________________
પરિશિષ્ટ-૨
પત્રો
ચે.વ. ૧૦, જેતપુર. ધર્મલામ !
મણીબહેનના સમાચાર વાંચ્યા, તમે નજીક છો તો સારી રીતે સમાધિ રહે તે માટે પ્રયત્ન કરશો. અમારે ને તમારે બધાને એજ કામ કરવાનું છે કોઈ પણ સમાધિ પામે, અમે ત્યાં હોત તો પણ કાંઈ એમની સાથે રહી શકાત નહિ, સાથે તો તમે જ રહી શકો.
મણીબહેનને કહેજો કે નવકાર ખૂબ ગણજો. બીજા કશામાં ચિત્ત રાખશો નહિ, શરીર શરીરનું કામ કરે, પીડા થાય તો તે વખતે “અરિહંત' આ ચાર અક્ષરનો જાપ ચાલુ રાખશો. પીડા શાંત થવાની હશે તો એનાથી જ થશે. જગતમાં બીજી કોઈ એવી શક્તિ નથી કે જે શાંત કરે. દવા તો અશાતા વેદનીય ખપે ત્યારે ટેકો આપે પણ શાંતિ જાપ આપશે, માટે તમારી સેવા કરનારને દવા વગેરે જે કરવું હોય તે કરવા દેજો અને તમારું ચિત્ત તમે અરિહંત પરમાત્મામાં રાખશો. તમે નવકાર ઘણા ગણ્યા છે એટલે નવકાર તો સૂતાં-સૂતાં પણ ગણાતા હશે.
વિ.શુ. ૬, શની ધર્મલાભ !
મણીબહેનને જણાવવાનું કે આવા ભયંકર દર્દની અંદર પણ તમારું સુપ્રસન્ન મુખ અને સમતાના સમાચાર જાણી ખૂબ આનંદ થયો છે. ખરેખર તમે પાછળની જિંદગીમાં પણ શરીર પાસેથી કસ કાઢીને કામ કાઢી લીધું છે. નમસ્કાર મહામંત્રના લાખો જાપ કરીને આત્માને પવિત્ર બનાવી દીધો છે. આ અવસરે હવે તમારી જીવનભર કરેલી આરાધનાની પરીક્ષા છે. કસોટીમાંથી પસાર થતી વખતે આત્મા જયારે પ્રસન્નતા અનુભવે ત્યારે એ પરીક્ષામાં પાસ થાય છે, હાલ તમારી એ અવસ્થા છે. કદાચ જવાનું આવે તો પણ હસતે મુખે પૂર્ણ તૈયારી છે ને? તમે તમારા જીવનમાં કરવા યોગ્ય બધું કરી લીધું છે. હવે તો ફકત અનંત ઉપકારી અરિહંત પરમાત્માના ધ્યાનમાં જવાય અને સમાધિમરણ મળે એવી પ્રાર્થના પ્રભુ પાસે હંમેશાં કરજો. પરિગ્રહ બધો મન-વચન-કાયાથી વોસિરાવી દેજો, જરૂર પૂરતું રાખીને, અમુક સમય સુધીનું પચ્ચખાણ કરી લેવું. સર્વ જીવોની સાથે ક્ષમાપના દિવસમાં ત્રણ વાર યાદ કરીને કરવી. સુશીલાબહેન પાસે હંમેશા પુણ્ય પ્રકાશનું સ્તવન સાંભળવાની માંગણી કરવી. અમારી ચાતુર્માસ પછી તરત વિહાર કરીને આવવાની ભાવના છે પણ કદાચ તે પહેલાં તમે જતા રહો તો દેવલોકમાં જઈને બીજા પર પરોપકાર કરવા માટે અમોને સહાય કરવા જરૂર આવજો એટલી
સાધકનો અંતર્નાદ
201
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org