________________
પરબ્રહ્મ
અ.શુ. ૨, સં. ૨૦૫૦, સાણંદ-ચાર્તુમાસ અર્હમ્ એ શબ્દ દેહ આત્માનો છે, અર્હમ્ શબ્દ સાકાર છે. અર્થાત્, આત્માનું સાકાર સ્વરૂપ છે. તેનું ધ્યાન કરવાથી પર બ્રહ્મમાં જવાય છે, એટલે કે નિરાકાર એવા પર બ્રહ્મરૂપ શુદ્ધાત્મામાં જવાય છે. સાકાર એવા અર્હમ્ સ્વરૂપનું આલંબન લઈને નિરાકાર એવા શુદ્ધાત્માનું ધ્યાન કરી શકાય છે.
૧૧. શબ્દબ્રહ્મ
અશુ. ૩
શુદ્ધાત્માનું ધ્યાન બે રીતે થાય છે. (૧) આત્માની જ્યોતિ (પ્રકાશ) રૂપ ચૈતન્ય શક્તિના ધ્યાનથી જયોતિનું ધ્યાન-આત્મધ્યાન થાય છે, જેને જ્યોતિનું ધ્યાન કહેવાય છે. (ર) નાદનું ધ્યાન. જે નાદ વિશ્વમાં સહજ રીતે થાય છે તે અવાજનું આલંબન લઈને આત્મામાંથી ઉદ્ભવતો સહજનાદ જેને અનાહત નાદ કહેવાય છે. તેના ધ્યાનથી શુદ્ધાત્માનું ધ્યાન થાય છે આ રીતે જયોતિના દર્શનથી અને નાદના શ્રવણથી આત્માનું ધ્યાન થાય છે. આ જયોતિ અને નાદ બન્ને આત્મામાંથી સહજ રીતે ઉદ્ભવતા પ્રકાશ અને નાદ છે. જયારે તેમાં સ્થિરતા આવે છે ત્યારે આત્માનુભવની પ્રતીતિ થાય છે. જયોતિ આત્માનું રૂપ છે. નાદ એ આત્માનો અવાજ છે. પણ તે આત્માની સ્વાભાવિક વસ્તુ હોવાથી જયોતિને આત્માની ચૈતન્યશક્તિ કહેવાય છે. અર્થાત્, આત્મા (ચૈતન્ય) શક્તિ સ્વરૂપ છે. નાદને આત્માનું અનાહત નાદ સ્વરૂપ કહેવાય છે. અર્થાત્, તે આત્માનું જ નાદ સ્વરૂપ છે. આત્માનું રૂપ છે અને નાદ અવાજ હોવાથી આત્મા બોલે છે પરંતુ તે બન્ને શુદ્ધ છે, અરૂપી છે, અદશ્ય છે માટે ચર્મ ચક્ષુથી કે કર્ણથી દેખાતા કે સંભળાતા નથી તે આત્માની નિર્વિકલ્પ અવસ્થામાં અનુભવાય છે. તે અનુભવ કરવા માટે ધ્યાનાભ્યાસમાં ચૈતન્યનું તથા નાદનું દર્શન તથા શ્રવણ કરવા ઉદ્યમ કરવો. જેથી કર્મનો ક્ષયોપશમ થતાં અનુભૂતિ સુધી પહોંચી શકાય. આ અનુભૂતિમાં મોટા પ્રમાણમાં કર્મોનો (મોહાદિ) હ્રાસ થાય છે. માટે આ પણ એક સાધના સાધકે ચારિત્રના પાલનની સાથે સાધવી જોઈએ.
૧૨. અરિહંત પરમાત્માની રહસ્યમયવાણી
આ.શુ. ૭, સં. ૨૦૫૦, સાણંદ પરમાત્મા અરિહંત પ્રભુએ સમવસરણમાં દેશનામાં સૌથી પ્રથમ રહસ્યભૂત એ વાત સમજાવી કે આ જગત એટલે કે જગતમાં રહેલી વસ્તુમાત્ર ઉત્પાદ વ્યય ધૌવ્યયુક્ત છે. આ વાત બહુજ મહત્ત્વની છે. જો આ રીતે પદાર્થનો સ્વભાવ સમજાઈ જાય તો ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, મોહ શાંત થવા માંડે. જે રાગાદિ કર્મબંધન દ્વારા જીવને સંસારમાં જકડી રાખે છે અને મુક્તિને રૂંધે છે.
આ ત્રિપદી એટલા માટે જ (રહસ્યવાણી હોવાથી) પ્રથમ યોગ્ય આત્માને સંભળાવી અને તેની ગણધર તરીકે સ્થાપના કરી અને તેમાંથી (ત્રિપદીથી) જ દ્વાદશાંગિની રચના થઈ, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ અને મુક્તિમાર્ગનું પ્રવર્તન શરૂ થયું.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
133
www.jainelibrary.org