________________
ગુરુવરનો ઉપકાર ગુરુ સમ ગિરુઓ કો નહિ, ગૌતમ સરિખા એહ; મનવાંછિત પૂરણ કરી, આપે આત્મ સનેહ. ૧ મુજ ગુરુ પરઉપગારીયા, હિતશિક્ષા ધરી નેહ; આપે પરહિત બુદ્ધિથી, વંદું વળી વળી તેહ. ૨ આત્મ સમર્પણ ભાવથી, મીલશું ગુરુની સાથ; ધન્ય ઘડી ધન્ય દિવસ તેહ, થાશું અમે સનાથ. ૩ એહ ગુરુના ચરણને, સેવીશું એક મશ; કર્મ ખપાવી પામીશું, અવિચલ સુખ તેહ ધન્ન. ૪ એહવા ગુરુ મુજને મળ્યા, કોડો ભવે કરી સાધ્ય; એહ પુણ્ય ઓવારીએ, આપે જેહ નિરાબાધ. ૫ પરમપ્રભુ અરિહંતના, સંદેશવાહક જે હ; જૈન ધર્મ ઓળખાવીઓ, મુજને ધરી અતિનેહ. ૬ નવપદમય મુજ આતમા, ચિત્ત લગાડયું એમ; તેહ તણા ઉપકારને, વિસરી શકું હવે કેમ? ૭ આત્મ તત્ત્વ ઓળખાવીને, ધ્યાને લગાવ્યું ચિત્ત; આતમ પ્રેમ ઉપજાવીને, વિસરાવ્યું જડ તત્ત. ૮ ચૈતન્યમય જે વિશ્વ છે, ધર્મધ્યાનમાંહિ તેહ; દેખાડી ઉપજાવીયો, મધુર આનંદ અતિ જેહ, ૯ આનંદમય નિજ સ્વરૂપનું, ભાન કરાવ્યું ધરી પ્રેમ; ઓ ગુરુદેવ ! મુજ તારજો, ભવોદધિથી એમ. ૧૦
ગૌતમ સ્વામીની સ્તવના
પો.વ. ૧૩, ૨૦૪૧
ગિરૂઆ ગુરુ એક આપ છો, અને કના તારણહાર, પાય વંદું છું આપના, છો મુજ રક્ષણહાર. ૧ આતમભાવની સંપદા, લહી થયા પ્રભુ અખેદ, જગ રક્ષણની ભાવના, કરતાં લો અભેદ. ૨ આતમ સંપદ જગતને, ઓળખાવી ધરી પ્રેમ; અનેક જીવે તેહથી લાં, વિતરાગ પદ ક્ષેમ. ૩
જગતગુરુની સેવના, કરી અભેદ થઈ સાર; સાધકનો અંતર્નાદ
196
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org