________________
ભવનો અંત તેહથી લહ્યો, હે ગુરુવર ! શ્રીકાર. ૪ પરમપદને પામીને, કર્યા અનંત સહવાસ, ગુરુ શિષ્યની બેલડી, વંદું તર પદ ખાસ. ૫ જગતમાં પ્રસરાવી એહ, અભેદભાવ સુવાસ; લહી આલંબન તેહનું, સાધીશું સુખવાસ. ૬ તે ગુરુ ગૌતમ ચરણને, પામ્યા તેહ ધન્ય ધન્ય; શિષ્યભાવ ધારણ કરી, કેવલી તયા કૃતકૃત્ય. ૭ તેહના ધ્યાન થકી અમે, પામીએ ભવ નિતાર; કોટિ ભવના કર્મને, ક્ષણમાં ક્ષય કરી સાર. ૮ ગુરુ તણા યોગે લહે, સકલ શાસ્ત્રના મર્મ; દેવ ગુરુને ધરમનું, તત્ત્વ પામી લહે શર્મ. ૯ એહવા ગુરુ ઉપગારીયા, સમરું દિવસ ને રાત; શરણ લહી ભવોભવ તણા, દુઃખ ફેડીશું ભલી ભાત. ૧૦ ચરણ કરણની સિરી, સાધીશું તસ સાથ; પંચ મહાવ્રત ભારને, વહીશું પ્રેમે નાથ. ૧૧ ઈમ સુધા જીવન તણું, પીશું ઘટ ઘટ સાર, અનેક જીવના દુ:ખને, દૂર કરી ધરી પ્યાર. ૧૨
ગુરુ સ્તુતિ
૨૦૪૩, ભા.વ. ૧૪ ‘સુવાસ' જામનગર. કરુણા તણા ભંડાર હે ગુરુદેવ ! તુમને વિનવું, આપો ચરણની સેવા, જેથી ગુણોને મેળવું; આનંદની ઘડી આવશે, તેહમાં નહિ શંકા જરી, હે ગુણમણિ ભંડાર ! ગુરુજી, હું નમું પાયે પરી. ૧ મારગ બતાવ્યો યોગનો, આ બાલને વાત્સલ્યથી, અધ્યાત્મની ઝાંખી કરાવી, પ્રેમે કરી મૃદુ હાસ્યથી; મુજ સાધનામાં આવતા, સંકટ સમૂહ દૂર કરી, આપી સમાધિ હે ગુરુજી !, હું નમું પાયે પરી. ૨ વિષમ આ અવસર્પિણીના, દુઃષમ કાળે ગુરુ મળ્યા. ગુરુદેવ હે ! શુદ્ધ બુદ્ધિથી, મેં આપને કાંઈ નવિ કલ્યા આ ભીષણ કાળે કષ્ટથી, પ્રભુ માર્ગ સાધુ કિમ કરી,
સાધકનો અંતર્નાદ
197
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org