________________
સફળ બનાવી દેતા હતા.
એવા મહાપુરુષનો આજે જન્મદિન છે જે શ્રા.શુ. પૂર્ણિમા. જે દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો રહી સમગ્ર જગતને શીતલતાનું પ્રદાન કરે છે. એ રીતે તે દિવસે જન્મેલા આ મહાપુરુષ તેમની છાયામાં જે કોઈ આવ્યા તેમના જીવનમાં સંતાપો હરાઈ ગયા અને શીતળતાનું મોજું ફરી વળ્યું. - આ મહાપુરુષ અહીં હયાત હતા ત્યારે જ શીતળતાનું પ્રદાન કરતા હતા એમ નહિ, આજે પણ દેવભવનમાં વાસ કરવા છતાં ત્યાં તેમને રતિ નથી, પરંતુ પરોપકારમાં રત એવા નિરંતર આ તિર્થાલોકમાં લોકોના સંતાપ હરી શીતળતાનું પ્રદાન કરે છે, જીવો તેમને ભૂલી શકતા નથી, કારણ આજે પણ તેઓ એટલા જ સક્રિયપણે પરોપકાર કરી રહ્યા છે. જ્ઞાન પ્રદાન કરે છે, સલાહ સૂચન કરી મૂંઝવણો ટાળે છે, જીવો તેમની સ્મૃતિમાત્રથી નિર્ભયતાથી જીવે છે. આ જ આ કાળનું મહાન અચ્છેરું છે.
આવા વિષમ કાળમાં આવા પવિત્ર પુરુષનાં દર્શન મને? અર્થાતું, આવા પવિત્ર પુરુષની હયાતિમાં મારો જન્મ થયો? અને તેમનાં દર્શન થયાં? તેથી હું પણ ધન્યાતિધન્ય છું, જેમની છાયામાં નિરંતર રહી સંયમ સાધના થઈ રહી છે.
આના કરતાં આ વિષમ કાળમાં બીજું જોઈએ છે શું? મને બધું જ મળ્યું છે, તૃપ્ત છું. તેનો આનંદ છે. ધન્ય છે તેવા મહાપુરુષના જન્મથી પવિત્ર થયેલી શ્રાવણી પૂર્ણિમાને !
૧૨. (છંદ-હરિગીત) અહો ! ગુરુરાયા નમું હાથ જોડી, મને આપજો નિત્ય આશિષ કોડી; તમારા ગુણોને કહ્યું માન મોડી, હવે આવું છું દેવ ! તુમ પાસ દોડી.
મને તારજો હાથ ઝાલી ગુરુજી, રખે કાળનો પાશ લાગે ગુરુજી, રખડતો મૂકીને ન જાશો ગુરુજી, શરણ એક તારું ગ્રહતું કે ગુરુજી.
સાધકનો અંતનદ
57
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org