________________
કારણે અધૂરું છે અને અધુરા તે જ્ઞાનમાં પણ મોહ ભળે છે ત્યારે અશુદ્ધ હોવાથી વિકૃત છે. જે પરમાં સ્વની વૃદ્ધિ કરાવીને અશુદ્ધ આનંદ કરાવે છે અને રાગ-દ્વેષથી વિશેષ પ્રકારે આચ્છાદિત થયેલો આત્માને નિરાનંદ બનાવે છે. આ રીતે રતિ-અરતિનો ભોગ બનેલો આત્મા કર્મબંધ કરે છે અને સંસારમાં રખડે છે.
તે સંસારનું પરિભ્રમણ અટકાવવા આત્માના શુદ્ધ આનંદની ખોજ કરવી જોઈએ.
તે શુદ્ધ આનંદ આત્મામાં હમણાં પણ છે પણ તેના ઉપર કર્મોનું આવરણ છે માટે અનુભવી શકાતો નથી. માટે જ શુદ્ધ નિશ્ચય નયથી આત્માનો પરિચય કરવા માટે અભ્યાસ કરવો જોઈએ.
તે અભ્યાસ માટે આલંબન જોઈએ. તે આલંબન છે વિતરાગ પરમાત્મા. તેમનામાંથી રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે માટે તેઓ નિરંતર પોતાના સહજાનંદ સ્વભાવમાં જ રહે છે. તેમને પુદ્ગલનો સંગ નથી માટે તે નિજ સ્વભાવમાં જ મહાલે છે, તેમને બહાર જવું પડતું નથી. તે સ્વભાવ પ્રગટ કરવા માટે જ પરમાત્માએ પ્રથમ બાહ્ય સંગ છોડ્યો અને કેવળ શરીર નિરપેક્ષ થઈ આત્મ ધ્યાનમાં લીન બન્યા અને રાગ, દ્વેષ અને મોહને દૂર હઠાવી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી આત્માના સહજાનંદને પામ્યા.
આ સહજ સ્વરૂપી આનંદને પ્રગટ કરવા માટે જ ચારિત્ર ધર્મની સાધના છે. તે ચારિત્ર ધર્મને નિશ્ચયથી આત્મ રમણતારૂપ કહ્યો છે. તે પ્રગટ કરવા માટે પ્રથમ નિશ્ચયના ધ્યેયપૂર્વક વ્યવહારથી ચારિત્ર ધર્મ જે અનુષ્ઠાનરૂપ છે તેનું પાલન કરવું જોઈએ. જે અનુષ્ઠાનમાં જીવોની સાથેનું વર્તન આત્મસમાન ભાવે કરવાનું છે. અહિંસાદિ પાંચ મહાવ્રતોનું પાલન પણ જીવ રક્ષા માટે વ્યવહારથી છે અને નિશ્ચયથી આત્મસેવન સજાતીય હોવાથી એકતા સાધવાની છે. જે એક્યભાવ છેવટે પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મભાવે જીવોમાં દર્શન કરાવે છે અને તેમાં લીન બનેલો ચારિત્ર સાધક આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. ૭. જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા
મા.વ. ૩+૪, ૨૦૪૮, શંખેશ્વર ભાવો એટલે પદાર્થો. જગતના બધા પદાર્થોનો સમાવેશ બે દ્રવ્યમાં થઈ જાય છે. ૧. ચેતન ૨. જડ. જડમાં પાંચ દ્રવ્યો સમાવેશ પામે છે અને ચેતન એક દ્રવ્ય છે.
ઉદાસીનતા એટલે રાગ નહિ અને દ્વેષ પણ નહિ પણ મધ્યસ્થભાવ. આ મધ્યસ્થભાવ માંથી પદાર્થો પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે.
તે ઉદાસીનતા પ્રગટ કરવા માટે પ્રથમ જગતના પદાર્થોને ઓળખવા જોઈએ. તેને સત્યરૂપમાં સ્યાદ્વાદ દૃષ્ટિથી ઓળખવામાં આવે તો ઉદાસીનતા પ્રગટયા વિના રહે નહિ. રાગ-દ્વેષને જીતવા માટે જ જ્ઞાનગુણની મહત્તા અંકાઈ છે. તે જ્ઞાન-સમજ માટે શ્રુતનું આલંબન લેવામાં આવે છે.
જડ અને ચેતન એ પદાર્થોમાં અનાદિ કાળની વાસના (સંસ્કાર)ના જોરે જડનું આકર્ષણ જીવને
સાધકનો અંતર્નાદ
75
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org