________________
છે. આત્મતત્ત્વ
ફા.વ. ૩, ૨૦૫૫ આત્મ તત્ત્વ એ અમૂલ્ય ચીજ છે. માટે તેને પામવું તે ઘણું જ મુશ્કેલ છે. તે જેટલું અમૂલ્ય છે તેટલું જ તેને પામવા માટેના ઘણા માર્ગો બતાવ્યા છે. જેને જે રુચે તે માર્ગે જઈને તેને મેળવી શકે છે. પણ એ માર્ગ સત્ય હોવો જોઈએ. સત્ય માર્ગ હોય તો મોડો - વહેલો તે અવશ્ય મળે જ છે. પુરુષાર્થ જોરદાર હોય તો શીઘ મળી શકે. પરંતુ આ તત્ત્વને મેળવવાનો પુરુષાર્થ કોણ કરે? જેણે એ તત્ત્વનું જ્ઞાન મેળવ્યું હોય તો તેની સુંદરતાનો ખ્યાલ આવ્યો હોય. પણ જો તેના કરતાં જગતની જડ વસ્તુની સુંદરતામાં જ એ મૂંઝાઈ ગયો હોય તો આત્મતત્ત્વની જીવને કાંઈ પડી નથી.
માટે જ જ્ઞાની પુરુષોએ અનુભવીને તેની સુંદરતાનો ખ્યાલ કરાવવા અથાગ પ્રયત્ન કર્યો છે. આનંદઘનજી મહારાજે તો તેના ગુણોને અનુભવવા જગતની દશ્ય વસ્તુનું સાશ્ય બતાવવા દ્વારા ગુણો ગાયા છે જેથી જગતની દેશ્ય વસ્તુમાં મૂંઝાયેલો જીવ આત્મ તત્ત્વમાં મોહિત થઈ તેને ભજવા માંડે અને પરથી પાછો વળી સ્વ તરફ દષ્ટિ કરે. જયારે તેની સુંદરતાનો ખ્યાલ આવે છે ત્યારે પર વસ્તુથી નિરાળો બને છે, શુષ્કતા ધારણ કરે છે અને સ્વાત્માનંદની અનુભૂતિ થતાં નિત્ય તેને ઝંખે છે.
સ્વને ભૂલેલો આત્મા એટલો બધો અવળા માર્ગે ચઢી ગયો છે કે તેને સત્ય માર્ગનું જ્ઞાન જ નથી મળતું.
નિરંતર સ્વાત્માનું સ્મરણ કરતો જીવ અંતરાત્મદશાનો અનુભવી છે. તેને પરમાત્મદશાનો અનુભવ સહજતાથી થઈ શકે છે, કેમકે અંતરાત્મદશા એટલે દેહથી ભિન્ન નિજ આત્માને જોવાની દશા. આ દશા બહિરાત્મદશા ત્યજનારને અનુભવાય છે.
સાધકનો અંતર્નાદ
178
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org