________________
થયો ત્યારે તે દુઃખોને અનુભવ્યા છે, પણ આજે તે અનુભવ યાદ નથી એટલે આ પીડાઓ અસહ્ય લાગે છે, ઘણી અનુકૂળ સામગ્રી વચ્ચે અશુભ કર્મ ભોગવાય છે, અને આવી પીડામાં આશ્વાસન આપનારું પ્રભુનું શાસન મળ્યું છે. જેથી નવા ગાઢ પાપ કર્મો બાંધતાં આત્મા બચી શકે તેમ છે. કર્મબંધ કોઈ પણ ભૂલથી થયો છે. હવે તેને સમભાવે ભોગવ્યે જ છૂટકો છે.
આવા તો અનંત ભવો થઈ ગયા. અનંત કાળમાં પીડાઓ યાતનાઓ દુઃખ ઘણાં સહન કરવાનું બન્યું છે. પણ આ ભવમાં સમજ સાથે પીડાઓ આવી છે એટલે આર્ત્તધ્યાનનું કારણ તો ન જ બનાવું એવો નિશ્ચય કરશો. ખંધક મુનિની ચામડી ઉતરી ત્યારે એ વિચાર કરે છે કે મારાં કર્મો ખપાવવામાં સહાયક મારો ઉપકારી આ ચામડી ઉતારનાર છે. આપણે તો કયાં એવો વિપાક ભોગવવાનો છે ? તો પણ સહન નથી થતું.
૩૧
મા.વ. ૬, જુનાગઢ
જશુબહેન, ધર્મલાભ !
ન
તમારો જવાબ મને તુરત મળ્યો પણ સંતોષકારક ન મળ્યો. જે મનુષ્ય જીવન દેવો પણ નિરંતર ઝંખે છે. ત્યાંની ઊંચામાં ઊંચી ભોગવિલાસની સામગ્રી તુચ્છ લાગે છે. કારણ આ એક જ જીવન એવું છે કે ધર્મની આરાધના કરવામાં પરતંત્રતા નથી. દેવલોકમાં દેવ જીવન એવું છે કે તન-મન બન્ને પરતંત્ર છે. ધર્મ કરવો હોય તો સુખ સામગ્રી આડે આવે. દેવને પ્રભુ ભક્તિ કરવી હોય તો બીજા રૂપે જવું પડે. તેને વર્તન અને વિચારનું બંધન છે. આપણે વર્તન અને વિચાર માટે સ્વતંત્ર છીએ. પણ માનવ જીવનની કિંમતી પળોને ક્યા માર્ગે લઈ જવી એ નિર્ણય આપણે પોતે જ કરવાનો છે. આ શરીર ઘણું પુણ્ય ખર્ચીને મેળવ્યું છે. તેનું વળતર લેવાનું શું નક્કી કર્યું છે ? આપણી હોશિયારીનો ઉપયોગ તેના હાડકામાંથી પણ કસ કાઢી લેવામાં કરવો ખૂબ જરૂરી છે. મનને જે ગમે તે કરવામાં તો તોટો મળવાનો. મનને આટલી જિંદગીમાં વધુ અભ્યાસ બીજો મળ્યો છે. આ એક નહિ પણ અનેક ભવો બીજા અભ્યાસમાં ગયા છે, જે હાલ વગર પ્રેરણાએ મન રસ લેતું હોય છે. પણ હવે એ કયાં સુધી ? જે ભવમાં અનેક સાધર્મિકો, ગુરુજનો આપણા આત્માની ચિંતા કરનાર મળ્યા, પ્રેરક સામગ્રી મળી, સાથે સાથે આપણા શરીરે જ હાકલ પાડી કે ચેતી લે તને પહેલેથી ખબર આપું છું ને સમય આપું છું. જે કાંઈ સારભૂત સાથે લેવું હોય તો લઈ લે.
હવે જે પ્રમાદ થાય તે અમને પણ પાલવે તેમ નથી. અમે અરિહંત પરમાત્માના આદેશથી તમારા ઉદ્ધારનું કામ માથે લીધું છે. હવે તમને સંસારના કાર્યમાં અને વિનશ્વર દેહમાં રસ નહિ લેવા દઈએ. કેમ પરમ પિતા, અનન્ય ઉપકારી, ભવોભવના સથવારા અરિહંત પરમાત્માનું નામ ન ગમે ? ગમે છે તો કેમ ધ્યાન ન રહે ? સંસારની કઈ વસ્તુમાં હવે રસ છે ?
ભવભ્રમણનો કંટાળો આવ્યો હોય તો પરમાત્માનું શરણું લેવું જ પડશે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
225
www.jainelibrary.org