________________
૧૦
અ.શુ. ૧૦ ધર્મલાભ ! ધીરુભાઈનું ૧૭મી નું લખેલું કાર્ડ મળ્યું.
મણીબહેનને આવી અશક્તિમાં મન અને મગજ બે સ્વસ્થ છે. એ જ મહાન પુણ્યનો ઉદય છે. મનમાં પરમાત્માનું નામ રટણ કરી કર્મ ખપાવવાનું કાર્ય પણ આ શરીર પાસેથી કાઢી રહ્યાં છે. મગજથી પૂર્વે કરેલી આરાધનાનો અભ્યાસ કામ લાગે છે. કાંઈ પ્રવાહી પણ લેવાતું નથી તેમાં પણ સમાધિ જાળવી બે માસક્ષમણ જેવા તપ જેવો આનંદ અનુભવી રહ્યા છે. પૂર્વના મહાપુરુષો અનશન કરતાં, તેમાં સમાધિ રાખવા માટે બીજાની પણ સહાય ખૂબ જરૂરી ગણાતી. તેનું એક જ કારણ કે બધા કરતાં ભૂખ-તરસની વેદનામાં શરીરથી મનને અલગ રાખવાનું અઘરું છે. મણીબહેનને દર્દ એવું આવ્યું છે કે અનશન જેવું કરીને શરીરથી જુદા થવા જેવો અનુભવ મેળવવાનો રહ્યો. આ બધો અભ્યાસ તમારે ભવાંતરમાં ખૂબ કામ લાગશે. જેવી દર્દમાં શાંતિ રાખી છે તેવી જ રાખશો એવા અમારા શુભાશિષ છે. શાસન દેવ તમને તે સહન કરવાની શક્તિ વધુ આપે અને સમભાવથી પીડા સહન કરી લાખો ભવોનાં કર્મો ખપાવવામાં સહાય કરે.
જરાય અકળાતા નહિ, ઘણું જીતી ગયા છો, તમારા આત્માને આ માનવ જીવનનું કિંમતી શરીર મળ્યું છે માટે પૂરેપૂરો કસ કાઢી કમાણી કરી લેવી લાગે છે. કેમકે એક માનવ જીવનના શરીરમાં જ આવાં કર્મ ખપાવવાની તાકાત છે. તપ પણ આ શરીરથી જ થાય. તમે આવી છેલ્લી સ્થિતિમાં પણ નવકારશી, ચઉવિહાર કરી રહ્યા છો તે નવકારશી, ચઉવિહારની કિંમત પહેલાં કરતા હતા તેના કરતાં વધી જાય છે. જેટલું જીવાય છે તેટલું લાભમાં છે. મોટી કમાણી થઈ રહી છે તેમ માનજો. બીજાનો વિચાર ન કરતાં, આ બધાને મારી પાછળ સમય કાઢવો પડે છે એવું મનમાં ન લાવતાં, એ તમારા દીકરા, દીકરીઓ પાછળ તેમની સેવામાં તમે જેટલા કલાક કાઢયા છે એટલી મિનિટોયે તેમને તમારી સેવાની મળી નથી, એ તમારી સેવા કરીને કમાવાના છે. સહન કરનાર (દર્દથી) થાકતા નથી તો સેવા કરનારને કંઈ સહન કરવાનું નથી. ખાઈ પી ને સેવા કરવાની છે. આ તો તમારો બીજાની અગવડનો વિચાર કરવાનો સ્વભાવ છે એટલે લખું છું કે તમને એવો વિચાર આવતો હોય તો ન કરતાં, પરિવાર પણ સેવાભાવી છે. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અચિંત્ય છે, તેથી તમારી માંદગીની આજુ-બાજુનું વાતાવરણ સુંદર ગોઠવાઈ ગયું છે એટલે તમે શુભ ભાવનામાં ઝીલી શકો છો.
કંઈ લેવાતું નથી એટલે પરિણામમાં અણાહારીપણાની વાનગી ચાખી રહ્યાં છો એવો ભાવ રાખશો. શરીર છે એટલે ખાવું પીવું પડે છે. આત્માનો સ્વભાવ અણાહારી રહેવાનો છે, તે સ્વભાવ પ્રગટ કરવા ગમે તે ભવમાં મહેનત-પુરુષાર્થ તો કરવાનાં જ છે, અહી તમને રોગ એવો આવ્યો કે ખાવા પીવાનું બંધ થયું. શરીરથી બંધ થયું છે, પણ મનની અંદર પણ શુભભાવ લાવજો, કયારે એવો દિવસ આવશે કે હું સ્વેચ્છાએ ખાવા પીવાનું બંધ કરીને મારા આત્માના અણાહારી પદને પ્રગટ કરીશ? સાધકનો અંતર્નાદ
214
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org