આવતા વેરનો ત્યાગ કર્યો છે. આનો ભાવ એ છે કે સાધુને “શિવમસ્તુ સર્વ જગત” આ ભાવના આત્મસાતું હોય, આ ભાવને
ટકાવવા માટે આત્મસમદર્શિત્વભાવયુક્ત વર્તન હોય છે. સાધકનો અંતર્નાદ
192
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org