________________
કરનારો ભક્ત બને છે.
અંતરાત્મદશા જયારે અનુભવાય છે ત્યારે કર્મના સમૂહની અંદર રહેલો શુદ્ધ આત્મા દેખાય છે (સંકલ્પથી) ત્યારે ભક્તને સોડહંની પ્રતીતિ થાય છે. ભક્ત કહે છે તારું જેવું સ્વરૂપ છે તેવું મારું સત્તાએ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. તેનો આવિર્ભાવ થાય તેવી હે પ્રભુ ! તું કરુણા કર.
આ ભકતાવસ્થામાં જયારે જીવ પરમાત્મ દૃષ્ટિ કરે છે અર્થાતું, આત્માને પરમાત્મ સ્વરૂપ જુએ છે ત્યારે ભક્તને ત્રીજા પ્રકારનું ભજન (“બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની, સુમતિચરણ') આત્મા પરમાત્મરૂપ છે તે રૂપે કરે છે. ત્યારે ભક્તને “તતૂપોડહં”ની પ્રતીતિ થાય છે. ત્યારે આત્મા અભેદભાવે પરમાત્મામાં લીનતાને પામેલો આત્માને પરમાત્મ સ્વરૂપ જુએ છે.
આ પ્રમાણે ભક્ત પોતે જ ભયપણાનો અનુભવ કરે છે ત્યારે અનંત કર્મોની નિર્જરા કરે છે.
શ્રુત જ્ઞાનથી જાણ્યું કે, આત્મા પરમાત્મા જેવો છે ત્યાર પછી પરમાત્માના ધ્યાનમાં લીન બનેલો આત્મા અનુભવજ્ઞાનને પામે છે. માટે જ્ઞાન, ધ્યાન અને અનુભવજ્ઞાન.
આ રીતે ભક્ત, ભજન અને ભજ્ય ત્રણે એકતાને પામે છે ત્યારે ભકત ભય સ્વરૂપ બને છે. ધ્યાનની સ્થિરતામાં અનુભવજ્ઞાન થાય છે. ત્યારે આત્માને આનંદનો અનુભવ થાય છે. ૧૦. પરમાત્માનું શરણ
મા.વ. Olી, સં. ૨૦૪૮, શંખેશ્વર જગતમાં જીવે અનેકનાં શરણ લીધાં, પરંતુ કોઈએ સાચું શરણ આપ્યું નથી. શરણની જરૂર કયારે પડે? જીવ પોતે પૂર્ણ નથી બન્યો માટે તે બીજાના આધારે જ જીવન વ્યતીત કરે છે. આયુષ્યકર્મના બંધનથી પ્રમાણોપેત સમયવાળું જીવન જીવે છે. તેમાં પણ અનેક જડ, ચેતન દ્રવ્યની પર્યાયોનો આશ્રય લે છે. કેમકે જીવ સ્વતંત્ર બન્યો નથી.
આ રીતે શરણ વિના જીવાતું નથી. જીવનમાં જેની જેની જરૂરિયાતો પડે છે તે સર્વ વસ્તુ જીવને શરણ્ય બને છે. શરીરને ધારણ કર્યું છે માટે તેની જરૂરિયાત પૂરી પાડવા માટે ધનથી માંડીને દરેક વસ્તુનું શરણું જીવને લેવું પડે છે. પરંતુ તે જ સાચાં શરણ છે એમ માનીને જીવ ધન મેળવવા માટે તેમાં જ રચ્યો પચ્યો રહે છે. સ્ત્રીની જરૂર પડી એટલે તેના ભાગમાં જ રાત-દિન રાચે છે. પરંતુ જો જીવ સમજે કે આ સાચું શરણ નથી તો તે જરૂરિયાતમાં અલિપ્તભાવે રહીને ઉપયોગ કરે.
તો સાચું શરણ કોણ? પરમાત્મા. શરીરને જેમ બાહા પદાર્થોની જરૂર પડે છે માટે જીવ તે પદાર્થોનું શરણું લે છે. તેમ આત્માને અત્યંતર પદાર્થોની જરૂર છે માટે પરમાત્માનું શરણ લેવું જોઈએ.
આત્મા સિવાયના પર પદાર્થોનું શરણ, તે પદાર્થો વિનાશી હોવાથી સાચું શરણ આપી શકતા નથી અને જીવ અમુક સમય પ્રમાણનું શરણું લે છે તો પણ તે બધા પદાર્થો જીવ ભાન ભૂલે તો મોહ ઉત્પન્ન
છી
સાધકનો અંતર્નાદ
78
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org