________________
નિશાની બતાવે છે.
આ મનુષ્ય જીવનની એક એક પળ હવે તમારી સોના કરતાં વધારે કિંમતી જાય છે કેમકે આ પળોમાં ભગવાનનું નામ સ્મરણ એ આત્મામાં ઊંડા સંસ્કાર દૃઢ કરે છે. તો પ્રભુના નામનું સ્મરણ તેવું જ ચાલુ રાખશો.
૧૬
ધર્મલાભ !
તમારું અંતર્દેશીય તથા કાર્ડ મળ્યું છે.
મણીબહેનને માલૂમ થાય કે અસમાધિ કરાવે તેવી તમારી દર્દની સ્થિતિ છે પણ તેને સમભાવે સહન કરી રહ્યાં છો તે રીતે જ પરમાત્માના નામનું આલંબન લઈ સહન કરજો.
કદાચ સહન ન થાય તો પૂર્વના ભવોમાં આ જીવે તિર્યંચ અને નરક ગતિનાં અસહ્ય દુ:ખો અનેક વખત ભોગવ્યાં છે તે યાદ કરજો. તે વખતે આપણને પરમાત્માના નામનો પણ આશરો નહોતો મળ્યો કે જીવને આશ્વાસન રૂપ બને. અને તે વખતે પીડાને દૂર કરવા માટે કોઈની સહાય પણ ન હતી કે જેથી દુ:ખમાં રાહત મળે. વળી આવો ધર્મ સમજાવનાર પણ કોઈ ન હતાં કે દુઃખ સહન કરવામાં ઉત્સાહ થાય. એ ગતિની પીડાઓ અને દુ:ખો આગળ આ તમારી રોગની પીડા ઓછી છે. વળી આત્મા પણ તપ કરીને ભૂખ અને તરસ વેઠીને તૈયાર થયો છે જેથી આવી ભૂખ - તરસની પીડામાં આટલી સમાધિ રાખી શકે છે. જો એ અભ્યાસ ન હોત તો આવી અશક્તિમાં પ્રભુનું નામ તમને કોઈ યાદ કરાવત તો પણ કદાચ યાદ કરવાનું ન ગમત અને પીડામાં ચિત્ત જતું રહેત. જૈન શાસનની આપણને આ અપૂર્વ ભેટ મળી છે કે જે નમસ્કાર મહામંત્ર જીવતાં શાંતિ આપે, મરતાં સમાધિ આપે અને પરભવમાં સદ્ગતિ આપે.
જડ એવા આ શરીરના સંસર્ગથી અનંત શક્તિના ધણી એવા આત્માની અવદશા થઈ રહી છે, સદાને માટે એનો સંસર્ગ છોડવો છે, એવી તૈયારી તમે કરી રહ્યા છો, હવે અનંતકાળ સુધી તેના સંસર્ગે રખડવું નથી. આ દેહ ઉપર કર્મે કરેલાં જે આક્રમણો આવવાં હોય તે ભલે આવે. તું પણ તારું લહેણું લઈ જા. હું તેથી હળવો થઈશ અને જલદી જડના સંગથી છૂટીશ. આ ભાવ રાખશો.
સાધકનો અંતર્નાદ
અશુ. ૮
અત્યારે જે પીડાઓ આવે છે તે આપણે પોતે જાતે જ કરેલાં કર્મોનું ફળ છે. બાંધેલાં કર્મો ભોગવવાં તો પડે જ છે. તમારી પાસે અત્યારે શુભ ભાવરૂપી-અરિહંત પરમાત્માની ભક્તિરૂપી સંપત્તિ સારી છે, એ અવસરે લેણિયાત લેવા આવે તો શી ચિંતા ? એવા પાવરવાળું મન બનાવશો.
Jain Education International
For Private & Personal Use Only
213
www.jainelibrary.org