________________
થવામાં કારણ શું? જ્ઞાન ગુણનો મહિમા એવો છે અને જ્ઞાન ગુણના એવા મહિમાનું કારણ તે આત્માનો સ્વભાવ છે. આત્મ-સ્વભાવમાં રમણતા એટલે આત્માના જ્ઞાન, ગુણથી પદાર્થોના જાણવા જોવામાં આનંદ. આને સ્વરૂપ રમણતા કહેવાય, કારણ કે આત્માનું સ્વરૂપ જ્ઞાન કરવું, સંવેદન કરવું તે છે અને તેથી આનંદ પામવો.
જગતના પદાર્થો જાણવા તેમાં જગતના પદાર્થોની બેડોળતા તે જ્ઞાનમાં નડતી નથી. પદાર્થોનું પ્રતિબિંબ જેવું હોય તેવું આત્મામાં ઉપયોગમાં પડે છે તેને જ્ઞાન કહે છે. જાણે છે તે જાણવાનો આનંદ હોય છે. પદાર્થ સ્પર્શતો નથી. કદરૂપા પદાર્થનું રૂપ કદરૂપું દેખાય, જણાય, પણ તે કદરૂપું છે તેમ મોહના અભાવે એવું સંવેદન નથી થતું પણ જેવું છે તેવું છે. તેનું સ્વરૂપ જેવું છે તેવું જાણવાનું જ કાર્ય હોય છે.
આત્માનું સ્વરૂપ આ છે, જાણવું અને જોવું. આત્મામાં રમવું અર્થાતુ, આનંદ પામવું.
મ.વ. Oll. આત્માનું પરમાત્મા સાથે અમેદાનુસંધાન થયા પછી આત્માનું અનુસંધાન ઉપયોગકારે થાય છે, ત્યારે આત્માનો અનુભવ થાય છે આત્માનું સ્વરૂપ ઉપયોગથી સંવેદન પામે છે. આત્માના સ્વરૂપને આનંદ સ્વરૂપ જોઈને હું આનંદ સ્વરૂ૫ છું તેવું ઉપયોગ દ્વારા આત્મા સંવેદે છે. તે જ આત્માનુસંધાન છે. સ્વનું અનુસંધાન કરવા માટે જ પરમાત્મા સાથે એટલે પરમ આત્મ સ્વરૂપ જેમને પ્રગટ થયું છે તે તેમના સ્વરૂપ સાથે ઉપયોગને જોડતાં સત્તાએ નિજ સ્વરૂપને જોતાં સમાનતામાં સ્વાત્મા સાથે અનુસંધાન-ઉપયોગનું જોડાણ થાય છે તે સ્વાત્માનુભવ છે.
ફા.સુ. ૧ હે ભવ્યજીવો ! આ જીવનનો સાર જડ, ચેતનની ભિન્નતા ઓળખી આત્મામાં અભેદભાવે મળી જવું તે છે.
તેના માટે જ આ બધી ધર્મ સાધના છે, ધર્મ-વિરતિ છે, તે આરાધવા દ્વારા જડ, ચેતનની ભિન્નતા જાણીને તપ, પરિષહો સહવા, ઉપસર્ગો સહન કરવા, કાયાને કષ્ટ આપવું, આ બધું મેદાનુભવ માટે છે. આ રીતે જડ એવી કાયાનું મમત્વ, રાગ તથા આસક્તિ તૂટતાં આત્મા અને શરીર જુદાં છે તે અનુભવવામાં અને જડની પ્રીતિ તૂટે, વિષયોનો રાગ ઘટે ત્યારે તગ્નિમિત્તક થતાં ક્રોધ, માન, માયા, લોભના અંશો અલ્પ થવા માંડે, જગતના જીવો પ્રત્યે સમાનતાનો ભાવ જાગે અને જીવ તત્ત્વ પ્રત્યે પ્રીતિ જાગે.
જીવ પ્રત્યે પ્રીતિ જાગે ત્યારે સ્વાત્માની પ્રીતિ જાગે અને તેના સ્વરૂપને-અવસ્થાને કંગાલ અવસ્થામાં જુએ ત્યારે તેની સંપત્તિ છે, કે આજ સ્થિતિ છે તેમ જાણવા જ્ઞાનીને મળે. જાણીને પરમાત્મ તત્ત્વ પ્રત્યે પ્રીતિ જાગે તેમની સાથે મળવા પ્રયત્ન કરે, તેમના સ્વરૂપને જાણીને પોતાના સ્વરૂપની ભેદરેખાથી સાધકનો અંતર્નાદ
155
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org