________________
ભૂખ, તરસ અને ગાંઠની પીડા જે તમને છે તેના કરતાં અનંત ગુણી પીડા અસંખ્ય નારકીઓ સહન કરી રહ્યા છે. પણ તેમાં જેની સમ્યક્ દૃષ્ટિ ખૂલી છે એવા જીવો પોતે કરેલાં કર્મનાં ફળ છે એવું માની પ્રસન્નતાથી સહન કરે છે. કેટલાંય તિર્યંચો ભૂખ-તરસ અને ભયંકર રોગોની એવી રીતે પીડા સહન કરી રહ્યા છે કે તેની પાસે આપણે ઘણી અનુકૂળ સામગ્રી વચ્ચે સહન કરવાનું છે એટલે ઓછું દુઃખ છે, દુઃખમાં રાહત મળે છે. એ અરિહંત પરમાત્માની કૃપાનું ફળ છે. અરિહંત પરમાત્માનું હૃદયમાં એવી રીતે સ્થાપન કરજો કે ભવોભવ તમારી સાથે રહે. એટલે મોક્ષ માર્ગમાં ચાલતાં નિર્વિદનપણે પહોંચાય. જીવનની છેલ્લી ક્ષણ સુધી જેણે હૃદયમાં અરિહંતને સ્થાપ્યા છે તે જ નિકટભવી (નજીકમાં મોક્ષ જનાર) થઈ શકે છે.
૧૮
ધર્મલાભ !
મણીબહેનની દર્દમાં સહનશીલતા અને આવી પીડામાં પણ મનમાં સતત અરિહંતનું રટણ રાખે છે વગેરે પનુભાઈએ ત્યાંના સમાચાર લખ્યા હતા. ખરેખર ! આખી જિંદગીની મહેનતનું આ ફળ છે. છેલ્લે સમાધિ જોઈતી હોય તેણે અરિહંત પરમાત્માને નિરંતર હૃદયમાં પધરાવી રટણ કરવાની ટેવ પાડવી જોઈએ. આથી જીવન જીવતાં પણ શાંતિનો અનુભવ થાય છે અને છેલ્લે આ દુનિયામાંથી વિદાય લેતાં હસતાં હસતાં જવાય છે. કોઈ પણ વસ્તુનું મમત્વ રહેતું નથી. નમસ્કાર મહામંત્રના જાપનું આ લોકનું ફળ શાસ્ત્રમાં જે બતાવ્યું છે તે આપણને તેમના દૃષ્ટાંત દ્વારા સાક્ષાત્ દેખાય છે, અને પોતે તેનો અનુભવ કરી રહ્યા છે. જેણે અરિહંત પરમાત્માનું શરણું લીધું છે તેને હવે કાંઈ ચિંતા નથી. આપણે પણ એવી ટેવ પાડવી જોઈએ.
મણીબહેનને કહેશો કે હવે તમને મહાન અને સમર્થનું શરણું મળી ગયું છે. માટે કર્મને ભોગવતાં ડરશો નહિ અને થાકશો નહિ. ઉદયમાં તો જે આત્માની સાથે બંધાયેલા છે તેમાંથી જ આવવાનાં છે. જેટલા સમભાવે ભોગવાય છે તેટલા આત્માથી છૂટા પડી ઓછાં થતાં જાય છે અને સાથે આત્મામાં સમભાવ કેળવાય છે. તમારી આરાધના તો જે નિકાચિત કર્મ નહિ હોય તે ભોગવાઈ જશે તેની અસર પણ નહિ થવા દે અને નિકાચિત ભોગવતાં સમાધિ રહેવામાં સહાય કરશે.
Jain Education International
અશુ. ૧૫
૧૯
ધર્મલાભ !
મણીબહેનના સમાચાર જાણી ખૂબ આનંદ થાય છે. તેમની માંદગી ખરેખર સમાધિ માટે એક આદર્શભૂત બની રહી છે. તેમણે તેમની સાસુની માંદગીમાં સેવા કરીને ખૂબ સંતોષ આપ્યો છે સારા સાધકનો અંતર્નાદ
215
For Private & Personal Use Only
અ.વ. ૧
www.jainelibrary.org