________________
ચૈતન્ય છે. કદાચ દ્રવ્ય ઈન્દ્રિયનો નાશ થયો હોય તો પણ જીવ જીવી શકે છે. ભાવ ઈન્દ્રિયનો નાશ આયુષ્ય અને શ્વાસોશ્વાસ નામના પ્રાણના ક્ષયે થઈ જાય છે.
ભાવ ઈન્દ્રિયમાં ભાવ પ્રાણનો અંશ રહેલો છે કેમકે તે ગુણ પ્રગટ કરવાના જ્ઞાન, સમજણ મેળવવાના સાધનરૂપ છે. માટે દ્રવ્ય પ્રાણોની હિંસામાં પણ એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિય, તેના કરતાં તેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયની હિંસા ચઢતા ક્રમે વિશેષ ગણતાં વિરાધનાનો દોષ વધુ લાગે છે અને તેનું પ્રાયશ્ચિત પણ એ રીતે અનુક્રમે વિશેષ આપવામાં આવે છે.
અહિંસક ભાવ પ્રગટ કરવા માટે પ્રથમ અહિંસાનું પાલન કેવી રીતે કરવું તેનું વ્યવહારિક જ્ઞાન મેળવવું જોઈએ અને અહિંસાને ઓળખવા માટે તેનાથી વિપરીત જે દોષ છે તે હિંસાને ઓળખવી જોઈએ.
હિંસા એટલે જીવનો વધ, નાશ. જીવના પ્રાણોનો નાશ. તે હિંસાને સમજવા માટે પ્રથમ જીવને ઓળખવો જોઈએ.
જીવને ઓળખવા માટે તેનું લક્ષણ જાણવું જોઈએ. પદાર્થનો અસાધારણ ધર્મ તે તેનું લક્ષણ કહેવાય. તે ધર્મ ન હોય તો તે પદાર્થ જ ન કહેવાય.
દરેક પદાર્થ પોત પોતાના લક્ષણથી ઓળખાય છે. જગતમાં બે પદાર્થો છે. જીવ અને અજીવ.
જીવને ઓળખવા માટે તેની પ્રતિસ્પર્ધી વસ્તુ અજીવને પણ ઓળખવી જોઈએ. અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિથી વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન-ઓળખાણ થાય છે.
પોin તાજા” | જીવનું ઉપયોગ એ લક્ષણ છે. ઉપયોગ એ જીવનો અસાધારણ ધર્મ છે. ઉપયોગ ન હોય તો એ જીવ જ ન કહેવાય.
જીવની પ્રતિસ્પર્ધી વસ્તુ અજીવ છે. જગતમાં જીવ એ શું વસ્તુ છે.? જેટલી અજીવ વસ્તુ છે તે જીવ નથી, તે સિવાયની વસ્તુ તે જીવ છે.
“તઃ સર્વ તત્ સત્તા-સાદ” એટલે ઉપયોગ હોય તો જીવની સત્તા છે. “તઃ ૩માવે માળે વ્યતિરે” એટલે ઉપયોગ ન હોય તો જીવ ન હોય. તો શું હોય? અજીવ. વ્યતિરેક વ્યાપ્તિથી જીવની પ્રતિસ્પર્ધી વસ્તુ અજીવ સિદ્ધ થાય છે માટે તેને ઓળખવાથી વસ્તુ (જીવ)નું સત્ય જ્ઞાન થાય છે.
હવે જેમાં ઉપયોગ નથી તેની હિંસા થતી નથી. હિંસાને જીવની સાથે સંબંધ છે. કારણ કે દશ પ્રાણો જીવને હોય છે, અજીવને નથી. હિંસા તેને કહેવાય છે કે જે ક્રિયાથી પ્રાણોનો અતિપાત (નાશ) થાય છે. તે પ્રાણો જીવને જ હોય છે.
બીજા જીવોના પ્રાણોનો અતિપાત કયા-કયા હેતુથી, નિમિત્તથી થાય છે? આપણા જીવન વ્યવહારના કારણે સ્વાભાવિક થાય છે અને રાગ, દ્વેષ, મોહાદિના આધીનપણાથી પણ જીવ બીજા જીવોનો વિનાશ કરે છે.
આ વિનાશથી સંપૂર્ણ બચવા માટે સાધુ ધર્મ બતાવ્યો અને બિન જરૂરી હિંસાથી બચવા માટે ગૃહસ્થ ધર્મ-શ્રાવક ધર્મ બતાવ્યો છે. માટે અહિંસાના પાલન માટે અપ્રમત્તપણે ધર્મ (સાધુ-શ્રાવક) આદરવો જોઈએ. સાધકનો અંતર્નાદ
96
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org