________________
થાય અને વિકારમાં લઈ જાય. પુરુષના અંગોપાંગનું ચિંતવન પણ એજ પ્રકારનું છે. તેનાં અવયવોનો વિચાર તેના પર રાગ પેદા
કરાવે અને વિકારમાં ઘસડી જાય. ૫. પાંચમી વાડ - ભીત કે પડદાની ઓથે સ્ત્રી પુરુષ કામક્રીડા કરતાં હોય ત્યાં શીલવ્રતધારીએ ન
રહેવું. આ વાડનું રક્ષણ ન થાય તો ક્રિયા કરતા સ્ત્રીપુરુષના શબ્દો કાને પડે, તેમની તેવી ચેષ્ટાનીક્રિીડાની વાતોના શબ્દો સાંભળવાથી વિકાર જાગે અને આ વાડભંગથી પતનમાં જવાય. ૬. છઠ્ઠી વાડ - પૂર્વે કરેલી કામક્રીડાને યાદ ન કરવી
જેમ સુખી અવસ્થામાં પણ પૂર્વે દુઃખ પડયું હોય તે યાદ આવતાં હૃદયમાં દુઃખ તાજું થાય છે તેમ
પૂર્વના વિષયભોગનું સ્મરણ થતાં હૃદયમાં વિચારો આવે ને વિકાર પેદા થાય. ૭. સાતમી વાડ - બ્રહ્મવ્રતધારીએ સ્નિગ્ધ રસકસવાળો માદક આહાર લેવો નહિ.
શીલ વ્રત પાળવું હોય તેણે આહાર પર જરૂર કાબૂ રાખવાની જરૂર છે. તીખા તમતમતા ખાદ્ય પદાર્થો અને ઘી, દૂધ જેવા માદક પદાર્થો ખાવાથી શરીર ઉન્માદી બને છે, વિકાર થાય છે અને
પતનમાં જાય છે. ૮. આઠમી વાડ - નીરસ આહાર પણ ક્ષુધા શાંત થાય તેથી અધિક કરવો નહિ.
આ વાડ નહિ સાચવવાથી વિચારમાં મલિનતા આવે છે. અને વિકારી બને છે. અધિક આહાર
સવિચારોને આવવા દે નહિ. ૯. નવમી વાડ - શૃંગાર વડે શરીરની શોભા કરવી નહિ. શરીરની ટાપટીપ, સુંદર કપડાં પહેરવાની
પદ્ધતિ, ફેશનનો મોહ, કેશ ગૂંથવાની તેવી રીત, સ્નાન આ બધાય સદાચાર ભંગનાં સાધનો છે. આવી શોભા કરવાથી આપણા તરફ દૃષ્ટિ પડનારને વિકાર થાય તો નિમિત્ત બનાય, વળી પોતે પણ વિકારી બને. આ રીતે નવે વાડ સમજીને સાચવવી ખૂબ જરૂરી છે. બીજી વાડમાં એકાંત સંબંધી વિચારવા જેવું
ઘરમાં પુરુષ હોય પછી ભલે તે સગો ભાઈ હોય તો પણ બીજું કોઈ ન હોય તો નાની બહેન કે ભાઈ જેવાને પણ રક્ષક તરીકે સાથે રાખવા ઈષ્ટ માનવા. પુરુષ સાથે એકાંત એ અહિતકર છે. એટલા જ માટે ગમે તેવા આક્રોશવાળા કે અણગમાવાળા પણ વડીલ આપણા શીલના રક્ષક છે એમ વિચારી તેમને રક્ષક તરીકે જરૂરી માની તેમના સહવાસમાં જીવવું હિતકર જ મનાય.
સાધકનો અંતર્નાદ
195
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org