________________
ન આવે. આ ઘરમાંથી ઝટ જવાનું મન ન થાય. તમે બધા સેવા કરી રહ્યા છો તેથી તેમને સમાધિ રહે છે તે નિમિત્તનું પુણ્ય તમે બાંધી રહ્યા છો, “પરસ્પરોપગ્ર ગાવાના” !
સુશીલાબહેન હંમેશ આવી શકતાં હશે.
માંદગીમાં દર્દીને ચિત્તની શુદ્ધિ જળવાવવી તેના જેવું બીજું પુણ્ય નથી. એક જીવનો ભવ સુધરે, સગતિ થાય અને તેનો મોક્ષ નજીક થાય તેમાં કેટલાય મહાપુરુષોનો અને સંબંધીઓનો ઉપકાર છે તે યાદ કરી મણીબહેને કૃતજ્ઞભાવ ધારણ કરવો.
- ૫
જે.વ. ૭, મંગળ સુશીલાબહેનને ધર્મલાભ સાથે લખવાનું કે,
મણીબહેનને કહેશો કે હવે જ બરાબર સમાધિ રાખવાનો સમય આવ્યો છે, ઘણું જીતી ગયાં છો, ઘણું સહન કર્યું છે, હવે થોડા માટે ચિત્તા બગડે નહિ માટે સાવધ રહેશો. મનમાં એકલા અરિહંતને જ વસાવજો. રોગ શરીરને આવ્યો છે, આત્મા સાજો છે, માટે એની પાસેથી ધર્મધ્યાનરૂપી ભાથું ભરવાનું છે.
દર્દથી કંટાળો આવે તે આર્તધ્યાન કહેવાય, માટે કંટાળો આવે તો પણ એ જ વિચાર કરવાનો કે ચારે બાજુથી અનુકૂળતા સેવા કરનારા છે એ વખતે કર્મનું દેવું ચુકવાઈ જાય તેના જેવું રૂડું બીજું શું છે ? માટે ગમે તે થાય પણ હિંમત હારશો નહિ અને કર્મને કહી દેજો કે આવો જેને આવવું હોય તેને ! અરિહંત ભગવાન મારી સાથે છે. લેણું તમારું લઈ જાવ અને મને મુક્ત કરો.
મનુષ્ય જીવનની એક એક ક્ષણ કિંમતી છે માટે એની જેટલી આયુષ્યની ક્ષણો વધારે જશે તેટલું ભગવાનનું નામ વધારે લેવાશે. માટે જ નવકાર મહામંત્ર ગણાય તો એમને એમ ગણ્યા કરવો, તે ન ગણી શકાય તો અરિહંત-અરિહંત એ ચાર અક્ષરોનું રટણ કર્યા કરવું. પણ છૂટવાનો વિચાર આપણે ન કરવો. તમે ઘણા પુણ્યશાળી છો કે આવા દર્દમાં પણ આટલી બધી જાગૃતિ છે. માટે જાગૃત જીવને બીજો વિચાર ન જ આવવો જોઈએ. મનને કહી દેવું કે હું શાંતિથી ભોગવું છું ને તું શા માટે અકળાય છે ? મનુષ્યનો ભવ મને મળ્યો છે તે કેટલો કિંમતી છે ? ભલે શરીરથી કાંઈ ન થઈ શકે પણ ભગવાનનું નામ તો લઈ શકાય છે ને ! એક એક અક્ષરમાં ભગવાનના નામમાં કેટલાંય પાપોનો નાશ કરવાની શક્તિ છે. તો આવો પાપ ખપાવવાનો અવસર બીજા કયા ભવમાં મળવાનો છે? સાથે દેવગુરુ મળ્યા છે તે પણ કેટલી પુણ્યાઈ ? આવી પુણ્યાઈ વખતે તો જીવે એટલો જ વિચાર કરવાનો હોય કે જવાનું આવે તો તૈયાર છું. બધો મન માનતો ધર્મ કરી લીધો છે, બાકીનું નવા શરીરથી કરીશ. રહેવાનું થાય તો ભગવાનનું નામ લઈને ક્ષણે ક્ષણે કોડો ભવનાં પાપ પખાળવાનું કામ થશે. જે થવું હોય તે થાવ મારે તો બેયમાં સમભાવ જ છે.
આવા વિચાર કરશો.
જે.વ. ૧૨ સુધી માંડવી ચોક, રાજકોટ છીએ. સાધકનો અંતનાંદ
204
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org