________________
આ રીતે જે અંશાત્મક જ્ઞાન પર્યાયના અસ્તિત્વ માત્રને ધારણ કરે છે તે જીવ નિષ્ક્રિય છે અને જે સંપૂર્ણ જ્ઞાન પર્યાય પ્રગટ છે તે દ્રવ્ય પર્યાયના ભેદને સમજવા દેતી નથી માટે આત્મદ્રવ્યની સક્રિયતા જણાતી નથી. જ્ઞાન જ જાણે છે અર્થાતુ, જાણવાની ક્રિયા કરે છે અને આત્મા નિષ્ક્રિય છે.
જેને જ્ઞાનનો ક્ષયોપશમ છે તે મેઘની અંદર છુપાયેલા સૂર્યનાં આછાં કિરણોથી જેમ આછું પણ સ્પષ્ટ જગત જણાય છે. તેમ પાતળા જ્ઞાનાવરણની અંદર છુપાયેલું જ્ઞાન પ્રકાશ કરે છે, તેથી આત્મ દ્રવ્ય શ્રુતજ્ઞાન પર્યાય રૂપ સાધન દ્વારા સમગ્ર વિશ્વને જાણે છે, પરંતુ સંપૂર્ણ પ્રગટ જ્ઞાન જેવો સંપૂર્ણ વિશ્વનો બોધ નથી હોતો, માટે દ્રવ્યમાં પર્યાય પડેલી છે. જો તે પ્રગટ હોય તો જ કાર્ય કરવા સમર્થ છે, જો તે અપ્રગટ હોય તો દ્રવ્ય નિષ્ક્રિય છે. માટે કાર્યનું કારણ (નિમિત્ત) પર્યાય છે, ઉપાદાન કારણ દ્રવ્ય પોતે છે. કેમકે આત્મા પર્યાયનો ઉપયોગ ન કરે તો જાણી ન શકે કારણ કે જાણવું હોય ત્યારે ઉપયોગ મૂકવો પડે છે, તે જ આત્માનો પુરુષાર્થ છે અને તેને જ ઉપાદાન કારણ કહેવાય છે.
માટે પુરુષાર્થરૂપ ક્રિયા આત્માની છે પણ જયારે સાધનનો ઉપયોગ કરવો હોય ત્યારે તે કિયા થાય છે. તે પુરુષાર્થ આત્મા સાધનના આલંબને કરે છે માટે જ્ઞાન પ્રગટ થાય ત્યારે તેના આલંબને આત્મ પુરુષાર્થ પ્રગટે છે. તે જ આત્માની ક્રિયા કરે છે તેથી આત્મા જ્ઞાયકભાવરૂપ છે માટે જ્ઞાન જાણે છે તેમ કહેવામાં કારણમાં કાર્યનો ઉપચાર છે.
તેમ જ શાકભાવ સ્વરૂપ આત્મા પોતે જાણે છે તેથી જાણવાનું કાર્ય આત્મા કરે છે, એમ નિશ્ચયથી આત્મા જાણે છે.
માટે વ્યવહારથી આત્મા જાણે છે તેથી વ્યવહારથી આત્મ દ્રવ્ય (ગુણ પર્યાયને ગૌણ કરી કેવળ દ્રવ્ય નિષ્ક્રિય છે.) જયારે દ્રવ્ય, ગુણ, પર્યાયની એકતાની વિચારણામાં આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી આત્મા જ્ઞાન દ્વારા જાણે છે માટે નિશ્ચયથી આત્મા સક્રિય છે.
આત્માનો સહજ સ્વભાવ ધ્યાન
કા.શુ. ૪, ૨૦૪૮, વાસણા ધ્યાન એ આત્માની સહજ વસ્તુ છે તેથી જ જયારે કર્મબદ્ધ છે ત્યારે પણ આ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન કરે છે. તેમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અશુભ છે, ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન, શુભ છે, શુદ્ધ છે. (અનુક્રમે).
કર્મમુકત અવસ્થામાં પણ શુકલ ધ્યાન તો હોય જ છે. તે આત્માની અંદર સ્થિતિ થવાથી થાય છે તેમાં ઈદ્રિયો કે મન પણ નિમિત્ત કર્તા બનતું નથી, કેવળ આત્મા પોતે જ સ્થિર તૈલ ધારાની જેમ નિજમાં-સ્વમાં સ્થિર બને છે. આ તેનું સહજ સ્વભાવરૂપ ધ્યાન છે. તેમાં સહજાનંદની અનુભૂતિ હોય છે. તે સ્વભાવ અવરાય છે મોહનીય કર્મથી અને તે કારણે પૌદ્ગલિક ભાવમાં રુચિ થતાં જડ વસ્તુના આકર્ષણથી તે ધ્યાન આર્ત અને રૌદ્ર ધ્યાન સ્વરૂપ બને છે. જડ વસ્તુના આકર્ષણને છોડવા તે વસ્તુના
સાધકનો અંતર્નાદ
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org