Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 249
________________ ન થાય. ચિત્ત પીડામાં જાય ત્યારે ‘અરિહંત’ આ ચાર અક્ષરનું રટણ કરવું. આજ સુધી તમે જાતે સમાધિ રાખી શકયા હવે જાતે ના રહે તો બીજાની સહાય લેવી, પણ ગાફેલ ન બનશો. પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળવું, બીજા સ્તવન, સજઝાય વૈરાગ્ય જનક સાંભળવા. આ અવસર ચૂકશો તો અનંત જન્મ મરણ આંખ સામે ઊભા જ છે. આ એક મરણ સુધરશે તો અનંત જન્મ મરણ અટકશે. એક સમાધિ મરણમાં એટલી તાકાત છે. ૩૦ ધર્મલાભ ! તમોને પીડા અસહ્ય વધી ગઈ છે. તેવા સમાચાર જાણ્યા, એટલે તમારી અસમાધિની ચિંતા થાય છે. જો કે તમારા દર્દો તમારા આત્માને પીડા સહન કરવાનો ઘણો અભ્યાસ કરાવ્યો, પૂર્વ ભવમાં તે અભ્યાસ ઓછો થયો હશે પણ આ ભવમાં તો અરિહંત પરમાત્માએ (તેમના નામે) તમને સહારો આપ્યો, જેથી તમે આવી અસહ્ય પીડા સહન કરી શકયા છો, સહન કરતાં - કરતાં તે પીડાને કયા ધ્યાનનો વિષય બનાવવો એ અચિંત્ય શક્તિના ધણી આત્માના હાથમાં છે. જો શરીરના વિચારમાં પડયા તો આર્તધ્યાનનો વિષય બનશે, અને શરીર એ કર્મકૃત છે, કર્મફલ છે, તે આત્માથી એક જુદી ચીજ છે, તે મારું (આત્માનું) નથી. મે મારું માનીને તેની ઘણી સાર સંભાળ કરી પાળ્યું, પોધ્યું પણ તેણે મને આટલો હેરાન કર્યો અને છેવટે મને દગો દઈ રહ્યું છે તે સાક્ષાત્ અનુભવું છું એ ધ્યાનનો વિષય બનાવશો તો ધર્મધ્યાન થશે, અને પીડાથી કંટાળી તે શરીરથી છૂટી પીડા મુકત થવાનો વિચાર આર્તધ્યાન છે. પ્રશમરેખાશ્રીજીની પીડા તમે જોઈ છે તેવી પીડા આગળ સમજુ અને શાણા માણસનું પણ કંઈ ચાલતું નથી. પણ તેમની ઝંખના હતી સમાધિ મરણની. જો એક મરણ સુધરી જાય તો અનંત જન્મ મરણની પરંપરા અટકી જાય. આ આખા ભવની છેલ્લી પળ હસતે મોઢે જાય પછી તો પછીના ભવોની બહુ ચિંતા નહિ. અહીંથી પૂરેપુરું ચૂકવ્યા વિના ગયા તો કયા ક્ષેત્રમાં, કેવી પરિસ્થિતિમાં, કેવા સંયોગોમાં તે ભરવાનો વખત આવશે, તે કાંઈ નક્કી નથી. માનો કે અહીંથી ગયા પણ જીવે કર્મો બાંધ્યાં છે તે તો છેડો છોડવાના નથી. તો આ સમજણમાં દેવ - ગુરુ મળી ગયા. વળી તેવી પુણ્યાઈ ભોગવી રહ્યા છો અને ચારે બાજુ તમારી સેવા કરતાં કોઈ કંટાળ્યું નથી. તેવા અનુકૂળ વાતાવરણમાં જો કર્મનો હિસાબ (દેવું) જેટલું ભરવાનો વખત આવ્યો તેટલું ભરતી વખતે મન તૈયારી કરે તો આત્મા તો તૈયાર જ છે, એટલે મનને જ સમજાવવાનું રહ્યું કે કર્મે જે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જી છે તેને સહી લેવામાં પ્રસન્ન રહેવા માટે સહાય કર. Jain Education International વૈ.વ. OIL, રાજકોટ. અમે ત્યાં આવી શકયા નહિ તે પણ તે કર્મે જ ભાવ ભજવ્યો છે. શું કરીએ એ કર્મને ? તે જે પરિસ્થિતિમાં મૂકે તેને વધાવી લઈએ તો જ તેનાથી છૂટાય. અરિહંત પરમાત્મા પાસે પ્રાર્થના કરજો કે આ પીડા સહન કરવાની શક્તિ આપ અને સમાધિની માંગણી કરજો. સાધકનો અંતર્નાદ For Private & Personal Use Only 229 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256