________________
ઓળખે. પરંતુ સત્તાએ નિજ સ્વરૂપને સમાન જાણીને તે સ્વરૂપે પ્રગટ કરવા આત્મધર્મના ધ્યાનમાં સ્થિર બને અને શુકલ ધ્યાન પ્રગટ થતાં કેવળ જ્ઞાન પામે.
ફા.શુ. ૨ આત્માનું સ્વરૂપ અકલ છે, અગમ્ય છે, અગોચર છે, તે મનથી કળી શકાતું નથી, તે શ્રુત જ્ઞાનથી અનુભવી શકાતું નથી. તે શ્રુતજ્ઞાનના આલંબનથી આત્માને અનુભવ ગમ્ય છે, તે ઈન્દ્રિયથી અગોચર છે. ઈન્દ્રિયનો વિષય બનતું નથી, મનસાતીત છે. મનનો પણ વિષય બનતું નથી, તે આત્મા પોતે જ પોતાને અનુભવથી ગમ્ય બને છે. અનુભવગમ્ય બનાવવા માટે ઈન્દ્રિયોની અને મનની સહાય લેવી પડે છે. શ્રુતજ્ઞાનની પણ સહાય લેવી પડે છે. શ્રુતજ્ઞાન ક્ષયોપશમ જન્ય છે, માટે આત્માનું ચિંતન કરવા માટે પદાર્થનું જ્ઞાન પુરું પાડે છે, આત્મા નામના પદાર્થ-વિષયનું જ્ઞાન આપે છે. મન ઉપયોગને ચિંતન દ્વારા પદાર્થની સન્મુખ લઈ જઈને મૂકે છે ત્યારે ઉપયોગ જો તે પદાર્થને સ્પર્શે તો લોહચુંબકની જેમ તેમાં જોડાઈ જાય છે ત્યારે તે ઉપયોગ પોતાની વસ્તુ (આત્મા) જે મળે છે તે જ આત્માનુભૂતિ છે. તે ક્ષણવાર પણ જો આત્મામાં સ્થિરતા પામે તો અસંખ્ય ભવોનાં કર્મોનો નાશ કરી નાખે છે.
આ પંચમકાળે તથા આ સંઘયણે આત્મામાં ઉપયોગ ક્ષણવાર જ સ્થિરતા પામે છે. બાકીનો સમય જે આનંદની ઊર્મિઓ રહે છે તે તો પ્રાપ્ત થયેલી ક્ષણના આનંદના તરંગો છે. માટે આત્મામાં ઉપયોગને જોડવા વારંવાર પુરુષાર્થ દ્વારા પ્રયત્ન કરવો. એટલો સમય ઉપયોગમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે તે પછી પ્રતિબિંબના દર્શન સ્મરણ પથમાંથી ખસતા નથી અને પરભાવમાં ચિત્ત રમતું નથી. પરભાવમાં રમણતા તે કર્મોને એકઠાં કરે છે અને આત્માને બંધનમાં નાખે છે. માટે આ ઉપયોગના સ્થિરતા યોગની સાધના પ્રયત્ન પૂર્વક અવશ્ય કરવી. ઉપયોગ એ આત્માનું પોતાનું જ સ્વરૂપ છે તે તેનાથી ભિન્ન નથી, જોડાયેલો જ છે પણ આત્માથી પરમાં રમવા જાય છે ત્યારે આત્મા સાથે જોડાયેલો હોવાથી શુદ્ધાત્માને મલિનતાનું પ્રતિબિંબ પાડતો હોય છે તે તેની નારાજ છે. જયારે પરમાંથી પાછો વળી આત્માને સ્પર્શે છે ત્યારે તે જોડાય છે ત્યારે મલિનતાનું પ્રતિબિંબ મંદ વીલ્લાસ હોવાથી ઝાંખું થાય છે. તો પણ આત્માનો આનંદ ઉછળે છે. તીવ્ર વર્ષોલ્લાસે જોડાય છે ત્યારે મલિનતાનું પ્રતિબિંબ ખસી જઈ શુદ્ધ, ઝળહળતું પોતાનું તેજ પ્રકાશે છે ત્યારે આનંદમાં ડૂબી જાય છે. તે જ તેનું સુખ છે.
ફા.શુ. ૩ અરિહંત ભગવાન સમવસરણમાં બેસી સાત નય, ચાર નિક્ષેપા, સપ્તભંગી યુક્ત પડુ દ્રવ્યની દેશના આપે છે. તેનું કારણ કે પદાર્થો છ છે, તેને ઓળખવા માટે સાત દૃષ્ટિથી જોવાના હોય છે. તે પદાર્થોનું સ્વરૂપ તેની ચાર સ્થિતિથી જોવાય છે, પદાર્થનાં સ્વરૂપો વિધવિધ રીતે સમજવા માટે સાત ભંગ છે તે બધી રીતે વસ્તુને ઓળખવા માટેની જરૂર હોવાથી અર્થાત્ સંપૂર્ણ રીતે ઓળખવા માટેના આ માર્ગ સ્વરૂપ છે.
સાધકનો અંતર્નાદ
156
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org