________________
આશીર્વાદ મેળવ્યા છે તેના બદલામાં તેમને ચારે બાજુનું સુંદર વાતાવરણ ઊભું કરે તેવો પરિવારવહુ દીકરા મળ્યા છે અને ખડા પગે સેવા કરી રહ્યા છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે તેવું છે. નિષ્કપટ ભાવ, સહુની સાથે મિલનસાર સ્વભાવ, ઓછું તો તેમને કોઈના ઉપર પણ નથી આવ્યું, ઘરની સત્તા મળવા છતાં મોટાઈ રાખી નથી, સાસુ તરીકે મોટાઈ રાખીને વહુ તરફ ઓછું લાવ્યાં નથી. મણીબહેન જતાં જતાં પણ ઘરમાં ધર્મમય વાતાવરણ વધુ બનાવી રહ્યાં છે. તેમને ગરીબો પર બહુ જ કરુણા આવી જતી. મને ખ્યાલ છે કે તેમને ત્યાંથી કોઈ ભિખારી કે કૂતરું એમને એમ પાછું જતું ન હતું, દાનરુચિનો પણ મને ઘણો અનુભવ છે શાસ્ત્રમાં કહ્યા મુજબ સમય થાય એટલે સુપાત્રની રાહ જોતાં હતાં અને આવી જાય તો રાજી રાજી થઈ જતાં. કોઈ સામાન્ય સ્થિતિનું ઘર હશે ત્યાં કપડાંઅનાજ કયારે આપી દે કોઈને ખબર ન પડે.
આવી સમાધિ મેળવવા માટે આખી જિંદગીમાં કેળવાયેલા ગુણો, પરોપકાર, દયા, દાન વગેરેની સહાય જોઈએ છે, આત્માની લાયકાત આ એક દિવસની બાહ્ય આરાધનાથી આવી જતી નથી. બીજાના માટે કંઈક મળેલી સંપત્તિનો-શક્તિનો સદુપયોગ કર્યો હોય, બીજાને દુઃખમાં સહાય કરી શાંતિ આપી હોય, ત્યારે આત્મા પોતાની સમાધિ પ્રાપ્ત કરી શકે છે.
હું પત્રો લખ્યા કરું છું તેમાં આશય તેમની સમાધિમાં મારો એકાદ શબ્દ કામ લાગી જાય તો મને મહાન પુણ્યાનુબંધી પુણ્યની તથા કર્મ નિર્જરાની પ્રાપ્તિ થાય.
ધીરુભાઈને માલૂમ થાય કે તમારે કોઈ કોઈ વખત તમારા કોઈ કારણસર માની પાસે બાળકની જેમ મગજ ગુમાવાઈ ગયું હોય તેની માફી માંગી લેશો. મણીબહેન તો વાત્સલ્યનો ઝરો છે. તેમને તો કાંઈ લાગે તેવું નથી હોતું પણ તમને પાછળથી પસ્તાવો ન થાય અને જીભથી બોલાઈ જવાથી જે કર્મ બંધ થયો હોય તે જીભ વડે ખરા અંતઃકરણપૂર્વક ક્ષમા માંગી લેવાથી કર્મથી મુક્ત થવાય છે. જો કે તમે બધાએ મિચ્છામિ દુક્કડમ્ તો દીધા જ હશે પણ ઓથે (સામાન્યથી) મિચ્છામિ દુક્કડમ્ કામ ન લાગે. જે જે ભૂલો થઈ હોય તે યાદ કરી માફી માંગીએ તો કર્મથી છૂટાય.
મન, વચન અને કાયાના જોડાણથી આત્મા નિરંતર કર્મ સાથે બંધાય છે. અનાદિ કાળના અભ્યાસથી જીવ ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાન વશ બની અનેક જાતનાં કર્મ બાંધે છે. એમાંથી કેટલાયની તો આપણને ખબર જ નથી હોતી કે મેં શું ભૂલ કરી અને કેવું ઉગ્ર કે મંદ કર્મ બાંધ્યું, પણ જે જે મોટી મોટી મનથી વચનથી કે કાયાથી ભૂલ થાય તે આપણા ખ્યાલમાં રહે છે. મનથી બાંધેલાં કર્મનું ફળ મનને મોટે ભાગે મળે છે, વચનનું જીભને, અને કાયાથી કરેલું ફળ શરીરને ભોગવવું પડે છે. આ તો આટલું નિમિત્ત પામીને મેં તમને જાગૃતિ આપી છે. જરૂર અંતઃકરણથી ખમાવી દઈ કર્મ મુક્ત બનશો. આ તો એક ભાવ દયા આવવાથી લખાઈ ગયું છે, અમલી બનાવશો.
સુશીલાને પણ મણીબહેન પ્રત્યે ઘણી લાગણી છે. છતાં અજ્ઞાનથી કોઈ વખત ઉતાવળથી બોલાઈ ગયું હોય તેની માફી માંગી લેશે તો અંતઃકરણ હળવું બની જશે. આત્મા પણ કર્મથી હળવો થશે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
216
www.jainelibrary.org