________________
આ રહસ્યવાણીને આત્માની સાથે ભાવિત થતાં જડ વસ્તુના ઉત્પાદ વ્યયથી થતા હર્ષ-શોક નાબૂદ થાય છે અને રાગ, દ્વેષ, મોહ ત્રણે આ ત્રણ પદથી નષ્ટ થાય છે. માટે આ ત્રિપદીની સાધના કરવી.
જગતના પદાર્થોનું ધ્યાન આ ઉત્પત્તિ નાશ અને ધ્રુવતા સ્વરૂપ કરવાથી તે પદાર્થોનું સ્વરૂપ એ રીતનું ભાવિત થતાં રાગાદિ ત્રણનો ઘણો હ્રાસ થાય છે.
જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે ઉત્પન્ન થતો ન હોય, નાશ થતો ન હોય અને મૂળ સ્વરૂપે રહેતો ન હોય, જો વસ્તુમાં આ ત્રણ ધર્મ ન હોય તો તે વસ્તુ જ ન કહેવાય, માટે પ્રભુએ ત્રિપદી કહીને શું કહ્યું ? વસ્તુની ઓળખ આપી. એ ઓળખથી વસ્તુથી થતાં નુકસાન અટકી જાય છે. ‘‘ "अज्ञानम् अव હતુ માં .'' અજ્ઞાન એ જ કષ્ટ છે. આપણું અજ્ઞાન દૂ૨ કરાવી પ્રભુએ આપણને કષ્ટથી ઉગાર્યા છે. પરંતુ રાગાદિને આધીન આપણે વસ્તુની સ્થિતિને એકાંત સ્વરૂપે પકડી દુ:ખી થઈએ છીએ. ઉત્પન્ન થાય છે તેમાં હરખાવાની જરૂર નથી, નષ્ટ થાય છે તેમાં શોક કરવાની જરૂર નથી. અને સદા તેના અસ્તિત્વથી મૂંઝાવાની જરૂર નથી, કારણકે વસ્તુ સ્વરૂપ જ એવું છે, ત્રિધર્માત્મક વસ્તુમાં કોઈ પણ એકાંતતાથી હર્ષ, શોક કે મોહ કરીને આત્માને શા માટે દુઃખી કરવો ?
પ્રભુએ તો પ્રથમ જ વસ્તુની ઓળખ આપી, કારણ કે વસ્તુની સાથે જ સંબંધિત આત્મા તેને ઓળખ્યા વિના જે કાંઈ વર્તન કરે તે દુઃખનું કારણ બને છે. અરિહંત પરમાત્માને “સવિ જીવ કરું શાસન રસી’’ ભાવનાને સફલી બનાવવા આ દેશના નો પ્રારંભ હતો. જીવ વસ્તુને ઓળખતો નથી માટે તેની સાથે સંબંધમાં નિર્વિકાર, અવિવેકથી શૂન્ય જીવન જીવી શકતો નથી અને પોતાના સ્વરૂપને પ્રગટાવી શકતો નથી. માટે જ પ્રથમ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું.
પ્રભુની પદાર્થના સ્વરૂપને સમજાવનારી વાણી અર્થથી દેશનામાં પ્રકાશી, તેનો સંક્ષેપ જ આ ત્રણ પદ છે અને વિસ્તાર દ્વાદશાંગી છે, માટે જે આ ત્રણ પદ (ઉત્પાદ વ્યય અને ધૌવ્ય) ના રહસ્યને સમજે છે તે જ રાગ-દ્વેષરૂપ મહાન દોષોનો ક્ષય કરી જ્ઞાનાવરણાદિ આવરણોને ખસેડી આત્મામાં રહેલા સહજ ગુણોનો પ્રકાશ પામી શકે છે, અને સદાને માટે નિર્વિકાર આનંદ-સુખના સ્થાનમાં રહેવા આત્મા ચાલ્યો જાય છે.
આ.શુ. ૮, સં. ૨૦૫૦, સાણંદ
ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યધર્મ યુક્ત જે કોઈ હોય તે તે પદાર્થ છે-વસ્તુ છે-સત્ છે. એટલે કે વસ્તુનું અસ્તિત્વ તો જ મનાય કે તે (વસ્તુ) ઉત્પન્ન થાય, નાશ પામે અને ધ્રુવ હોય.
આ ત્રણ ધર્મયુક્ત જે છે તે દ્રવ્ય કહેવાય છે અને દ્રવ્ય તે ગુણ અને પર્યાય યુક્ત જ હોય છે. એમાં વસ્તુનો ધ્રુવ ધર્મ છે, તેને દ્રવ્ય કહેવાય છે, અને વસ્તુનો ઉત્પાદ અને નાશ ધર્મ છે, તે દ્રવ્યની પર્યાય છે. દ્રવ્યના જ એ ત્રણે ધર્મો છે જયારે દ્રવ્યમાં ઉત્પાદ થાય ત્યારે તેની પર્યાય ઉત્પન્ન થઈ કહેવાય
સાધકનો અંતર્નાદ
૧૩. ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુક્ત સત્
Jain Education International
For Private & Personal Use Only
134
www.jainelibrary.org