________________
કર્યો છે એટલે પરમ જયોતિસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર પ્રત્યક્ષ છે તે વિશ્વાસથી જ શ્રદ્ધા કરવા લાયક છે કારણ કે ઘાતિ કર્મ ચાલ્યા ગયાં, રાગ, દ્વેષ, મોહની કનડગત ગઈ એટલે તેમને હું આનો ઉપકાર કરું કે આના પર અપ્રસન્ન થાઉં, આવો કોઈ ભાવ રહ્યો નહિ તેથી એવા અરિહંતાદિને મિથ્યા બોલવાને કંઈ કારણ રહેતું નથી, તો આવા પરમાત્મા અશ્રદ્ધેય કેમ બને? તેથી હે પ્રભુ ! મને તો તારા સિવાય બીજું કાંઈ મારા હૃદયમાં રુચિ કરવા લાયક લાગતું જ નથી એકાંતે શ્રદ્ધેય એક તું જ છે. તારા સ્વરૂપનો વિચાર કરતાં મને તે ખૂબ ગમી ગયું અને મારે પણ તેવા થવું છે. મારે તારા જેવું સ્વરૂપ પ્રગટ કરવું છે. પણ તેવા થઈ શકાય કેવી રીતે? મને તીવ્ર ઈચ્છા થઈ છે. એક ઉપાય છે, જેવા થવું હોય તેનું ધ્યાન કરવાથી તેવા થવાય છે તો કોનું ધ્યાન કરવા લાયક છે? જે પરમરહસ્યભૂત પરમાત્મા છે, જે પરમેષ્ઠિઓમાં પરમ-પ્રકૃષ્ટ-સિદ્ધરૂપ છે પરમેષ્ઠિ ભગવંતો ચિત્ અને આનંદરૂપ બ્રહ્મને વિષે રહે છે. તેઓમાં સિદ્ધ ભગવંતો પ્રકૃષ્ટ છે. તો સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ થયું છે. માટે પરમેષ્ઠિઓમાં પ્રધાનભૂત સિદ્ધભગવંત રૂપાતીત હોવાથી તે જ ધ્યાન કરવા લાયક છે નિરંતર, વારંવાર સ્મરણ કરવા લાયક તે જ છે કેમકે મારે રૂપાતીત સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, પ્રગટ કરવી છે.
હે પ્રભુ! મારે એ પરમાત્માનું ધ્યાન તેમના જેવા થવા માટે કરવું છે પણ હે કરુણાસાગર ! મને તો જેને મહાકષ્ટ રોકી શકાય એવા અજ્ઞાનાદિ આંતરશત્રુઓએ મારી આત્માની અનંત શક્તિને મારી પાસેથી ઝૂંટવી લીધી છે, હવે શકિત વિનાનો હું શું કરું? તારું ધ્યાન કેવી રીતે કરું? એક માર્ગ છે. પરમાત્મા મહાસમર્થ, શક્તિશાળી છે, નિર્મળ કેવળજ્ઞાનના પ્રકાશ વડે અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર ગયેલા છે. એટલે સત્ત્વ, રજસ, તમોગુણ જે આખા સંસારને ઊભા કરનાર આગેવાન છે તેને ઓળંગી ગયેલા છે, આવા પરમાત્માનો આશ્રય લઉં, તેમને હું મારું બધું સોંપી દઉં એટલે તેમની ઓથ લીધા પછી આંતર શત્રુઓ મને કંઈ કરી શકશે નહિ, જેથી મારું કાર્ય સિદ્ધ કરી શકીશ. અજ્ઞાનરૂપ અંધકારની આગળ સૂર્યનો ઉદ્યોત થાય એટલે અંધકારનો નાશ થાય જ. આ પરમાત્મા સૂર્યના જેવા ઉદ્યોતવાળા છે તેથી તેમનું હું શરણ સ્વીકારું છું.
જેનું મેં શરણું લીધું છે તે સામાન્ય શકિતવાળા નથી. એ પરમાત્માનું તો જેમનું અણિમા વગેરે આઠ મહાસિદ્ધિઓનું તેજ પ્રસિદ્ધ છે એવા મુનિઓ પણ તે સ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર ધ્યાન કરે છે અને ધ્યાન દ્વારા તે સ્વરૂપનો અભ્યાસ કરે છે. આવા મહાન સમર્થ મને મળી ગયા છે. તેના શરણે ગયેલો છું ત્રણ જગતના નાથને શરણે ગયેલો છું. તે ત્રણ જગતનું રક્ષણ કરવામાં સમર્થ છે, કેમકે તેમની સામો થઈ શકે એવો ત્રણ જગતમાં તેમના જેવો કોઈ બળવાન મલ નથી, જેથી તે મારું પણ યોગ - જે જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત નથી થયા તેને પ્રાપ્ત કરાવનાર છે અને ક્ષેમ - પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરનાર છે એટલે મને આંતરશત્રુઓનો ભય નથી, તેમના શરણે ગયેલો હું એવા ત્રણ જગતના નાથ વડે નાથવાળો થયો છું. તે ત્રણ જગતનું રક્ષણ કરવા સમર્થ છે, એનું કારણ એ પરમાત્માએ સર્વ લેશરૂપ વૃક્ષોને રમત માત્રમાં ઉખેડી નાખ્યા છે જે અવિદ્યા-મિથ્યાજ્ઞાન-પરમાં આત્મબુદ્ધિ કરાવે છે. સાધકનો અંતર્નાદ
180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org