________________
તાપપદ
તપ બે પ્રકારે બાહ્ય અને અત્યંતર.
બાહ્ય તપ આત્મા તરફ જવા માટે અને જડ એવા શરીરની ભિન્નતા અનુભવવા માટે છે. બાહ્ય તપ સિદ્ધ થવાથી અત્યંતર તપના છેલ્લા બે પ્રકારમાં આત્મા સ્થિરતા કરી શકે છે. ધ્યાન અને કાયોત્સર્ગનું ફળ ચૌદમું ગુણસ્થાનક છે, તે ગુણસ્થાનકે આત્મા સર્વ ઈચ્છાથી નિવૃત્ત થયેલો, આત્મામાં સ્થિરતા પામે છે તે વખતે પરભાવથી સંપૂર્ણ વિરામ પામે છે. તે વખતે પરભાવથી સંપૂર્ણ વિરામ પામી સ્વભાવમાં સ્થિરતાનું અનુપમ સુખ ભોગવે છે.
શ્રા.સુ. ૧ જિહાં જિહાં દીજે દિખ્ખ તિહાં તિહાં કેવળ ઉપજે એ આપ કન્ડે અણહંત ગોયમ દિને દાન ઈમ,
ગૌતમ સ્વામી જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું હતું, પોતાને કેવળજ્ઞાન ન હતું અને શિષ્યોને તેનું દાન કર્યું તેનું કારણ કેવળજ્ઞાની એવા મહાવીર સ્વામીની સાથે અભેદ ભાવે રહેલા તેમને પોતાની પાસે નહિ હોવા છતાં મહાવીર સ્વામીની પાસે હતું તે તેમની સાથે અભેદ હોવાથી તે કેવળજ્ઞાનનું દાન પોતાના શિષ્યોને કરતા હતા.
૮. ક્ષમાં
ભા.સુ. ૪, સં. ૨૦૫૧ સો જીવ કર્માધીન છે. અર્થાતું, ચેતન દ્રવ્યને જડના સંયોગે તે પરાધીન બનેલો આત્મા છે, ભૂલો જે થાય છે તેનું કારણ તેના કર્મની આધીનતા છે. આ આધીનતા, જયાં સુધી જીવ તેનાથી મુકત ન થાય ત્યાં સુધી રહેવાની છે.
જો કે તેને આધીન ન બનવું હોય તો જીવમાં સામર્થ્ય છે. પણ સામર્થ્ય હોવા છતાં તેનો ઉપયોગ કરે નહિ તે પણ જીવની પામરતા છે. પુરુષાર્થ કરીને કર્મને આધીન ન બનવું તે શક્ય છે જીવ પુરુષાર્થ કરતો નથી અને સામર્થ્યનો ઉપયોગ કરતો નથી તેમાં કારણ ઘણી વખત તેને ભૂલ દેખાતી નથી (પોતાની) અને ભૂલ દેખાય તોય પુરુષાર્થ કરતો નથી તેમાં અજ્ઞાન કામ કરે છે. જે અજ્ઞાન મોહજન્ય છે. ભૂલ દેખાતી નથી તે અહંકાર જન્ય છે. આ રીતે મોહ અને અહંકાર પણ કર્મની જે રચના છે. મોહાધીનતા અને અહંકારની આધીનતા એ પણ કર્મથી જ ઉપજેલી વસ્તુ છે.
માટે, કોઈ જીવની પણ ભૂલ હોય તો તે ઉપેક્ષણીય છે પણ મનમાં સંગ્રાહ્ય નથી. વળી એવું કદી બનતું નથી તે સકમંજીવ ભૂલ વિનાનો હોય તો તેના સંપર્કમાં રહેનારે તેમની ભૂલ જોવી ન જોઈએ, જોવાઈ જાય તો ખમવી જોઈએ, એને માફ કરવી જોઈએ. સાધકનો અંતર્નાદ
167
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org