________________
ક્રિયા પણ છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મુક્તિ થતી નથી. આચાર એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનથી જાણ્યા પછી તેને આચારમાં ન મૂકાય ત્યાં સુધી મુક્તિએ જવાનો રસ્તો કપાતો નથી. માટે પ્રથમ જ્ઞાન, પછી ક્રિયા પણ બીજા નંબરે એટલી જ જરૂરી છે. જ્ઞાનનું ફળ વિરતિ એટલે પાપથી અટકવું. અર્થાતું, સારું આચરણ કરવું, પાપ એ અસદ્ આચરણ છે તેથી અટકવા માટે જ જ્ઞાન જરૂરી છે. જે સમજે તે પાપને અને પુણ્યને જાણી શકે અને જાણે તો પાપથી અટકવાનો પુરુષાર્થ કરી શકે અને પુણ્ય આદરી શકે અર્થાત્ સદ્ આચરણ કરી શકે.
આ રીતે પંચાચારનું પાલન જે ત્રિકરણ યોગે આગમજ્ઞાતા બનીને કરે છે અને તેમના આશ્રયે આવેલાઓને ઉપદેશ આપી પંચાચારનું પાલન કરાવે છે અને પરમાત્માનું સ્થાપન કરેલું શાસનચતુર્વિધ સંઘને યથાયોગ્ય માર્ગદર્શન આપી સિદ્ધિના માર્ગને ચાલુ રાખે છે, એવા આચાર્ય ભગવંતને હું ક્રોડ ક્રોડ વાર વંદન કરું છું.
ઉપાધ્યાય ભગવંત
ચૈ.સુ. ૧૦ પરમાત્માએ (અરિહંત ભગવાન) શાસન સ્થાપ્યું તે શાસન એ જ તીર્થ છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં એક સાધુનો સંઘ સ્થાપ્યો તેમાં ત્રણ પ્રકારના સાધુઓ તેઓના કાર્યભેદ પડે છે. કેમકે શાસન ચલાવવા માટે કાર્યકર્તા તરીકે આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત છે. તેમાં આચાર્ય ભગવંતનું કાર્ય આચારનો ઉપદેશ આપી ક્રિયામાં સ્થિર કરવાનું છે. તેમ ઉપાધ્યાય ભગવંતનું કાર્ય પરમાત્માની પ્રરૂપેલી વાણી જેમાં ગૂંથેલી છે એવા આગમનું જ્ઞાન, સમજ આપવાનું છે જેથી માર્ગનું જ્ઞાન મળે. આચાર્ય ભગવંત માર્ગનું આચરણ કરાવે છે. ઉપાધ્યાય ભગવંત માર્ગનું જ્ઞાન આપે છે, અને સાધુ ભગવંત માર્ગે ચાલવામાં સહાય કરે છે.
આચાર્ય ભગવંતનું તેવું પુણ્ય હોય છે જેથી તેના પ્રભાવે જીવોને તેમના તરફ આકર્ષણ, તેમના આચાર પ્રત્યે થવાથી આચારોનો ઉપદેશ ગ્રાહ્ય બને છે.
ઉપાધ્યાય ભગવાનનું તેવું પુણ્ય અને ક્ષયોપશમ હોય છે કે તે જેને ભણાવે છે તેની જડતા દૂર થઈ જાય છે જીવ જ્ઞાની અને વિનયી બને છે, સંસારથી નિસ્તાર પામે છે.
સાધુ ભગવંતા
ચે.સુ. ૧૧ સાધનાનો માર્ગ પરમાત્માએ બતાવ્યો છે પણ સાધકદશા પ્રાપ્ત થાય તે પહેલાં સાધનાના માર્ગે ચાલવાની શક્તિ આવતી નથી, પરંતુ સંપૂર્ણ સાધકદશા સાધુ ને જ પ્રાપ્ત થાય છે કારણ કે, સાધક દશા પ્રગટાવવા માટે તેમના મન, વચન, કાયાની નિર્મળતા સાધુતાના લીધે પ્રાપ્ત થાય છે.
સાધકનો અંતનાદ
165
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org