________________
ગિરનારની યાત્રાનો અનુભવ
જુનાગઢ
પ્રભુ પાસે અખંડ બ્રહ્માનંદની માંગણી કરી હતી અને પ્રભુને (નેમનાથ ભગવાન) બ્રહ્મસ્વરૂપ પૂંજરૂપે ધ્યાનમાં લઈ તેનો ધોધ મારા પર વરસાવી રહ્યા છે અને વરસી રહેલા બ્રહ્માનંદથી હું પૂર્ણ થઈ, આનંદના અનુભવનો આસ્વાદ લેવા પ્રયત્ન કર્યો હતો. પ્રભુ સામે બેસી આ રીતે ચિંતન-ધ્યાનમાં એકાદ કલાક બેઠા હતા.
ન
હું અને તું-એકત્વ ભાવના દીનતા રહિત ભાવ્યા સિવાય આવતી નથી. જયારે તે ભક્તિમાં લીનતા આવે છે ત્યારે જગતના બધા સંબંધોથી મન અલિપ્ત થઈ જાય અને પોતે એકલો જ છે એવું દેખાય છે. (ફકત પરમાત્મા સિવાય) બીજું કોઈ પોતાનું નથી લાગતું ત્યારે આ ભેદ-ભાવની ભક્તિ થાય છે પરમાત્મા અને પોતાના આત્મામાં કંઈ ભેદ ન લાગે પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય ત્યારે અભેદ ભાવથી ભક્તિ થાય છે અને તે માટે આપણો આ બધો અભ્યાસ છે. અભ્યાસ સતત ચાલુ રહે તો વિકાસ જલ્દી થાય છે પણ એ અભ્યાસ સતત રહે તે માટે સમય મળે એ દિવસો કયારે આવે? તેની રાહ જોનારને તેવા દિવસો કોઈ નવા ઊગવાના નથી. આજે આપણા આયુષ્યના દિવસ અને રાત્રિઓ ચાલી જાય છે તે જ અભ્યાસ માટેના છે.
હમણાં હું પોડશક વાંચું છું, ત્રીજા ષોડશકમાં ધર્મનું લક્ષણ ચિત્તની તુષ્ટિ - પુષ્ટિ તે ધર્મ. ચિત્તની તુષ્ટિ - પુષ્ટિ પણ અનુબંધવાળી હોય તો મુક્તિ થાય, અને તેને અનુબંધવાળી કરવા માટે પાંચ આશયવાળો ધર્મ કરવો. એ વાંચન કર્યા પછી તે બાજુ સારો એવો પુરુષાર્થ કરવાનું બળ ભગવાનની કૃપાથી મેળવવા ઝંખના રાખું છું.
આ માંદગીમાં ‘અરિહંત પરમાત્માની ઓળખાણ' વાંચી. તેમાં આપણને કર્મથી મુક્ત બની સંપૂર્ણ સુખ મળે તે માટે તેમણે કરુણાથી વાણી દ્વારા માર્ગ બતાવ્યો છે.
તેમાં કયા - કયા માર્ગ બતાવ્યા છે ? જેમ કે યોગમાર્ગ=વિકાસ યોગ- ઉત્ક્રાન્તિ યોગ-ગુણસ્થાન ક્રમ. આમાં આત્મા કયા - કયા યોગ કે માર્ગના અવલંબે વિકાસ સાધી શકે તેનું સુંદર માર્ગદર્શન આગમો દ્વારા આપ્યું છે તે ઉપકાર અનહદ લાગે છે જેથી બધાં દર્શનો કરતાં આ (જૈન) દર્શન ઉપર અંતરંગ બહુમાન વધી જાય છે.
બીજું, તેમનું તથા ભવ્યત્વ-યોગ્યતા-ઊંચામાં ઊંચું. તેમાં તેમના ગુણોનું વિવરણ છે. જે અવલંબનઆદર્શરૂપ બની આપણા પોતામાં તે તે ગુણો ખીલવવા માટે સહાયક બને અને કૃતજ્ઞભાવ જગાડે. (મહાન ઉપકારી લાગે) જેથી ગુણોની ખિલવણી નિરહંકારપૂર્વક થાય, એ રીતે ખીલવાથી ગુણ નિર્દોષ અને શુદ્ધ ખીલે. કૃતજ્ઞભાવે સ્વીકારેલું આત્માને નુકસાનકર્તા ન બને અર્થાત્, ગુણ તે દુર્ગુણ સાથે ન હોય પણ તે આદર્શથી શુદ્ધ ગુણ મળે એ મહાન ઉપકાર લાગે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
200
www.jainelibrary.org