________________
૧૦. ચેતન્ય શક્તિ
આ.શુ.પ્ર. ૧૦ “અહમ્' માં આહત્ય શક્તિ રહેલી છે, કોઈ પણ જાતની શુદ્ધ શક્તિ તે ચૈતન્યશક્તિનું જ એક સ્વરૂપ છે. દરેક જીવાત્મામાં આ ચૈતન્ય શક્તિ રહેલી છે. તે એક જ પ્રકારની છે, તેમાં ભેદ જ નથી. માટે “ સાથી” એ સૂત્રથી આત્માની ચૈતન્યશક્તિ એક હોવાના કારણે આત્મા એક છે એમ પણ મનાય છે. અનંત આત્મા છે પણ શક્તિ નિરાવરણ હોવાથી શુદ્ધ શક્તિ વિશ્વવ્યાપી છે. તેને આપણે ભૂલી ગયા છીએ. શક્તિના આલંબને અનંત આત્મા સાથે આપણો ભિન્ન આત્મા તેમાં ભળી જાય છે, ત્યારે વર્તમાનમાં સ્વભાવ નિરાવરણ નહિ હોવા છતાં નિશ્ચયથી તેની શુદ્ધ સત્તાને સ્મરી અનંત આત્મા સાથે જિન અને સ્વ આત્મામાં એકતાનો અનુભવ થઈ શકે. જિન, જગત અને આત્મા એ ત્રણેની એકતા ગુણની સદેશતાથી થઈ શકે. જેને સ્વભાવ કહેવાય છે. તે સ્વભાવ-જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ છે, જે શુદ્ધ ગુણો (જ્ઞાનાદિ) આત્મામાં સત્તાએ રહેલા છે તેને ઉપયોગમાં સ્થિર કરી અનંત આત્માના નિશ્ચયથી સત્તાએ શુદ્ધ અને પરમાત્માના પ્રગટ શુદ્ધ ગુણોમાં ભેળવી દેવા અર્થાતુ, એકતાથી નિહાળવા (ઉપયોગ ચક્ષુથી).
શક્તિ અને ભાવ (ચૈતન્ય અને જ્ઞાયકતા) એ કદી અવરાતા નથી, પલટાતા નથી, તેનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. કારણકે એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. અર્થાતું, આત્મદ્રવ્યનું પોતાનું સ્વરૂપ છે. એ કાંઈ ગુણ કે પર્યાય નથી.
સાધકનો અંતર્નાદ
121
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org