________________
૯. ઉપયોગશુદ્ધિ - મનશુદ્ધિ
ચે.શુ. પૂનમ, સં. ૨૦૫૦ ઉપયોગ અને મન આ બન્ને વસ્તુ ભિન્ન છે. ઉપયોગ એ ચેતન સાથે સંબંધ ધરાવે છે મન તેનું સાધન છે, મન એ જડ પુલનું બનેલું છે, પણ ઈન્દ્રિયોથી તે જુદું છે માટે તેને અતિદ્રિય કહેવાય છે. ઈન્દ્રિયો જડ છે, મન પણ જડ છે પરંતુ આત્મા જયારે કર્ણાધીન છે ત્યારે જ્ઞાન પોતાનામાં રહેલું હોવા છતાં ઈન્દ્રિયો અને મનની સહાયથી જાણી શકે છે. જેમ ચક્ષુ ઈન્દ્રિય ઝાંખું જુએ છે, આવરણ આવે છે ત્યારે ચશ્માની મદદ લેવી પડે છે તેમ જ્ઞાન ઉપર જેટલા પ્રમાણમાં આવરણ હોય તેટલા પ્રમાણમાં ઈન્દ્રિયોને સાધન બનાવવી પડે છે. આ ઉપરથી એ ફલિત થયું કે ઈન્દ્રિયો અને મન આત્માનું શાન કરવામાં જડ સાધનો છે.
આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણોના પ્રાગટ્ય માટે બાહ્ય સાધનો છે માટે તે જડ હોવા છતાં ઉપેક્ષણીય નથી પરંતુ રક્ષણીય છે. કર્મોનું આવરણ એ જ્ઞાનાદિ પ્રગટ નહિ થવામાં મુખ્ય કારણ છે, ઈન્દ્રિયોનો અભાવ એ સહકારી કારણ છે. માટે જ્ઞાનાદિ ગુણોનું પ્રકટીકરણ કરવામાં અત્યંતર સાધન, કર્મોનો ક્ષયોપશમ અને ક્ષય છે.
બાહા સાધનની પ્રાપ્તિ (ઈન્દ્રિયો અને મનની પ્રાપ્તિ) તે પુરુષાર્થથી સાધ્ય નથી પરંતુ પૂર્વ કૃત કર્મને આધીન છે. અત્યંતર સાધન (કર્મનો ક્ષયોપશમ તથા ક્ષય) તે આત્માના પુરુષાર્થથી સાધ્ય છે.
આત્માનો પુરુષાર્થ ઉપયોગ દ્વારા થઈ શકે છે. બાહા પુરુષાર્થ મન અને ઈન્દ્રિયો દ્વારા થઈ શકે છે.
મન અને ઈન્દ્રિયોનો પ્રેરક આત્મા શુભ (દેવ, ગુરુ, ધર્મ)નું આલંબન લઈને ઈન્દ્રિયો અને મનથી પુરુષાર્થ કરે છે ત્યારે પુણ્યકર્મ સંચિત કરે છે, અશુભનું આલંબન લઈને પુરુષાર્થ કરે છે ત્યારે પાપ કર્મ સંચિત કરે છે. આવા સમયે આત્માના શુભ-અશુભ અધ્યવસાયનું પ્રતિબિંબ ઉપયોગ ઉપર પડે છે ત્યારે ઉપયોગ શુભાશુભ બને છે. આ બન્ને અવસ્થામાં ઉપયોગ અશુદ્ધ છે અર્થાતું, સારા-નરસા ડાઘ છે. તેથી તે શુભ કહેવાય. પરંતુ સારા ડાઘ તે કર્મ સંચાલિત અનુકૂળતા અર્થાત્, શાતા બતાવે છે નરસા ડાઘ પ્રતિકૂળતા અર્થાત્ અશાતા બતાવે છે.
શુભનું આલંબન લે છે ત્યારે મનની શુભ અવસ્થા, તે તેની શુદ્ધિ છે અને ઉપયોગની શુભ અવસ્થા તે તેની અશુદ્ધિ છે, કેમકે સારો પણ ડાઘ છે. જયારે ઉપયોગ નિષ્કલંક બને છે ત્યારે ઉપયોગની શુદ્ધિ હોય છે, ઉપયોગની શુદ્ધિ, આત્માની શુદ્ધિ ઉપર છે અને ઉપયોગની શુદ્ધિ માટે આત્માનો પુરુષાર્થ જોઈએ છે. આત્માની શુદ્ધિ માટે પરમાત્માએ બતાવેલાં અનુષ્ઠાનો આચરવાં જોઈએ, જે અનુષ્ઠાનો મન, વચન, કાયાનું શુભ પ્રવર્તન છે, યોગનું શુભ પ્રવર્તન ઉપયોગને શુભમાં લઈ જાય છે, જેથી અશુભ પ્રવર્તન અટકે છે, અને ઉપયોગ શુભ બને છે. જે શુભના આલંબનથી શુદ્ધિ તરફ જઈ શકે છે. મન, વચન, કાયાનું શુભમાં રહેવું, ટકવું તે જ યોગની શુદ્ધિ છે. તેથી મન શુદ્ધિ અને ઉપયોગશુદ્ધિ માટેની સાધના ભિન્ન-ભિન્ન છે. મનની શુદ્ધિ સરળ છે પણ ઉપયોગની શુદ્ધિ પુરુષાર્થથી થાય છે. મન સાધકનો અંતર્નાદ
131
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org