________________
ધર્મ (અહિંસા) ૪
વૈ.વ. ૧૩, સં. ૨૦૪૮, દેવકીનંદન પરમાત્મા અહિંસાની મૂર્તિ છે. આગમ (પરમાત્માની વાણી)માં અહિંસાની પ્રાપ્તિના ઉપાયો છે.
ગુરુ ભગવંત - અહિંસાનું પાલન કરનાર છે, તે અહિંસાનું પાલન શીખવાડે છે, સમજાવે છે. શીખનારને અનુગ્રહની પ્રાપ્તિ થાય છે.
ગુરુ ભગવંતના અનુગ્રહથી આગમનાં રહસ્યો સમજાય છે અને અહિંસાની સિદ્ધિ આત્માને પ્રાપ્ત થાય છે.
કોઈ પણ ધર્મની સિદ્ધિમાં આ ત્રણે (પરમાત્મા, આગમ, ગુરુ ભગવંત) ઉપકારક તત્ત્વ છે. તે ત્રણેના ઉપકારને માનનારા સ્વીકારનારા કૃતશી આત્માને ધર્મનો ક્ષયોપશમ સરળતાથી થાય છે.
ધર્મના મૂળ દેશક જગતગુરુ પરમાત્મા છે. તેમને કદી ભૂલવા નહિ. તેમને ભૂલીને કરેલો ધર્મપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ પ્રાયઃ નિષ્ફળ જાય છે.
માટે જ પરમાત્માને અહિંસાની મૂર્તિ સ્વરૂપ હૃદયમાં સ્થાપન કરીને ગુરુ ભગવંતની પાસે પરમાત્માની વાણીનું પાન, પરમાત્મા, વાણી અને ગુરુ ભગવાન એ ત્રણેના ઉપકારના સ્વીકારપૂર્વક કરવું.
આ રીતે કરેલું આગમનું અમૃત પાન આત્મામાં સ્થિર થાય છે અને તે ધર્મની સિદ્ધિ મેળવે છે. કારણ કે જેને (પરમાત્માને) હૃદયમાં સ્થાપિત કર્યા છે તેમને એ વસ્તુ (ધર્મ) સિદ્ધ થયેલો છે. તેમની વાણી (આગમ)માં અહિંસાનું સ્વરૂપ સનાતન સિદ્ધ છે તે બતાવ્યું છે, ગુરુ ભગવાન તે ધર્મની સિદ્ધિ માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે. અર્થાત્, સિદ્ધિ તરફ જઈ રહ્યા છે.
આ ધર્મનું સ્વરૂપ ત્રણ પ્રકારથી બતાવ્યું છે. અહિંસા, સંયમ અને તપ. આ ત્રણમાં મુખ્યતા અહિંસાની છે. સંયમ અને તપ પણ અહિંસાની જ પુષ્ટિ માટે છે. ૨૦. ધર્મ (સંયમ) ૧
વે.વ. ૧૪, સં. ૨૦૪૮ સંયમ ધર્મ વ્યવહારથી સત્તર પ્રકારે બતાવ્યો છે. સંયમ=સમ્યક પ્રકારે કાબૂ. શેનો ? મન, વચન, કાયાનો અથવા પાંચ ઈન્દ્રિયોનો.
સંયમ બીજા જીવોની રક્ષા માટે જ રાખવાનો છે. આ ત્રણ ધર્મમાં મુખ્યતા અહિંસા ધર્મની છે. બીજા બે ધર્મ તે અહિંસાની જ પુષ્ટિ માટે આચરવાના છે.
જીવોની હિંસા આપણા મન, વચન, કાયાના યોગ દ્વારા થાય છે માટે તેને કાબૂમાં રાખવાથી જીવોની રક્ષા થાય છે એ ત્રણે યોગો પાંચ ઈન્દ્રિયોના વિષયોના સેવનમાં વ્યાપ્ત થાય છે ત્યારે તે યોગો જો બેકાબૂ બને છે તો જીવની હિંસા થાય છે.
માટે અહિંસાના પાલન માટે ઉપાય તરીકે રાંયમ અને તપ ધર્મ છે. સંયમથી મન, વચન, કાયાની
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org