________________
તીર્થકરના આત્માને આ ભાવ ટોચનો હોય છે. તેથી નીચે ઉતરતા જીવને, ગણધરના આત્માને, તેમનાથી ઘટતો હોય છે. તે સિવાયના જીવોને પોતાની લાયકાત પ્રમાણે વિરતિધર, અવિરતિ, સમ્યગદર્શી આદિ જીવોને અનુક્રમે ઉતરતો હોય છે. પરંતુ જયાં કેવળ સ્વાર્થભાવ છે. જયાં પરમાર્થનો અંશ પણ નથી. હું કોઈનું કંઈક કરું, દુઃખ દૂર કરું, સુખ-શાતા આપું વિગેરે ભાવનો અંશ પણ નથી ત્યાં મિથ્યાત્વ છે કારણ કે જયાં કેવળ સ્વાર્થભાવ છે ત્યાં જીવો પ્રત્યે કૂરભાવ, નિર્દયતા, નિર્ધ્વસ પરિણામ સહેજે જ આવી જાય છે. આ ઉપરથી એમ નક્કી થાય છે કે ધર્મની શરૂઆતમાં પ્રાથમિક ભૂમિકાએ પરમાર્થભાવ તો હોવો જ જોઈએ. માર્ગાનુસાર જીવમાં પણ સ્વાર્થ ભાવ મોળો પડેલો હોય.
હવે આપણે એ ઉત્તમભાવ-પરાર્થભાવ ન પામ્યા હોઈએ કે પામ્યા હોઈએ તો પણ તે મેળવવા કે દઢ કરવા શિવમસ્તુ સર્વ જગત , એ ભાવના, હૃદયમાં સ્પર્શે તે રીતે ચિંતનપૂર્વક ભાવવી જોઈએ.
આ ભાવનામાં આપવાનું કે કરવાનું કાંઈ નથી, ફકત હૃદયને જ વિશાળ બનાવવાનું છે. હૃદયમાં ભરેલી મલિનતા-સ્વાર્થભાવને દૂર કરવાની છે. વારંવાર શિવ મસ્તુની ભાવના કરવાથી, હૃદય વિશાળ બનશે, તેથી સ્વાર્થનો કચરો દૂર થશે. માટે બીજા પદમાં કહ્યું છે કે. ૧૨. પરહિતનિરતા ભવંતુ ભૂતગણા:
આ.શુ. ૩+૪ બધાનું ભલું થાવ એ ભાવના ત્યારે જાગે કે સ્વાર્થભાવ ગૌણ કરીને પ્રાણીઓ બીજાના હિતમાં રક્ત બને. જગતના જીવોનું કલ્યાણ થાઓ, સાથે સાથે જગતના જીવો પરાર્થમાં રક્ત બનો જેથી શુભ ભાવના તેઓની સ્થિર રહે.
પરના હિતની ઈચ્છા એટલે બીજાના સુખની ઈચ્છા. જીવોનું હિત આ લોક કે પરલોકનું કાંઈ નિષ્પાપ હોય તે ચિંતવવું. સ્વ હિતની ભાવના દરેકને અસ્થિમજ્જા હોય છે. તેમાં કેવળ સ્વાર્થ છે. નિષ્પાપ પણ સ્વ હિતના ભાવમાં સ્વાર્થભાવ છે. જે તીર્થકરોને નથી હોતો. તે કેવળ પરના હિત માટે જ પ્રવૃત્તિ કરે છે. છઘ0 કાળમાં પણ પરમાત્માના જન્મ, દીક્ષા પરહિત માટે છે.
તીર્થકર ભગવંતોની સર્વ પ્રવૃત્તિ પરહિત માટે હોય છે. માટે આ ભાવ પણ તેઓને ટોચનો સ્પર્શે છે.
જો કે પરહિતમાં નિશ્ચયથી સ્વહિત રહેલું છે. કેમકે દરેક અનુષ્ઠાન (ધર્મ ક્રિયા)માં બીજાનું જ કરવાનું હોય છે. ધર્મ કરવો એટલે સ્વહિત કરવું, પણ એક પણ ધર્માનુષ્ઠાન એવું નથી કે જેમાં બીજા જીવોની અપેક્ષા ન હોય. પાંચ મોટા પાપથી વિરામ પામીને સ્વધર્મ-અહિંસા પ્રગટાવવારૂપ સ્વહિત કરવું છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાતથી અટકવા માટે પ્રવૃત્તિમાં બીજા જીવનું હિત રહેલું છે. જુઠથી અટકવા માટે સત્ય ધર્મ પ્રગટાવવા રૂપ સ્વહિત ત્યારે થાય છે જો બીજાનું હિત જુઠું ન બોલવારૂપ થાય તો. જુઠું બોલવામાં નિમિત્ત જીવનું હોય છે. પછી ભલે જુઠ જડ કે ચેતન સંબંધી હોય. એ રીતે ચોરી, મૈથુન, પરિગ્રહ આ બધા પાપથી અટકવામાં પરહિતની વૃત્તિ હોય છે અને થાય છે અચૌર્ય-બ્રહ્મચર્ય નિષ્પરિગ્રહરૂપ સ્વહિત.
આપણો ધર્મ (વ્યવહાર ધર્મ) બધો જ પરોપકારથી જ થાય છે. માટે જ સાધુ ધર્મનું લક્ષણ સાધકનો અંતર્નાદ
117
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org