________________
પ્રભા બહેનને માલૂમ થાય કે તમારી સમાધિ સંબંધી વ્યાખ્યા જાણવાની ઈતેજારી છે તે જાણ્યું.
પરમાત્માના નામનું સ્મરણ, મનન, નિદિધ્યાસન કરતાં કરતાં મન આત્માની નજીક પહોંચી નિજ દેહનું ભાન ભૂલાય ત્યારે સમાધિ મળે છે, તે માટે તો આપણા જેવા માટે લાંબા સમય સુધી સતત સાધનાની જરૂર છે.
મણીબહેને અત્યાર સુધી તપ કરી કાયાની માયા છોડી દીધી છે. કાયાને સ્વેચ્છાએ કષ્ટ આપીને દુઃખ સહન કરવા તૈયાર કરી દીધી છે, અને જપ એટલે પરમાત્માનું નામ સ્મરણ કરી કરીને મનને પુષ્ટ બનાવી દીધું છે. - હવે અત્યારે તેમને શરીરની પીડા મનને બગાડે તેવી અવસ્થાવાળી છે, પણ કેળવેલી કાયા અને મન તેમની પીડિત અવસ્થાને મહત્ત્વ આપવા દે નહિ. તેથી દર્દમાં ચિત્ત ન જતાં પ્રભુના નામને યાદ કરી શકે છે તેનું નામ જ સમાધિ છે.
આ પીડિત અવસ્થાની સમાધિ છે તેની કિંમત આરોગ્યની અવસ્થા કરતાં અનેકગણી છે. જયારે પોતાની પાસે પોતાના પૂરતું જ ખાવાનું હોય તેમાંથી પોતે ઊણા રહીને દાન આપે તેનું ફળ વધારે છે, કારણ કે જાત કરતાં દાન બીજાને આપવું (પરોપકાર) તે મહત્ત્વનું લાગે છે તેથી તેની કિંમત વધુ છે. તેવી જ રીતે આ અવસ્થામાં (પીડામાં) ભગવાનનું નામ યાદ આવવું અને પીડા ભૂલી જવી. (જાત ભૂલવી) તેથી તબિયત સારી હતી તે વખતે પ્રભુ નામ સ્મરણથી જે નિર્જરા થતી હતી તેના કરતાં અનેક ગુણી કર્મ નિર્જરા થાય છે. તે નિર્જરા કરવાની તક તેમને સાંપડી છે અને તમે બધા સહાય કરો છો તેથી તમારે બધાને મહાન આરાધના થઈ રહી છે તે જાણી આનંદ થાય છે.
પ્રભાવતી બહેનને જણાવવાનું કે મણીબહેન પાસે બેસી પ્રભુ સ્મરણ કરી વાતાવરણને વધુ પવિત્ર અને પ્રભુમય બનાવી તેમના ભાવને વધુ પુષ્ટિ મળે તેમ કરી રહ્યા છો અને સેવા કરી મોટો લાભઆત્મ લાભ ઉઠાવી રહ્યાં છો.
સમાધિસ્થ અવસ્થાની વાત હવે પછી.
અમે બધા તે માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આ ભવમાં નહિ તો બીજા ભવમાં મળશે જ. સાચી ઝંખના તે વસ્તુની પ્રાપ્તિ કરાવશે જ, એવી આશા છે.
૧૫
અ.શું. ૭ ધર્મલાભ ! તા. ૧૪મી નું કાર્ડ આજે મળ્યું છે.
મણીબહેન આવી ભયંકર વેદનામાં પણ પરમાત્મા સાથે મનને જોડી શકે છે. તેમની એવી અપૂર્વ આરાધના જાણી ખૂબજ સંતોષ થાય છે. આવી અવસ્થામાં શરીરની પીડા તરફ કેટલા બેદરકાર બનાય ત્યારે ભગવાન યાદ આવી શકે છે. તેમની ઝંખના ભગવાન પાસે જવાની છે તે જ તેમની ત્યાં જવાની સાધકનો અંતર્નાદ
212
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org