________________
તેવા સમર્થ જીવની પણ સમાધિ જતી રહે, માટે ખાસ તમારી હાજરીની આવશ્યકતા છે, સમાધિ જળવાવવા પ્રયત્ન કરવો, પૂર્વના મહાપુરુષોના-મેતારજ મુનિ, ગજસુકુમાલમુની, અંધકમુની વગેરેનાં દૃષ્ટાંતો સંભળાવવાં, જેથી સહન કરવાનો ઉત્સાહ વધે, જો કે પોતે જ ખૂબ તૈયાર છે છતાં આપણે પ્રયત્ન કરવો જરૂરી છે.
જે.શુ. ૧૦, રાજકોટ. ધર્મલાભ ! મહેન્દ્રભાઈ, ધીરુભાઈ, યોગેન્દ્રભાઈ વગેરે.
પ્રેમચંદભાઈ ગયાના સમાચાર જાણ્યા, કોને કયારે અહીંથી વિદાય લેવાની છે એ આપણે જાણતા નથી, પણ જ્ઞાની જાણે છે. માટે ધર્મ માટે સદાય જાગ્રત રહેવાનું છે. તેથી ધર્મ મન થાય એટલો કરવાનો એમ નહિ પણ કેમ વધારે થાય, ભૂખ્યા માણસને ઘેબર મળે અને જેમ જમે તેટલી ત્વરાથી કરવાનો છે. તમારા બધાયની જિંદગી ઘણી એમને એમ ચાલી ગઈ છે, એ તમે વિચારશો તો લાગશે. જનાર આપણને સાવધ કરતા જાય છે કે આમ જવાનું છે. લાંબી જિંદગી મળે તે પુણ્યાઈ છે પણ તેને ધર્મ કરીને સફળ બનાવવાની છે. બાકી તો આપણે સર્જન કરેલો સંસાર આપણા માટે દુઃખનું કારણ બનનારો છે. - મણીબહેનને આમાં આઘાત લગાડવા જેવું કાંઈ હતું નહિ પણ એક લોહીના સંબંધથી થોડું થાય એ સહજ છે. તેમણે હવે તો સંસારના સંબંધોનો બધો વિચાર છોડી દેવો જોઈએ. હું (આત્મા) એકલો છું, મારું કોઈ નથી, આ સંબંધો છે તે દેહના છે. આ દેહ છૂટશે એટલે એક પણ સંબંધ રહેવાનો નથી. માટે સંબંધો બધા અનિત્ય છે, પણ જીવને પોતાની બનાવેલી વસ્તુ બહુ ગમે છે, એટલે એ વસ્તુના સંબંધને મનથી છોડી શકતો નથી. પછી તો અનિચ્છાએ પણ દેહ છૂટે એટલે છૂટી જાય છે. પણ જો પહેલેથી જ અલિપ્ત રહે તો તે સંબંધો દુઃખ આપી શકતા નથી. જીવે દેહ ધારણ કર્યો ત્યારથી જવા માટે સર્જાયેલો છે. એટલે આ બન્યું તેમાં કાંઈ નવું નથી.
મણીબહેનના નમસ્કાર મહામંત્રના ઘણા જાપ પછી તેમને મનની સ્વસ્થતા આવી માંદગીમાં પણ રહે છે. સાથે તે જાપના પ્રભાવથી જ સેવા કરનાર પુણ્યશાળી પરિવાર મળ્યો છે. તમે બધા સેવા કરતાં થાકતાં નહિ, તેમણે આખી જિંદગી તમારી ઈચ્છા પૂરી કરી છે, ‘મા’નો સંતાન માટે તેના હિતમાં જ ફાળો હોય, હવે તેમના આત્માનું હિત થાય તેના માટે તેમની જે જે ઈચ્છા હોય તે પૂરી કરશો તે પણ મોટી સેવા છે.
તેમને પ્રવાહી ઉતરતું હશે. તે કંઈ પણ વાપરે તે પહેલાં ત્રણ નવકાર, ત્રણ વખત શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરે તેમ કહેશો.
ધીરુભાઈને માલૂમ થાય કે તેમની એવી સેવા કરજો કે તેમને કયારે અહીંથી છુટું એવો વિચાર સાધકનો અંતર્નાદ
203
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org