________________
નિષ્ફળતાને પામેલા હે નિરાધારના આધાર ! મળેલી વસ્તુને પણ હું સાર્થક ન કરી શકયો ખરેખર ! હું હણાઈ ગયો છું (આ વિચારમાં બધું જ ગુમાવ્યું હવે જીવવા લાયક પણ રહ્યો નથી. આ પ્રમાણે હોય એટલે શરીરમાં આઘાત જેટલી અસરથી દુઃખાટનો અનુભવ થાય)
દેવેન્દ્રવન્દ ! હે પ્રભુ ! તું દેવેન્દ્રોથી પણ વંદ્ય છું. (તેમાં આશ્ચર્ય થાય) સઘળી વસ્તુઓના રહસ્યને જાણનાર છો. મને આ ભયાનક સંસાર સમુદ્રમાં ડૂબતાં તારનાર તું છે. ત્રણ ભુવનનું આધિપત્ય તારામાં છે. માટે હે પ્રભુ! તું આ ભયાનક દુઃખ સમુદ્રમાંથી મને ઉગાર મારું સંકટોથી રક્ષણ કર. હે કરુણાસાગર ! મારા ઉપર કરુણાનો ઝરો વહેવડાવીને મને પવિત્ર કરો. આ વખતે કરૂણાની ધારા પડી રહી છે અને મારો આત્મા પવિત્ર થઈ રહ્યો છે તે જોવા પ્રયત્ન કરું અને તેમાં સંતોષનો અનુભવ થાય. તેના આસ્વાદથી આવા પ્રભુનો મને કદી પણ વિરહ ન થઈ જાય એમ અધીરાઈ થતાં છેલ્લે માગ્યા વિના રહી શકાતું નથી, પણ એવો પ્રભુ કદી પણ મને જ છોડે એ બને કેવી રીતે? ત્યારે તે સામર્થ્ય પણ તેમની ભક્તિમાં દેખાય.
યદ્યસ્તિ નાથ ! હે નાથ ! આ ભવોની પરંપરામાં જયારે જયારે જો લેશ માત્ર પણ કાંઈ તારા ચરણની ભક્તિ મારાથી થઈ હોય તેનું ફળ મારે એ જોઈએ છે કે તું જ એક મારે શરણ કરવા લાયક છો માટે આ ભવ કે પરભવમાં તું જ મારો સ્વામી હો !
ધન્યાસ્ત એવ હે સ્વામી ! તું જ એક જગતમાં શરણ કરવા લાયક છે એવું સમજાયું એટલે તારા ચરણનું શરણ જે કોઈ સ્વીકારે તેમાંજ આનંદ થાય છે, એ બધા પુણ્યશાળી છે કે જેઓ બીજાં બધાં કાર્યોમાંથી મન, વચન, કાયાના યોગોને ઊઠાડી લઈને એ ત્રણે યોગોને ફકત તારામાંજ એકાગ્રતાપૂર્વક જોડીને ત્રણે સંધ્યાએ એક નિષ્ઠાથી તારા ચરણની ભક્તિ કરે છે. મહા ઉપકારી કરુણાવંત તમને ઓળખ્યા અને એ ઓળખ થતાં તારા સિવાય બધું નીરસ લાગ્યું તારી ભક્તિ એજ સર્વસ્વ લાગ્યું. એ કેવા ભકત હશે કે જેમને તારી ભકિત મળવાથી હર્ષથી રોમાંચ ખડાં થઈ જાય છે. ધન્ય છે તે પુણ્યશાળીઓને ! તેમનો જ જન્મ સફળ છે કે તું મળ્યો, ભક્તિ જાગી અને બધું જ છોડીને તારી ભક્તિમાં જ ઓતપ્રોત થઈ ગયા. ધન્યાતિધન્ય તેમના ગુણ ગાવાની મારી શક્તિ નથી કે જે તારી જ સેવામાં રસિક છે.
વળી નારાયણ હોય તે કેવી રીતે અગદગદા રહિત હોય? નારાયણ તો ગદાન ધારણ કરે છે. તું તો અગદ છતાં નારાયણ સહજ અતિશયના મહિમાથી જ જન્મથી માંડીને અગદ નીરોગી શરીરવાળો છું અને ધર્મતીર્થને પ્રવર્તાવીને ભવ્ય જીવોની નરકને છેદનારા છો.
વળી જે બ્રહ્મા છે તે તો રજોગુણવાળા હોય. તું તો અરાજસ છતાં બ્રહ્મા. કેવી વિલક્ષતા છે? રજોગુણવાળા જ સૃષ્ટિ રચે છે. તે તો કર્મ રજ દૂર કરી છે માટે અરાજસ છો અને બ્રહ્મને વિષે લય હોવાથી પરમ બ્રહ્મ છું. આવા પ્રકારનો તું તો હરિ, હર બ્રહ્માથી કોઈ ભિન્ન વ્યક્તિ છો એટલે જ છવાસ્થને અગોચર અગમ્ય છું. આવા જે પરમાત્મા છે તેમને વારંવાર મારા નમસ્કાર હો.
હે પ્રણય કલ્પદ્રુમ ! વૃક્ષના સકલ ધર્મથી તું વિલક્ષણ કલ્પવૃક્ષ છે. વૃક્ષનો ધર્મ તો એ છે કે તેને સાધકનો અંતર્નાદ
186
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org