________________
ભગવાને પરિષદો અને ઉપસર્ગો કેવા પ્રસન્ન હૈયે સહન કર્યા છે, તેમની પાસે માંગો કે એ શક્તિનો એક અંશ આપો તો હું જીતી જાઉં !
નરક અને તિર્યંચના શરીરો પણ આ આત્માએ ધારણ કર્યા છે ત્યારે તેણે શું શું સહન નથી કર્યું? જો તેનું જ્ઞાન થઈ જાય અને તમારા અનુભવેલા ભવો દેખાય તો આ પીડા તેની પાસે મામુલી લાગે.
આ પણ એક ચાન્સ છે દુઃખો - પીડાઓ સહન કરવાનો, અભ્યાસ કરવા દ્વારા આત્માની અંદર દઢ સંસ્કાર પાડવાનો, પછી જયારે જયારે (પરભવમાં) દુઃખ પીડાકારક કર્મો ઉદયમાં આવશે ત્યારે તે ભોગવતાં આત્મા નવો અશુભ કર્મબંધ નહિ કરે, અને નિર્જરા ઘણી થશે. અસહનશીલતા વગેરે વિદનો જે આત્માને કર્મ મુકિતમાં આડે આવે છે તે અટકી જશે.
તમને જે જે વિચારો આવે તે ખુશીથી લખશો. ગુરુને બધું જણાવી શકાય. દર્દની પીડાનું ખાસ લખશો. તો અમને પત્ર લખવાની પ્રેરણા થાય.
પત્ર વાંચી શુભ ધ્યાનમાં ચિત્ત લાગે એ જ અભિલાષા.
૩૮
જે.વ. વળી, રાજકોટ. ધર્મલાભ !
મણીબહેનની આખર સ્થિતિ જેવું છે એટલે ત્યાં પત્ર લખવામાં સમય પૂરો થઈ જાય છે તેથી તમને લખી શકાતું નથી.
નવકાર ગણ્યા, પુણ્યાઈ વધી, બાર મહિના વધુ જીવ્યા. તે કોના માટે જીવ્યા ! બંગલો, બગીચાનું મમત્વ કરવા? તમે બચ્યા છો વધુ નવકારમય થવા માટે તો જે કાંઈ મમત્વ થઈ ગયું તેની નવકાર પાસે માફી માગી લેશો અને વધુ નવકાર ગણી વધુ પુણ્ય ઉપાર્જન કરજો કે જે મોક્ષમાં જલ્દી લઈ જાય.
સવારે સીમંધરસ્વામી ભગવાન પાસે જવાની ભાવના કરવી. ભાવના વગર કોઈ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થતી નથી અને ભાવ કર્યા પછી તે વસ્તુ પ્રાપ્ત થયા વગર રહેતી નથી.
૩૯
અ.વ. ૨, રાજકોટ. ધર્મલાભ !
ગઈ કાલના સુશીલાબહેનના પત્રમાં હતું કે તમે બેભાન થઈ ગયા હતા. તમારે હવે સંભળાવનારની ખોટ પડી છે. તમે સ્વસ્થ હો તો નવકારવાળી બાંધી હાથ ઉપર ન ફાવે તો સંખ્યા વિના જયાં સુધી ગણાય ત્યાં સુધી નવકાર આખો ગણ્યા કરવો. આખો ન ગણી શકાય તેવી પરિસ્થિતિમાં નવકારનું પહેલું પદ ગણ્યા કરવું. છેવટે “અરિહંત' એ ચાર અક્ષરની ધૂન લગાવવી. એ ધૂનના અભ્યાસથી અરિહંત અરિહંત કરતાં સમાધિ મરણની તમારી ભાવના પૂરી થશે. આ નવકારના અક્ષરોમાં જ એવી સાધકનો અંતર્નાદ
230
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org