________________
અમારી માંગણી છે.
તમારી સગતિ નક્કી છે. કદાચ બે-ત્રણ ભવમાં અમારા પહેલાં મોક્ષમાં જતાં રહેશો. એવી તમારી સમતા અને શાંતિ અમને વિશ્વાસ આપે છે. માટે કાંઈ ચિંતા કરશો નહિ. આખો નવકાર જયારે ન ગણી શકાય ત્યારે નમો અરિહંતાણંનું સ્મરણ કરવું અને એટલું પણ ન થઈ શકે ત્યારે અરિહંત એ ચાર અક્ષર જપ્યા કરવા. તમારો અમારા ઉપર ઘણો ઉપકાર છે અમને આટલી ઊંચી સ્થિતિ ઉપર મૂકનાર તમે જ છો. આવાં સારાં કાર્યો તમારા હાથે ઘણાં થયાં છે તેની અનુમોદના કરજો. અમે પણ તમોને ધર્મ માર્ગમાં વિશેષ પ્રકારે જોડયા અને યત્કિંચિત્ ઉપકારનો બદલો વાળી શકયાનો આનંદ અનુભવીએ છીએ.
દેવ, ગુરુ અને ધર્મનું શરણ જેણે લીધું છે તેને બીજા ભવમાં શું થશે એવી ચિંતા હોતી નથી.
અઠવાડિયા પહેલાંના પત્રમાં હતું કે આવી અશક્ત અવસ્થામાં પણ હજુ બે પ્રતિક્રમણ અને સામાયિક કરે છે. તમે આત્મા માટે છેલ્લી અવસ્થામાં-ઘડપણમાં પણ જબ્બર પુરુષાર્થ કરીને ઘણું ભેગું કર્યું છે. એ તો અમારે માટે પણ આદર્શરૂપ બનશે. તમારો દાખલો લઈને શરીર જયારે અગવડ કરશે ધર્મ કરતાં, ત્યારે તમને યાદ કરીને પુરુષાર્થમાં પાછા નહિ પડીએ.
શંખેશ્વરમાં ભાવપૂર્ણાશ્રીજીને અક્રમમાં સહાય કરી હતી તે વૈયાવચ્ચેથી ઘણું પુણ્ય તમે બાંધ્યું હતું. તેની અનુમોદના કરજો.
જો કે તમને સારું થઈ જશે પણ આપણે તૈયારી રાખવી સારી જેથી પસ્તાવાનો વખત ન આવે, ધર્મી માણસને મરણ એ મહોત્સવ છે એટલે આ જગતમાં રહેવાય તોય ભલે અને જવાય તો ય ભલે, બેયમાં સમભાવ. અહીં રહેવાશે તો ધર્મ વધુ કરશું. દેવલોકમાં જશું તો ભક્તિ અને પરોપકારનાં કામ કરશું. કેમ બરાબરને ?
માનવ શરીર જેટલું કિંમતી છે તેટલું કામ તેની પાસેથી લીધું છે. હવે ધર્મ કરવા માટે નકામું થઈ ગયું છે તો આત્માએ રહેવા માટે ઘર બદલવાનું છે એવો વિચાર કરવો.
તમને પીડા વખતે ખૂબ ખૂબ સમાધિ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.
ધર્મલાભ !
સુશીલાબહેનને જણાવવાનું કે મણીબહેન ઉપરના કાગળ તેમની પાસે બેસી બે ત્રણ વાર વાંચી સંભળાવજો અને જયાં સુધી સારું થાય ત્યાં સુધી હંમેશાં એક વખત વાંચી સંભળાવજો.
મણીબહેનને સારું થાય ત્યાં સુધી તમારે બહારગામ જવાનું ન રાખવું. કારણ કે તમે હંમેશ જઈને કંઈ સારું વાંચન રાખો તો તેમના આત્માને ઘણો લાભ થશે. અમારું કામ તમારે કરવાનું છે, અમે ઘણા દૂર છીએ એટલે તમને આ કામ સોંપ્યું છે, અમે પહોંચી શકીએ એવી શકયતા નથી.
મણીબહેનના દર્દના તથા સમાધિના સમાચાર રોજ આપતા રહેજો. ભૂખનું દુઃખ એવું છે કે ગમે સાધકનો અંતર્નાદ
202
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org