________________
૨૩
જે.વ. ૭, પાલીતાણા. જસુ બહેન, ધર્મલાભ !
નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અવર્ણનીય છે. તેનું સામર્થ્ય અદ્ભુત છે, આપણે જેમ કર્મસત્તા નીચે દબાયેલા છીએ, તેની પાસે લાચાર બનીએ છીએ તેમ ધર્મસત્તા પણ આપણી પાસે છે, પૂર્વનાં કર્મો ભોગવવાં પડે છે, ભોગવતાં જયારે હિંમત હારીએ છીએ ત્યારે ધર્મસત્તા આપણને આશ્વાસનરૂપ બને છે. અરિહંત ભગવંતોનું શરણ સ્વીકારવાથી ભયંકર કર્મો સમાધિપૂર્વક ખપાવી શકાય છે. તમે ઘણું સાંભળ્યું છે તેને અમલમાં મૂકવાનો સમય આવ્યો છે તો સહેજ પણ ગભરાયા સિવાય તે જ્ઞાનનું ચિંતન સ્વસ્થતાથી કરવું. શરીર અને આત્મા જુદા છે. તેનો અનુભવ થોડો પણ થાય છે ? શરીરનો સંબંધ પીડાકારક છે. જેટલું શરીરમાં મન તેટલું દુઃખ. પ્રભુનાં વાક્યો ક્ષણે ક્ષણે યાદ કરી ધીમે ધીમે શરીરમાંથી મનને બહાર કાઢવાના અભ્યાસમાં ઉપયોગ કરવો. આંખ સામે ગજસુકુમાલ મુની જેવા મહાપુરુષોને રાખવા. આ કાળના કાન્તિવિજય મ.સા. વગેરે મહારાજને પણ રાખવા. જેથી શુભ આલંબનથી મન નિર્મળ બનશે. ૨૪ કલાક નમો અરિહંતાણં એક પદનું સ્મરણ રાખશો. ચિત્ત બધામાંથી ઊઠાડી તેમાં જ સ્થિર કરવા જેવું છે.
ર૪
અ.શુ. ૪, અમરેલી, ધર્મલાભ !
બહેન ! કર્મસત્તાની જપ્તી તમારી ઉપર આવી છે, પણ ખરેખર તો આ જતી નથી. પણ તમને ચેતવણી આપે છે કે આ લોકની સાધનામાં તમને આટલાં વર્ષ આપ્યાં. હવે બાકી જે સમય છે તે તમારે પરલોકની સાધના માટેનો છે. તો તમે પણ હવે તે માટે તૈયારી કરશો. જેથી એવા સ્થાને જવાનું થાય કે ત્યાં જતાંની સાથે જ જિનેશ્વર દેવ, તારક ગુરુ અને નમસ્કાર મહામંત્ર મળે. તે માટે બધેથી મનને ઊઠાડી મહામંત્રમાં જોડવાનું છે. સાચો સ્નેહી તે જ છે. જયારે જગતના તમામ શરણભૂત પદાર્થો શરણ આપવા અસમર્થ બને છે ત્યારે એવી અંતિમ પળે એકાએક શરણ આપવા-સમાધિ આપવા તે જ આવી પહોંચે છે અને સાથે રહે છે માટે સંસારના સર્વ પદાર્થોને અને ધર્મને સત્યરૂપે ઓળખી તેનું વિભાગીકરણ કરી ધર્મને આત્મીય ભાવે સ્વીકારવાની જરૂર છે. પ્રતિપળે દુષ્કતનિંદા, સુકૃત અનુમોદના અને ચારનું શરણ યાદ કરવું.
ર૫
અમરેલી.
જસુબહેન, ધર્મલાભ! સાધકનો અંતર્નાદ
220
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org