________________
દ્રવ્યનું સ્વરૂપ નિરંજન, નિરાકાર, નિષ્ક્રિય છે. પર્યાયનું સ્વરૂપ સાકાર સક્રિય છે.
દ્રવ્યનો સ્વભાવ અવ્યકત છે.
પર્યાયનો સ્વભાવ વ્યકત છે.
દ્રવ્યની જાતિ દ્રવ્યત્વ રૂપ છે તે દ્રવ્યમાં જ રહે છે.
પર્યાયની જાતિ પર્યાયત્વરૂપ છે તે પર્યાયમાં જ રહે છે. પ્ર. દ્રવ્યનું પ્રગટ સ્વરૂપ કેવું હોય ?
જ. તે શુદ્ધ છે છતાં તેને જોવા માટેનું સ્વરૂપ જુદું છે, તે જોવા માટે દ્રવ્યની અવાન્તર સત્તાનો વિચાર કરી પુરુષાર્થ દ્વારા પ્રગટ થયેલી જે શુદ્ધ પર્યાય છે તે જ દ્રવ્યનું પ્રગટ સ્વરૂપ છે, જેને સ્વ-ભાવ કહી શકાય. સ્વ એટલે દ્રવ્ય તેનો ભાવ એટલે અસ્તિત્વ-તેને જે બતાવે છે તેનું નામ પર્યાય કહેવાય છે.
જોવાનું સ્વરૂપ આ રીતે છે.
દ્રવ્યનું અપ્રગટ સ્વરૂપ તે શુદ્ધ જ છે છતાં તેને નિષ્ક્રિય પડી રહેલી એક વસ્તુને જોતા હોઈએ તે રીતે જોવાનું છે. અથવા મૂળ તેનું જેવું સ્વરૂપ તે સ્વરૂપને જોવાનું છે. જયારે પ્રગટ થયેલું સ્વરૂપ તો છે તો મૂળ સ્વરૂપ જે છે તે જ. પરંતુ શેયના પરિવર્તનથી પરિવર્તન પામતું સ્વરૂપ જોવાથી તે સ્વરૂપ મૂળ સ્વરૂપ કરતાં જુદું લાગે છે. કેમકે શેયને આધીન તે જ્ઞાન (સ્વભાવ) ગુણથી સ્વભાવને પ્રગટ કરે છે, તેથી કેવળ દ્રવ્ય સ્વાધીન છે. પર્યાયયુક્ત દ્રવ્ય પ્રત્યક્ષ પરાધીન છે, શેયાધીન છે.
૫. દ્રવ્યની વ્યાપકતા
ચૈ.વ. ૨, વેરાવળ
દ્રવ્ય જગત વ્યાપી છે તે ઉર્ધ્વતા સામાન્યની જેમ ધટતા જાતિમાં છે, તિર્યક્ સામાન્યથી દરેક વ્યક્તિમાં, સોના, રૂપા, માટીરૂપ વિગેરે પર્યાયમાં છે. તેમ આત્મ દ્રવ્ય નિષ્ક્રિય છે અને સક્રિય છે એમ બે વિરોધી વસ્તુ એક વસ્તુમાં કેવી રીતે રહે ?
જેમ ભેદ અને અભેદ એક વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ વિચારીએ છીએ, તેવી જ રીતે દ્રવ્યરૂપ એક જ વસ્તુમાં સક્રિયતા નિષ્ક્રિયતા આપેક્ષિક છે ?
જેમ કોઈ વ્યક્તિને સમાચાર પૂછીએ કે દેવદત્ત છે ? હા, છે, અગર કોઈ તેને ઘરમાં જોઈને તે કાર્ય કરતો હોય તો પણ ‘તે ઘરમાં છે’ એટલું જે તેને જ્ઞાન થાય છે તે કેવળ તેની સત્તાનું જ જ્ઞાન થયું ત્યારે તેની ક્રિયા જોવાતી નથી.
અથવા કોઈ ઘરની બહારથી ડોકિયું કરીને જોઈ લે એટલે તે બોલે કે હા, તે અંદર છે. આ રીતે તેની સત્તા માત્રનું જ્ઞાન તેની નિષ્ક્રિયતાનું જ ભાન કરાવનાર છે. અગર કેવળ સત્તાની જિજ્ઞાસાથી જોનારને તેની ક્રિયાનું ભાન હોતું નથી. તેથી કેવળ દ્રવ્યનું નિરીક્ષણ કરનાર નિષ્ક્રિયતા જુએ છે. જેમ કેવળ વ્યક્તિની હાજરી જોનારને તેની નિષ્ક્રિયતાનું ધ્યાન હોય છે, સક્રિયતાનું ભાન હોતું નથી.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
17
www.jainelibrary.org