Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 241
________________ પાલિતાણા ગિરિરાજની સ્પર્શના ભાવપૂર્વક કરી જન્મનો લ્હાવો લીધો હશે. તમારા બધા મનોરથ ઉત્તમ હોવાથી દેવાધિદેવની કૃપાથી જલદી પૂર્ણ થયા. સહાયકોએ પણ પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું. હવે તો ફકત મન દુર્ધ્યાનમાં ન જાય તેવા પ્રસંગો યોજવા. અધ્યવસાય સારા રહે માટે શુભ વાંચન, શુભ ચિંતન, શુભનું રટણ રાખવું. શુભનું રટણ પ્રભુના નામનું રટણ. સદ્વિચારથી શુભ મનોરથો જાગે છે જેટલું સારું થઈ શકે છે તેની અનુમોદના કરવી. આવી માંદગીમાં પણ આત્મા ધર્મને ઝંખે છે, કંઈક કરી લઉં. સાચો સથવારો પુણ્યનો છે તે સાથે આવશે અને ભાવિમાં અનુકૂળતા સાથે ધર્મની સામગ્રી મેળવી આપશે. આ બધા વિચારો ભાવિ શુભના સૂચક છે. સંસાર એટલે ભવ. તેની ઘટમાળ ચાલે છે. તેનો અંત લાવવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. પંચમ કાળમાં તેના અંતની શકયતા નથી પણ એ ઘટમાળ લાંબી ન ચાલે તેવી યોગ્યતા આત્માની કરી શકાય છે. કસોટીના પ્રસંગે ધીરજ ન ખૂટે તો જીત્યા છીએ, યોગ્યતા આવી છે એમ માની શકાય. હવે તો એ ધૈર્યની માંગણી પ્રભુ પાસે કરો. દુઃખ જોઈતું નથી, પણ પૂર્વનાં કર્મજનિત છે તો હવે તેને કાંઈ કરી શકાય તેમ નથી. તે કર્મને ભોગવવાં પડે એટલે કે તે જે વિપાક-ફળ દેખાડે તે અનુભવવું પડે. પણ જો તેવે વખતે ચારનું શરણ, પાપની નિંદા, સત્કાર્યની અનુમોદના (પુણ્યપ્રકાશના સ્તવનમાં આવી જાય છે) સતત ચાલુ રહી શકે તો તીવ્રપણે જે પીડા વગેરે દુઃખરૂપ ફળ મળવાનું હોય તેમાં ફેરફાર થઈ અલ્પ પીડારૂપ ફળ આપનારું બને છે. બાકી તો કોઈ ઉપાય કર્મોદયજનિત દુઃખમાં હાલમાં દેખાતો નથી. બાહ્યોપચારમાં ફેઈલ ગયા એટલે હવે અત્યંતર ઉપચાર તરીકે આ સિવાય વિશેષ તમારાથી બીજું શું થઈ શકે ? ૨૬ અ.વ.પ્રથમ ૬, અમરેલી. ધર્મલાભ ! તમારો ભક્તિપૂર્ણ પત્ર સુદ પૂનમનો મળ્યો. ભાવપૂર્ણાશ્રીજીને તો તમારી ગિરિરાજને ભેટવાની અને ગુરુવંદનની ઝંખના છતાં પૂર્ણ ન થઈ તે વાંચીને આંખો ભીની થઈ ગઈ. અંત સમયે ગુરુનો વિયોગ ? ભલે બાહ્ય દૃષ્ટિથી હોય પણ ખરી રીતે તો નથી, ફકત ક્ષેત્રનું અંતર છે તે ખટકે છે પણ તમે દેવ-ગુરુને હૃદયમાં સ્થાપિત કરેલા છે તેથી જરાય અંતર નથી નજીકમાં નજીક છે. હૃદય જેટલું દૂર છે તેટલા જ દૂર છે. પણ નજીકમાં નજીક તો હૃદય છે માટે જેણે દેવ અને ગુરુનું શરણ સ્વીકાર્યું છે અને હૃદયમાં સ્થાન આપ્યું છે તેને તેનો વિયોગ જ નથી. પણ બાહ્યથી ક્ષેત્રનું અંતર નડે છે તે હાલના સંયોગોમાં ટળે તેમ નથી. જે ટાળવાની તમારી આત્મ જાગૃતિ માટે ખૂબ જ જરૂર છે. જેમાં આત્મા ઘર કરીને રહ્યો છે, પોતાના સઘળા પ્રદેશોને ફેલાવીને ક્ષીરનીરની જેમ એકમેક થઈને રહ્યો છે તે શરીરને પીડા અને તે શરીર છૂટી જવાનો ભય (મરણ ભય) આખા જગતને મહાદુ:ખદાયક છે અને તે પીડા અને ભયમાં જયારે મન ભૂલું પડે, દોડવા માંડે ત્યારે તેને જાગૃતિ આપવા સાધકનો અંતર્નાદ 221 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256