________________
ફર્મથી મુક્તિ મેળવવાનો સચોટ અને સરલ ઉપાય કયો છે?
ઉપાય સરલ અને સચોટ છે પણ નિજ પુરુષાર્થને આધીન છે. સુંદર નિમિત્તો, આલંબનો પુણ્ય સામગ્રીના યોગે સામે પડયાં છે. તે આલંબનોને લેવા માટે કર્મ મુક્તિ માટે પ્રથમ તો અભિલાષ તીવ્ર જાગવો જોઈએ. અભિલાષ જગાડવા માટે કર્મ મુક્ત શુદ્ધ આત્માના દર્શન માટે તાલાવેલી જાગવી જોઈએ. તેમાંથી નિજ શુદ્ધ આત્મદ્રવ્યના દર્શનની અભિલાષા પ્રગટે ત્યારે પુરુષાર્થ જાગૃત થાય છે. આ પુરુષાર્થ એ જ સૂતેલા (પ્રમાદમાં પડેલા) ઉપાદાનને જાગૃત કરીને કામમાં જોડવું. ઉપાદાન કારણ કાર્ય કરવા માટે તત્પર થાય એટલે શુદ્ધ નિમિત્તોનું આલંબન લઈને નિજ આત્માની સ્થિતિને નિહાળે છે, તેમાં ભિન્નતા જુએ છે, ત્યારે નિશ્ચયથી તેમાં પડેલી શુદ્ધતાને જોઈ આશ્ચર્ય પામે છે. શું મારું સ્વરૂપ આ વાસ્તવિક નથી ? તેથી તે સ્વરૂપને જાણ્યા પછી પુરુષાર્થમાં તત્પર બને છે.
સાધકનો અંતર્નાદ
171
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org