________________
સ્વભાવ આત્માના અસ્તિત્વને બતાવે છે.
જ્ઞાનાદિ આત્માનો સ્વભાવ છે. તે જ્ઞાનાદિથી જ આત્મા ઓળખાય છે.
સ્વરૂપ તે આત્માનું ‘હું’ સ્વરૂપ છે. સ્વભાવ તે આત્માનું ‘મમ’ સ્વરૂપ છે.
હું ચૈતન્ય સ્વરૂપ છું એમ આત્માને થાય છે.
જ્ઞાન મારો સ્વભાવ છે એમ આત્માને થાય છે.
ભૂ ધાતુમાંથી ભાવ શબ્દ બનેલો છે. ભૂ સત્તા અર્થમાં છે તેથી સ્વ એટલે આત્મા તેનો ભાવ એટલે સત્તા, આત્માની સત્તા અસ્તિત્વ જ્ઞાનાદિથી જણાય છે. હું અહીં છું એમ પોતાની સત્તા આત્મા જ્ઞાન દ્વારા બતાવે છે.
ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે, તેને જોવા માટે વિશ્વ વ્યાપી ચૈતન્ય શક્તિનાં દર્શન કરવાં. તે મનરૂપી સાધન વડે ઉપયોગથી થાય છે.
આ દર્શનથી સમ્યગ્ દર્શન નિર્મળ થાય છે અને આત્મા તેના દૃઢ અભ્યાસથી શુદ્ધ આત્મ (દ્રવ્ય) સ્વરૂપને અનુભવે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે. તેને ઓળખવા માટે, અનુભવવા માટે આત્માના શુદ્ધ પર્યાયરૂપ અરિહંતાદિ નવપદોને ઓળખવા, વારંવાર તેનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો અને અભેદ ધ્યાનનો અભ્યાસ વધારવો. આ દૃઢ અભ્યાસથી આત્મા ઓળખાય છે, અનુભવાય છે, આત્માનુભવનો આનંદ અનુભવે છે.
ચૈતન્ય સ્વરૂપ શક્તિરૂપ છે. તે ભિન્ન-ભિન્ન આત્માઓમાં એક જ રૂપે હોવાથી સકલ જીવરાશિની એકતાનો અનુભવ કરાવે છે, તે શક્તિ દ્રવ્યરૂપ છે. સ્વભાવ દરેક આત્માની ભિન્નતા દેખાડે છે, તે વ્યક્તિરૂપ છે માટે આત્માની પર્યાયરૂપ છે. માટે આત્માની ચૈતન્યશક્તિનાં દર્શન કરો.
આત્માના જ્ઞાનાદિ સ્વભાવને અનુભવો.
આ બંને વસ્તુ અભ્યાસ દ્વારા સાધ્ય છે.
સ્વરૂપ અને સ્વભાવ કદી આત્માથી જુદા હોતા નથી. તે શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધ સ્વભાવને જોવા અને અનુભવવા અભ્યાસ કરવાનો છે. તે કરવાથી અશુદ્ધ સ્વરૂપમાં ‘હું’ પણાની બુદ્ધિ છે તે ટળે છે. સ્વભાવ જાણવા, જોવાનો છે. માટે જ જીવને જાણવું, જોવું સહજ છે પણ અજ્ઞાનથી પર વસ્તુને પોતાની માને છે તેને જ જોઈ, જાણીને આનંદ પામે છે અને મમતા કરે છે. તે શુદ્ધ સ્વભાવના અભ્યાસથી અશુદ્ધ વસ્તુ (પર વસ્તુ)ની મમતા ટળે છે.
અહં અને મમ તે ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાનાદિ સ્વભાવ. તેને માનવા તે જ સમ્યગ્ દર્શન નિશ્ચયથી જાણવું, સ્વરૂપ અને સ્વભાવને ઓળખવા તે જ નિશ્ચયથી સમ્યજ્ઞાન જાણવું, તથા સ્વરૂપ અને સ્વભાવમાં વિચરવું, રહેવું તેને સમ્યગ્ ચારિત્ર જાણવું.
નિશ્ચયથી રત્નત્રયી પ્રગટ કરવા માટેનો અભ્યાસ સ્વરૂપ અને સ્વભાવને ઓળખવા તથા માનવા સાધકનો અંતર્નાદ
82
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org