________________
લોભ, મિથ્યાત્વ, મોહ વિગેરે પર્યાયને જીવ ધારણ કરે છે.
ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય પર્યાય છે તેને ક્ષાયોપથમિક ગુણ કહેવાય છે. ઘાતિકર્મ ઉદય જન્ય તથા ઘાતકર્મ ક્ષયોપશમ જન્ય, કે ઘાતિકર્મ ક્ષય જન્ય પર્યાય જે છે તેને અઘાતિકર્મ ઉદય જન્ય પર્યાયથી ભિન્ન (જુદી જાતની) સમજવા માટે પર્યાય શબ્દથી નહિ ઓળખતાં, ગુણ શબ્દથી ઓળખાય છે અને અઘાતિકર્મ ઉદય જન્ય પર્યાય પર્યાય શબ્દથી ઓળખાય છે.
તેમાં ઘાતિકર્મ ઉદય જન્ય પર્યાય છે તે અશુભ પર્યાય છે. ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય પર્યાય છે તે શુભ પર્યાય છે, પરંતુ કર્મસંયોગ હોવાથી અશુદ્ધ છે. અને ઘાતિકર્મના વિયોગ જન્ય (ક્ષય જન્ય) પર્યાય છે તે શુદ્ધ પર્યાય છે જો કે આ શુદ્ધ પર્યાય પણ ગુણ નામરૂપે જ ઓળખાય છે પણ છે તો પર્યાય જ. - હવે અઘાતિકર્મ ઉદય જન્ય પણ બે પ્રકારની પર્યાય છે. શુભ અને અશુભ. પુણ્યકર્મ, પાપકર્મ ઉદય જન્ય પર્યાયને શુભ-અશુભ નામ આપવામાં આવે છે તે કેવળ તેના વિપાકને અનુલક્ષીને, તે શુભ પર્યાય કાંઈ આત્માના ગુણનું દર્શન કરાવનારી નથી. પરંતુ શુભ-અશુભ વિપાકને આધારે શુભ-અશુભ કહેવાય છે. તે તો શુભ હોય કે અશુભ હોય ! તે આવરણ તો ઘાતકર્મના ક્ષય પછી તેનો કાળ પાકી જવાથી મુદત પૂરી થાય એટલે સ્વયં નિર્મૂલ, નાશ પામી જાય છે.
માટે હે પ્રભુ! તારાથી ભેદ પડયો છે. પર્યાયથી. મારી પર્યાય, પર (જડ) વસ્તુને ગ્રહણ કરીને કૃત્રિમ ઊભી કરી છે એટલે આત્માને તેની સહજ શુદ્ધ પર્યાય જે ઢાંકી દીધી છે તેને ભોગવવા દેતી નથી. અર્થાતું, આત્મા પોતે કૃત્રિમ પર્યાયને પોતાની માની લઈને તેમાં જ રમે છે પરંતુ શુદ્ધ પર્યાયને વિસરી ગયો છે.
હે પરમાત્મન્ ! આજે તારી વિતરાગતા, સમતા, શાંતતા, પ્રશાંતતા વિગેરે તારી પર્યાય (મુદ્રા) નિહાળતાં મારી સહજ પર્યાયનું સ્મરણ થયું કે જો તારું દ્રવ્ય અને મારું દ્રવ્ય સ્વરૂપે એક જ છે અર્થાતું, એક જ સરખા છે તો મારી સહજ પર્યાય પણ તારા જેવી જ છે માટે આજથી હું ઘાતિ અઘાતિ કર્મ સંયોગ જન્ય ઉદ્ભવેલી જે બધી પર્યાયો છે તેને મારી માનીશ નહિ અર્થાતું, હું તેના ઉપરનું મમત્વ ઉઠાવી લઉં છું અને તેનું ચિત્તથી વિસર્જન કરું છું.
હું શુદ્ધાત્મ દ્રવ્ય છું. તે સંયોગ સંબંધે એક આકાશ પ્રદેશ પર રહેલા કર્મ પુગલો સાથે રહેલો છે તેથી પાડોશમાં રહેલી અવળચંડી જાત તેને પોતાનું સહજવિલાસી જીવન જીવવા દેતી નથી, પરંતુ તે છે તો પર. મારું નથી એમ માનીને તેનાથી માનસિક સંબંધ છોડી દઈએ તો સુખેથી જીવી શકાય અને પોતાનું જે છે તેના તરફ પ્રીતિ જાગતાં આ પાડોશીથી તદ્દન અલિપ્ત બની ઉદાસીનભાવે નિહાળતાં આત્મા પોતાના સ્વરૂપમાં મહાલે પછી તેનું જોર પણ ઓછું થતાં ધીમે ધીમે પાડોશ છોડીને ચાલ્યા જાય.
જો આપણે પાડોશીને પણ પોતાના માની લીધા તો તે તો તેના શુભ-અશુભ સ્વભાવ પ્રમાણે. તેના મર્મ પ્રકાશ તો આત્માને મૂંઝાવીને સ્વ સ્વરૂપનું ભાન પણ ભૂલાવી દે. માટે હવે તો ભૂતકાળની શુભાશુભ પર્યાયોનું વ્યસર્જન, વર્તમાન કાળની પર્યાયનું સંવરણ અને અનાગત પર્યાયનું પ્રત્યાખ્યાન કરવું છે. સાધકનો અંતર્નાદ
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org