________________
સામાન્ય ધર્મ એ દરેક વ્યક્તિમાં એકતા બતાવનાર છે. આ આત્મા છે, આ આત્મા છે. એમ દરેક વ્યક્તિ-આત્મામાં એકત્વ બતાવનાર આ ધર્મ છે. તે દરેક વ્યક્તિમાં એકજ રૂપે રહેલો છે માટે તેથી અનેક વ્યક્તિ આત્માના આ ધર્મથી એકમાં સંગ્રહ થઈ શકે છે. તેથી બધાને એકમાં લાવનાર આ ધર્મ કહેવાય છે.
ચૈતન્યનું ધ્યાન કરવું એટલે આત્મ દ્રવ્યના સામાન્ય ધર્મનું ધ્યાન કરવું અને ભિન્ન વ્યક્તિમાં રહેલા આત્માનું ધ્યાન કરવું એટલે આત્મ દ્રવ્યના વિશેષ ધર્મનું ધ્યાન કરવું. આ જ કારણથી શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન એટલે પણ દ્રવ્યના સામાન્ય ધર્મનું ધ્યાન. આ ધ્યાન તે પોતાના આત્માનું (વ્યક્તિનું) કરે તો પણ ધ્યાન સમયે તે ભિન્ન નથી, અનંત આત્મદ્રવ્યની એકતાને પામેલું શુદ્ધાત્મ દ્રવ્ય જ છે.
સામાન્ય ધર્મ દ્રવ્યની ધ્રુવસત્તા બતાવે છે, વિશેષ ધર્મ દ્રવ્યની અવાક્તર સત્તા બતાવે છે. જો કે તે બંને ધર્મો દ્રવ્યમાં જ રહે છે. પરંતુ જયારે દ્રવ્યના એક સ્વરૂપનું ધ્યાન કરવું હોય ત્યારે તેના સામાન્ય ધર્મનું આલંબન લેવામાં આવે છે. ભિન્ન-ભિન્ન આત્મા-અર્થાતું, ભેદરૂપે આત્માનું ધ્યાન કરવું હોય ત્યારે તેના વિશેષ ધર્મનું આલંબન લેવામાં આવે છે. જેમ સાત નયમાં પદાર્થને જોવાની જુદી જુદી દષ્ટિ રહેલી છે અર્થાતુ, જે દૃષ્ટિની જયારે જરૂર પડે ત્યારે તે દૃષ્ટિને મુખ્ય રાખવી. આત્માને કઈ દૃષ્ટિ હાલના સંયોગોમાં ઉપકારક છે તે દૃષ્ટિને મુખ્ય રાખીને પદાર્થને જોવો.
સામાન્ય વિશેષ ધર્મ તે એક જ દ્રવ્યના બે સ્વભાવ છે સામાન્ય સ્વભાવથી તેનું મૂળ અસ્તિત્વ બતાવે છે. મૂળ અસ્તિત્વ દરેક દ્રવ્યનું સરખું છે. તેથી તે ધર્મમાં દ્રવ્યનો ભેદ પડતો નથી. તથા વિશેષ સ્વભાવથી ભેદ પાડનાર દ્રવ્યમાં જે વિકૃતિ છે તે વિકૃતિરૂપ અસ્તિત્વ બતાવે છે. આ ભેદ પાડનાર પણ તે દ્રવ્યનો જ ધર્મ છે. જેને વિશેષ કહેવાય કે આ ધર્મને પણ ટાળ્યો ટળાય તેમ નથી. અર્થાતુ, તે દ્રવ્યમાં જ રહેલો છે, માટે જ જયારે સિદ્ધાવસ્થા થાય છે ત્યારે પણ ભિન્ન ભિન્ન સિદ્ધ ભગવંતો અર્ધાતુ, અનંત સિદ્ધ ભગવંતો એમ બતાવનાર વિશેષ ધર્મ જ છે. આપણે જયારે ઐક્ય ભાવના-એક સ્વરૂપનું ધ્યાન કરવું હોય ત્યારે દ્રવ્યનું સામાન્ય ધર્મથી ધ્યાન કરવું.
ફા.વ. ૧૪, ઉના દ્રવ્યો જ છે. તે છએ જગતમાં વ્યાપ્ય છે. જેમ આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ચૌદ રાજલોક વ્યાપી છે તેમ આત્મદ્રવ્ય પણ ચૌદ રાજલોક વ્યાપી છે. જેમ આકાશદ્રવ્ય અરૂપી-અદેશ્ય છે તેમ આત્મદ્રવ્ય પણ અરૂપી છે તેથી અદેશ્ય છે. જેમ ખાલી જગ્યામાં (આકાશમાં) ઘડો મૂકીએ ત્યારે આકાશનું દર્શન આકાશની પર્યાયરૂપ ઘટાકાશ તરીકે થાય છે તે રીતે વ્યાપ્ય આત્મદ્રવ્યમાં દેહ છે તે (તે વખતે) તેની પર્યાય બને છે તેથી તે મનુષ્યનો આત્મા છે એ રીતે દર્શન થાય છે.
આત્મદ્રવ્ય કયાં નથી ? જગતમાં સર્વત્ર છે. તેની પર્યાયોના દર્શનથી તે અમુક અમુક ભેદથી દેખાય છે.
બરાબર જે રીતે આકાશ છે તેવી જ રીતે આત્મદ્રવ્ય પણ ચૌદ રાજલોકમાં છે. તે અખંડ છે, અવિચલિત સાધકનો અંતર્નાદ
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org